બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ભારત / NASA captures mysterious images of object orbiting the Moon

ખગૌળ / ચંદ્રની ફરતે રહસ્યમયી વસ્તુ દેખાઈ, NASAના વૈજ્ઞાનિકો પણ હેરાન, હવે કર્યો ઘટસ્ફોટ

Hiralal

Last Updated: 04:28 PM, 11 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચંદ્રની ફરતે ફરી રહેલી રહસ્યમયી ચીજ શું હતી? તેને લઈને નાસાએ ખુલાસો કરી દીધો છે.

ચંદ્રની દુનિયા ખૂબ રહસ્યમયી છે. પૃથ્વીનો પોતાનો કુદરતી ઉપગ્રહ હોવા છતાં પણ વૈજ્ઞાનિકો હજુ સુધી ચંદ્રને પૂરેપૂરો સમજી શક્યાં નથી. ચંદ્ર પર ઘણી રહસ્યમયી ઘટનાઓ બની રહી છે અને તેને હજુ સુધી કોઈ ઉકેલ શક્યું નથી, વધુ એક વાર ચંદ્ર પર બનેલી એક ઘટનાથી વૈજ્ઞાનિકો હેરાન થઈ ગયાં છે. 

વધુ વાંચો : વિશ્વાસે રહ્યો તેમાં હાર્દિક પંડ્યાના ડૂબ્યાં બાર વહાણ, 4.3 કરોડનો ફ્રોડ? ઠગબાજના નામે ચોંકાવ્યાં

નાસાએ ચંદ્રની ફરતે લૂનર રિકોનિસન્સ ઓર્બિટર (LRO) નામનું અવકાશયાન ફરતું રાખ્યું છે. તે ચંદ્રની તસવીરો લઈ રહ્યું છે. ચંદ્રની પરિક્રમા કરતાં કરતાં આ અવકાશયાને 
એક રહસ્યમયી વસ્તુ જોઈ છે. આ ચીજનું નામ છે સર્ફબોર્ડ, સર્ફબોર્ડ એટલે કે તે બોર્ડ જેના પર લોકો ઉભા રહીને સમુદ્રના મોજાઓ પર સવારી કરે છે. આ જોઈને નાસાના વૈજ્ઞાનિકો પણ નવાઈ લાગી હતી. કારણ કે આ પહેલા તેમણે ક્યારેક પણ ચંદ્રની આસપાસ ફરતા આટલા લાંબા આકારની વસ્તુને જોઈ નથી.  ત્યારબાદ તેઓએ એલઆરઓ ફોટોગ્રાફની તપાસ શરૂ કરી અને 5 અને 6 માર્ચે ઓબ્જેક્ટના વધુ ફોટોગ્રાફ્સ લીધા.

દક્ષિણ કોરિયાનું લૂનર ઓર્બિટર દાનુરી નીકળ્યું 
નાસાના વૈજ્ઞાનિકોએ કહ્યું કે, તે રહસ્યમય વસ્તુના સ્થાનના ઊંડા અભ્યાસ અને તપાસ બાદ જાણવા મળ્યું કે તે દક્ષિણ કોરિયાનું લૂનર ઓર્બિટર દાનુરી છે. એવું લાગતું હતું કારણ કે બંને અવકાશયાન એટલે કે નાસાનો એલઆરઓ અને કોરિયાનો ડનુરી અલગ અલગ ભ્રમણકક્ષામાં એક સાથે આગળ વધી રહ્યા હતા.
મેરીલેન્ડમાં નાસાના ગોડાર્ડ સ્પેસ ફ્લાઇટ સેન્ટરના વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે એલઆરઓના કેમેરાનો એક્સપોઝર સમય ખૂબ ઓછો છે. તે માત્ર 0.338 મિલિસેકંડ છે. જેથી તેને તસવીરો લેવામાં તકલીફ પડી રહી હતી. પરંતુ તેણે દાનુરીની ઘણી તસવીરો ખેંચી હતી. ડિસેમ્બર 2022માં દક્ષિણ કોરિયાનું પહેલું વાહન ચંદ્રની કક્ષામાં પહોંચ્યું હતું.
એલઆરઓ અને દાનુરી વચ્ચે ગતિનો તફાવત છે. બંને વચ્ચે લગભગ 11,500 કિમી/કલાકની ઝડપનો તફાવત છે. તેથી જ્યારે એલઆરઓએ ફોટો પાડ્યો, ત્યારે નાનું દાનુરી અવકાશયાન કોઈ વિશાળ પરાયું જહાજ જેવું લાગતું હતું. તે તેના મૂળ કદ કરતા 10 ઘણું મોટું દેખાતું હતું. હાઈ સ્પીડના કારણે તે સર્ફબોર્ડ જેવું લાગવા લાગ્યું હતું.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ