બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / Winter will come late due to monsoon, heavy rains for Saurashtra, exchange period for 2000 notes extended

2 મિનિટ 12 ખબર / ચોમાસાના કારણે શિયાળો પણ મોડો આવશે, સૌરાષ્ટ્ર માટે માઠો વરસાદ, 2000ની નોટમાં વધારોનો 'હપ્તો', લવિંગજી ડાબડીમાં

Dinesh

Last Updated: 07:22 PM, 1 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

samachar supar fast news : હવામાન વિભાગનું કહેવું છે કે ગુજરાતમાં અત્યારે કોઈ સિસ્ટમ સક્રિય નથી એટલે 2 ઓક્ટોબર પછી ચોમાસું વિદાય થઈ જશે

ગુજરાતનાં કેટલાક વિસ્તારમાં 2 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 2 દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની સ્કાયમેટ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાતનાં સુરત, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદની શક્યતાઓ છે.  જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની શક્યતા નહિવત છે. તેમજ 2 દિવસ બાદ ગુજરાતમાં ચોમાસાનાં વિદાયની સંભાવનાં છે. ડાંગ જીલ્લાનાં વધઈમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. ભારે પવન સાથે આસપાસનાં ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. ભારે ઉકળાટ બાદ વરસાદ થતા લોકોને ગરમીથી રાહત મળી હતી. વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તા. 1 ઓક્ટોબરે દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદ પડવાની શક્યતા છે. તા. 2 ઓક્ટોબર - ગાંધી જયંતીએ સમગ્ર રાજ્યમાં હવામાન સૂકું રહેશે.

શિયાળાને લઈ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરી છે કે, રાજ્યમાં ચાલુ વર્ષે શિયાળો મોડો શરૂ થાય તેવી શક્યતાઓ છે. ચાલુ વર્ષે શિયાળાની સીઝન 20 દિવસ મોડી શરૂ થયા તેવી સંભાવનાં છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે,  દેશમાં ઘણા સમયથી ચોમાસાની પેટર્ન બદલાઈ છે.  વર્ષ 2023 નું ચોમાસુ 10 દિવસ મોડું ગુજરાતમાં પ્રવેશ્યું હતું. ત્યારે હવે શિયાળાની વાત કરીએ તો ચાલુ વર્ષે શિયાળો 20 થી 25 દિવસ મોડો આવે તેવી શક્યતા છે. સામાન્ય રીતે જોવા જઈએ તો 10 ઓક્ટોમ્બર સુધી રાજ્યમાં જે પવનની દિશાઓ હોય છે એ દક્ષિણ-પશ્ચિમની હોય છે.   10 ઓક્ટોમ્બર પછી ઉત્તર-પૂર્વનાં પવનો સેટ થતા હોય છે.  ચાલુ વર્ષે પણ 10 ઓક્ટોમ્બર પછી ઉત્તર-પૂર્વનાં પવનો સેટ થવાનું શરૂ થઈ જશે. ઉત્તર ભારતની અંદર ઓક્ટોમ્બર એન્ડમાં અને નવેમ્બરની શરૂઆતમાં બરફ વર્ષાની શરૂઆત થાય છે.  અને ઉત્તર-પૂર્વનાં પવન હોય જેથી 1 લી નવેમ્બરથી ગુજરાતમાં ફૂલ ગુલાબી ઠંડીની શરૂઆત થઈ જતી હોય છે.

હવામાન વિભાગે શનિવારે આગાહી કરતા જણાવ્યું કે ગુજરાતમાં હાલમાં ચોમાસાની કોઈ સિસ્ટમ સક્રિય નથી અને તેથી વરસાદની કોઈ સંભાવના નથી. જોકે સાઉથ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે. હવામાન વિભાગનું કહેવું છે કે ગુજરાતમાં અત્યારે કોઈ સિસ્ટમ સક્રિય નથી એટલે 2 ઓક્ટોબર પછી ચોમાસું વિદાય થઈ જશે. ગુજરાતનાં કેટલાક વિસ્તારમાં 2 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 2 દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની સ્કાયમેટ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાતનાં સુરત, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદની શક્યતાઓ છે.  જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી છે. 

Rain likely to recede from state from Oct 2

રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર પર એક વેપારીએ ગંભીર આક્ષેપ કર્યા છે. લવિંગજી ઠાકોરના લોકો જમીન પર ન જવા માટે ધમકી આપતા હોવાનો વેપારીએ આરોપ લગાવ્યો છે. આ મામલે મનોજ ઠક્કર નામના વેપારીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખી ન્યાયની માગ કરી છે તો બીજી તરફ ધારાસભ્ય લવિંગજી ઠાકોરે તમામ આરોપને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે કહ્યું કે, વેપારીને હું ઓળખતો નથી. મારા પર લાગેલા તમામ આરોપ ખોટા છે. જો આ આરોપ સાબિત થશે તો હું જાહેર જીવન છોડી દઈશ.

ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમના મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. બંદરો અને વાહનવ્યવહાર વિભાગ દ્વારા સત્તાવાર પરિપત્ર જાહેર કરાયો છે. અત્રે જણાવી દઈએ કે, ત્રણ ટકા મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. ડિફરન્સની રકમ કર્મચારીઓને ત્રણ હપ્તામાં ચૂકવાશે.રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે, જેમાં કર્મચારીઓને ડિફરન્સની રકમ ત્રણ હપ્તામાં આપવામાં આવશે. જેમાં ઓક્ટોબર, ડિસેમ્બર 2023 તથા ફેબ્રુઆરી 2024માં ચૂકવવામાં આવશે

The dearness allowance of Gujarat State Road Transport Corporation has been increased by three percent

Gandhinagar news : ગાંધીનગરમાં રખડતા પશુઓને રોકવા નવી નીતિને મંજૂરી અપાઈ છે. ગાંધીનગર મહાપાલિકાએ સરકારની માર્ગદર્શિકા અનુસંધાને નીતિ તૈયાર કરી છે. જે અનુસંધાને ગાંધીનગર શહેરની હદમાં ઢોર રાખવા માટે લાયસન્સ ફરજિયાત કરવામાં આવ્યું છે. શહેરમાં તમામ પ્રકારના પશુઓનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે. ગાંધીનગરમાં જાહેરમાં પશુઓને ઘાસ નાખવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ગાંધીનગરમાં પશુઓ પર RFID ટેગ લગાવવા ફરજિયાત કરવામાં આવ્યું છે. અત્રે જણાવી કે, ગાંધીનગર મહાપાલિકાની સ્થાયી સમિતિમાં કેટલી પોલિસીને મંજૂરી અપાઈ છે.

ગુજરાતની ખાનગી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક સ્કૂલોની ફી માટે નવો સ્લેબ નક્કી કરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા 9 જેટલા સભ્યોની કમિટીની રચના કરવામાં આવી છે. ફીના સ્લેબમાં વધારો કરવા માટે સંચાલક મંડળ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, જેના પગલે આ કમિટીની રચના કરવામાં આવી છે. ખાનગી સ્કૂલોની ફી નક્કી કરવા માટે વર્ષ 2017માં અમલમાં આવેલા ફી નિર્ધારણ કાયદામાં સ્કૂલોની કટઓફ ફી સ્લેબ નક્કી કરાયા હતા. કટઓફ ફીમાં વધારો થશે તો સ્કૂલો વાલીઓ પાસેથી વધુ ફી વસુલી શકે છે.સ્કૂલોના સંચાલકોએ મોંઘવારીના કારણો આપીને ફીના સ્લેબમાં વધારો કરવાની માંગ કરી હતી. જેના પગલે શિક્ષણ વિભાગ દ્વારા કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં 9 જેટલા સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

A new slab for school fees will be decided in the state

Jamnagar News: જો તમે પણ ગાર્લિક બ્રેડ, પિઝા, બર્ગર ખાવાના શોખીન છો અને તેનું સતત સેવન કરો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, અમદાવાદ બાદ હવે જામનગરના પિઝા સેન્ટરમાં પિઝામાંથી વંદો નીકળ્યો છે. જામનગર U.S પિઝા સેન્ટર ખાતે પિઝામાંથી વંદો નીકળતા ખળભળાટ મચી ગયો છે. જેનો વીડિયો વાયરલ થતાં ફૂડ વિભાદની ટીમે તપાસ હાથ ધરી છે. જામનગરના પંચવટી રોડ પાસેના આવેલા U.S.પિઝા સ્ટોરમાં એક ગ્રાહકે પિઝાનો ઓર્ડર કર્યો હતો. જ્યારે ગ્રાહકે પિઝાનું બોક્સ ખોલી પિઝો ખાવાની શરૂઆત કરી ત્યારે પિઝામાં વંદો જોવા મળ્યો હતો. જે બાદ ગ્રાહકે આનો વીડિયો ઉતારી લીધો હતો અને સમગ્ર મામલે પિઝા સ્ટોરના સંચાલકને જાણ કરી હતી. 

Negligence of U.S. Pizza in Jamnagar: Cockroach emerges from pizza

Ambaji Temple: યાત્રાધામ અંબાજી ખાતે આજે માં અંબાના નિજ મંદિરની પ્રક્ષાલન વિધિ કરવામાં આવશે. બપોરે 1:30 કલાક સુધી માં અંબાના દર્શન થશે. જે બાદ એટલે કે બપોરે 1:30 બાદ મંદિર બંધ કરવામાં આવશે. મહત્વનું છે કે, ભાદરવી પૂનમના મેળા બાદ ચોથના દિવસે દર વર્ષે અંબાજી મંદિરમાં પ્રક્ષાલન વિધિ કરવામાં આવે છે. પ્રક્ષાલન વિધિમાં મંદિર સહિત માતાજીના સોના-ચાંદીના ઘરેણા અને ચાંચર ચોકની સાફ-સફાઇ કરવામાં આવે છે.  આ અંગે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, મંદિરની પ્રણાલિક મુજબ તા- 01/10/2023 ભાદરવા વદ -2 (બીજ)ને રવિવારના રોજ માતાજીના નિજમંદિરમાં પ્રક્ષાલન વિધિ બપોરે 1:30 કલાકે શરૂ થશે, જેથી સદરહું દિવસ પુરતો માતાજીની આરતી તથા દર્શનનો સમય સવારે 07:10થી 11:30 સુધી અને બપોરે 12:30થી 01:30 સુધી રહેશે. 

Purkshalan ceremony of Amba's own temple will be held at Ambaji tomorrow

તાજેતરમાં સોલા વિસ્તારમાં રાત્રી દરમ્યાન ટેક્ષીમાં મુસાફરી કરી રહેલ રાહદારીને ધમકાવી લૂંટી લેવાનાં બનાવમાં 2 ટ્રાફિક પોલીસકર્મીને સસ્પેન્ડ કરાયા છે. જ્યારે એક ટીઆરબી જવાનને બરતરફ કરાયો છે. તાજેતરમાં રીક્ષા/કેબ/ ટેક્ષીમાં મુસાફરી કરતા નાગરીકો સાથે છેંતરપીંડી, ખીસ્સા કાતરવા, મોબાઈલ ચોરી અન્ય કિંમતી સામાનની ચોરી, ચીલઝડપ, લૂંટ, ધાડ, મહિલાઓ, બાળકોની છેડતી અને અપહરણ જેવા ગંભીર પ્રકારનાં બનાવો બન્યા હતા. ત્યારે બનાવમાં નાગરીકો રીક્ષા/કેબ/ ટેક્ષીનાં નંબર જાણતા ન હોવાથી ગુન્હાઓ વણશોધાયેલ રહે છે. જેને લઈ અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. અમદાવાદ શહેરની હદ વિસ્તારમાં ચાલતી તમામ રીક્ષા/કેબ/ ટેક્ષીમાં મુસાફરી કરતા મુસાફરો સહેલાઈથી વાંચી શકે તે રીતે વાહન ચાલકની સીટનાં પાછળનાં ભાગે વાંચી શકે તે રીતે વાહન ચાલકની સીટનાં પાછળનાં ભાગે વાહન નંબર, વાહન માલિકનું નામ તેમજ અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલનાં નંબરો અને હેલ્પલાઈન નંબરો ફરજીયાતપણે કાયમી ધોરણે લખાણ લખવું. 

Ahmedabad City Police Commissioner's announcement considering the festivals

ભારતીય રિઝર્વ બેંક એટલે કે RBI એ બેંકમાં 2000 રૂપિયાની નોટ જમા કરાવવા અથવા તેને અન્ય નોટો સાથે બદલવાની તારીખ 7 ઓક્ટોબર સુધી લંબાવી છે. આરબીઆઈએ એક પરિપત્ર જારી કરીને આ જાણકારી આપી હતી. 2000 રૂપિયાની બેંકનોટ એક સમયે મહત્તમ 20,000 રૂપિયાની મર્યાદા સુધી બદલી શકાય છે. તમે રિઝર્વ બેંકની 19 ઓફિસમાં ઇન્ડિયા પોસ્ટ દ્વારા 2000 રૂપિયાની નોટ પણ મોકલી શકો છો. 2000 રૂપિયાની બેંક નોટ આમાંથી કોઈપણ ઓફિસમાં કોઈપણ મર્યાદા વિના જમા કરાવી શકાય છે.જો કોઈ બેંક 7 ઓક્ટોબર સુધી 2000ની નોટો લેવાની ના પાડે તો તમે રિઝર્વ બેંકની વેબસાઈટ પર તેની ફરિયાદ કરી શકો છો. જો બેંક ફરિયાદ દાખલ કર્યાના 30 દિવસની અંદર જવાબ ન આપે અથવા ફરિયાદીને બેન્કના જવાબથી સંતોષ ન લાગે તો ગ્રાહકો રિઝર્વ બેંકના લોકપાલમાં ફરિયાદ નોંધાવી શકે છે.

સૂર્ય મિશન પર મોકલવામાં આવેલ ઈસરોના અવકાશયાન આદિત્ય એલ1 એ સૂર્ય તરફ વધુ એક પગલું ભર્યું છે. ઈસરોએ શનિવારે ભારતના સૂર્ય મિશનને લઈને મોટી માહિતી શેર કરી. ISROએ ટ્વીટ કર્યું કે આદિત્ય-L1 મિશન હેઠળ મોકલવામાં આવેલ અવકાશયાન સફળતાપૂર્વક પૃથ્વીના પ્રભાવના ક્ષેત્રને છોડી દીધું છે અને તેણે 9.2 લાખ કિલોમીટરથી વધુનું અંતર કાપ્યું છે. આદિત્ય-એલ1 મિશન વિશે માહિતી આપતાં ઈસરોએ કહ્યું કે હવે આ અવકાશયાન સન-અર્થ લેગ્રેન્જ પોઈન્ટ 1 (L1) તરફ આગળ વધી રહ્યું છે. ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે આ સતત બીજી વખત છે જ્યારે ISRO પૃથ્વીના પ્રભાવના ક્ષેત્રની બહાર અવકાશયાન મોકલવામાં સફળ રહ્યું છે. માર્સ ઓર્બિટર મિશન દરમિયાન આ પ્રથમ વખત કરવામાં આવ્યું હતું.નોંધનીય છે કે આદિત્ય એલ-1 4 મહિનામાં 1.5 મિલિયન કિલોમીટરનું અંતર કાપશે. પછી લેગ્રેન્જ પોઈન્ટ-1 પર પહોંચશે. લેગ્રેન્જ પોઈન્ટ-1 એ બિંદુ છે જ્યાં સૂર્ય અને પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ સંતુલિત થાય છે. અહીં રહેવા માટે કોઈ સાધનસામગ્રીને વધારે ઊર્જાની જરૂર નથી. આવી સ્થિતિમાં આદિત્ય એલ-1 સતત સૂર્ય પર નજર રાખી શકે છે અને તેનો અભ્યાસ કરી શકે છે. આદિત્ય એલ-1માં ફાયરિંગ દ્વારા જ તેને એલ-1 પર હેલો ઓર્બિટમાં સ્થાપિત કરવામાં આવશે.

એશિયન ગેમ્સના સાતમા દિવસે પણ ભારતીય ખેલાડીઓનું દમદાર પ્રદર્શન ચાલું રહ્યું છે. ભારતીય જોડીએ સ્કવોશની રમતમાં પાકિસ્તાનને હરાવીને ઈતિહાસ રચ્યો છે અને ગોલ્ડ પોતાને નામે કરી લીધો છે. ભારતીય સ્કવોશ જોડીએ પાકિસ્તાનને 2-1થી પરાજય આપીને ગોલ્ડ જીત્યો છે. ફાઈનલ દરમિયાન પાકિસ્તાને ઓપનિંગ ગેમ જીતી હતી. ત્યારબાદ સૌરવ ઘોષાલે અજાયબી કરી મેચને 1-1ની બરાબરી પર લાવી દીધી હતી. ત્યારબાદ ત્રીજી અને નિર્ણાયક મેચમાં અભય સિંહે પાકિસ્તાની ખેલાડીને હરાવીને ભારતને જીત અપાવી હતી.ભારતનો આ 10મો ગોલ્ડ મેડલ છે. 2014 પછી પહેલી વાર ભારતે સ્કવોશમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. એશિયન ગેમ્સમાં સ્કવોશમાં જે ભારતીય ટીમ ગોલ્ડ મેડલ જીતી છે તેમાં સૌરવ ઘોષાલ, અભયસિંહ,  મહેશ મગાંવકર અને સાધુ હરિન્દર સામેલ છે. 

 

 

 

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ