બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ભારત / Politics / Will the Gandhi family reunite after 40 years? Congress Off

લોકસભા ચૂંટણી 2024 / 40 વર્ષ બાદ પુન: એકજૂથ થશે ગાંધી પરિવાર? કોંગ્રેસની ઑફર બાદ હવે વરૂણ ગાંધીના આગામી પગલા પર નજર

Ajit Jadeja

Last Updated: 07:56 AM, 27 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પીલીભીતથી ભાજપે વરુણ ગાંધીનું પત્તુ કાપીને જિતિન પ્રસાદને ઉમેદવાર બનાવ્યા છે

પીલીભીતથી ભાજપે વરુણ ગાંધીનું પત્તુ કાપીને જિતિન પ્રસાદને ઉમેદવાર બનાવ્યા છે. આ પછી હવે બધાની નજર વરુણ ગાંધીના આગામી નિર્ણય પર છે. કારણ કે પોતાની જ પાર્ટી અને સરકાર વિરુદ્ધ બોલનાર વરુણને લઈને બીજેપીએ પોતાનું પગલું ભર્યું છે. વરુણ પીલીભીતથી ભાજપના સાંસદ છે અને જ્યારે તેમની ટિકિટ કાપવામાં આવી ત્યારે કોંગ્રેસે ફાયરબ્રાન્ડ બીજેપી નેતાને ઓફર કરીને યુપીના રાજકારણને ગરમ કરી દીધું છે.

પીલીભીતથી વરુણની ટિકિટ કપાઇ

ગાંધી પરિવાર ફરી એકવાર નજીક દેખાઇ રહ્યો છે. 40 વર્ષથી ચાલતા ખટરાગનો અંત આવી શકે છે. ભાજપના સાંસદ વરુણ ગાંધીને કોંગ્રેસમાં જોડાવાની ઓફર આપવામાં આવી છે. જ્યારે પીલીભીતથી વરુણની ટિકિટ કપાઇ છે. કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે તેઓ ગાંધી હોવાની કિંમત ચૂકવી રહ્યા છે. સવાલ એ છે કે દરેક મુદ્દે ભાજપ અને પોતાની સરકારને ઘેરનાર વરુણ ગાંધી કોંગ્રેસમાં જોડાઈ શકે? મેનકા ગાંધી અને સોનિયા ગાંધી વચ્ચે શરૂ થયેલો પારિવારિક ઝઘડો અત્યારે પણ વરુણ અને રાહુલ ગાંધી વચ્ચે ચાલી રહ્યો છે.

કોંગ્રેસે ઓફર કરતા યુપીના રાજકારણમાં ગરમાવો

વાસ્તવમાં બીજેપીએ પીલીભીતથી વરુણ ગાંધીની ટિકિટ કાપીને જિતિન પ્રસાદને ઉમેદવાર બનાવ્યા છે. આ પછી હવે બધાની નજર વરુણ ગાંધીના આગામી નિર્ણય પર છે. કારણ કે પોતાની જ પાર્ટી અને સરકાર વિરુદ્ધ બોલનાર વરુણને લઈને બીજેપીએ તેની ટિકિટ કાપી નાખી છે. વરુણ પીલીભીતથી ભાજપના સાંસદ છે અને જ્યારે તેમની ટિકિટ કાપવામાં આવી ત્યારે કોંગ્રેસે ફાયરબ્રાન્ડ બીજેપી નેતાને ઓફર કરીને યુપીના રાજકારણને ગરમ કરી દીધું છે. કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ જે રીતે ભાજપ પર નિશાન સાધતા વરુણ ગાંધીને કોંગ્રેસમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું તે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

2009માં પહેલીવાર વરુણ એમ.પી

તમને જણાવી દઈએ કે વરુણ ગાંધી 2004માં ભાજપમાં જોડાયા હતા અને 2009માં પહેલીવાર સાંસદ પણ બન્યા હતા. વર્ષ 2013માં વરુણ ગાંધીને ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ બનાવવામાં આવ્યા હતા અને તે જ વર્ષે પાર્ટીએ તેમને પશ્ચિમ બંગાળમાં ભાજપના પ્રભારી પણ બનાવ્યા હતા. એક સમયે વરુણનું નામ યુપીની રાજનીતિ અને બીજેપીના અગ્રણી નેતાઓમાં હતું. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીના દાવેદાર ગણાતા હતા. પરંતુ પાર્ટી અને સરકાર વિરુદ્ધ આપવામાં આવેલા નિવેદનોને કારણે પાર્ટીમાં તેમની સ્થિતિ નબળી પડી અને છેલ્લા 10 વર્ષથી પાર્ટીએ તેમને કોઈ મોટી જવાબદારી આપી નથી.

વરુણ ગાંધી મજબૂત અને સક્ષમ નેતા

કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ ભાજપ પર નિશાન સાધતા વરુણ ગાંધીને કોંગ્રેસમાં જોડાવાની ઓફર કરી છે. અધીર રંજન ચૌધરીએ કહ્યું, 'વરુણ ગાંધીએ કોંગ્રેસમાં જોડાવું જોઈએ. જો તેઓ કોંગ્રેસમાં જોડાશે તો અમને આનંદ થશે. વરુણ ગાંધી એક મજબૂત અને સક્ષમ નેતા છે. તેમણે કહ્યું કે ગાંધી પરિવાર સાથેના તેમના જોડાણને કારણે ભાજપે તેમને ટિકિટ આપી નથી. અમે ઈચ્છીએ છીએ કે વરુણ ગાંધી હવે કોંગ્રેસમાં જોડાય.

શું વરુણનો ભાજપથી મોહભંગ થઈ રહ્યો છે?

વરુણ ગાંધીના નિવેદનોએ સવાલો ઉભા કર્યા કે શું તેમનો ભાજપથી મોહભંગ થઈ રહ્યો છે? વરુણે જે રીતે દરેક મોટા મુદ્દા પર સરકાર અને પાર્ટીને ઘેરી હતી અને સૌથી મહત્ત્વની વાત એ છે કે રાહુલના સૂર સાથે મેળ ખાય છે, ત્યારે સવાલ એ ઊભો થયો હતો કે શું બંને ભાઈઓ સાથે આવવાના છે? વરુણ ગાંધીએ કહ્યું હતું કે હું ન તો પંડિત નેહરુની વિરુદ્ધ છું કે ન તો કોંગ્રેસની વિરુદ્ધ. આપણા દેશનું રાજકારણ એકતાનું રાજકારણ હોવું જોઈએ. જે લોકો ધર્મના નામે વોટ લઈ રહ્યા છે, લોકોને દબાવી રહ્યા છે તેમણે રાજનીતિ ન કરવી જોઈએ. સત્તાનો ઉપયોગ લોકોના ઉત્થાન માટે થતો નથી, અમે આ રાજનીતિ નહીં થવા દઈએ. આ પછી સવાલો ઉઠવા લાગ્યા કે શું રાહુલ સાથે તાલ મિલાવનાર વરુણ ભાજપ સામે બળવો કરવા જઈ રહ્યો છે? શું વરુણ ગાંધી કોંગ્રેસ સાથે હાથ મિલાવશે? જો વરુણ ગાંધી કોંગ્રેસમાં જોડાય છે, તો ઉત્તર પ્રદેશમાં પાર્ટીની ફાયરબ્રાન્ડ નેતાની શોધ સમાપ્ત થઈ શકે છે. ઘણા નિષ્ણાતોનું માનવું છે કે આનાથી ઉત્તર પ્રદેશમાં પાર્ટીની સ્થિતિ મજબૂત થઈ શકે છે. પરંતુ સવાલ એ છે કે શું વરુણ કોંગ્રેસમાં જોડાશે અને શું રાહુલ ગાંધી તેમને ગળે લગાવશે?

આ પણ વાંચોઃ વગર ધૂળેટીએ લાલ કલરનું પાણી! નવાગઢમાં નળથી જળ યોજનાના દાવા પોકળ

વરુણ ગાંધીએ 4થી ઉમેદવારી પત્રો ખરીદ્યા હતા

સવાલ એ પણ છે કે જો ગાંધી પરિવારના બે મોટા નેતાઓનો અવાજ એક થશે તો શું પાર્ટી પણ એક થશે? આ એક મોટો પ્રશ્ન છે. સવાલ પીલીભીત સીટને લઈને પણ છે. કારણ કે થોડા દિવસો પહેલા વરુણ ગાંધીએ તેમના સહયોગી દ્વારા નામાંકન પત્રોના 4 સેટ ખરીદ્યા હતા. તમામ કાર્યકરોને દરેક ગામમાંથી 2 વાહનો અને 10 મોટરસાઇકલ તૈયાર રાખવા જણાવાયું હતું. પરંતુ ભાજપે પોતાના ઉમેદવાર તરીકે જીતિન પ્રસાદનું નામ નક્કી કર્યા બાદ વરુણે મૌન જાળવી રાખ્યું છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ