બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / શું ગુજરાતના મુખ્યમંત્રી ખરેખર બદલાશે ? મંત્રીમંડળમાં ફેરફારની ચર્ચા પણ થઈ શરૂ
Last Updated: 06:54 PM, 15 July 2024
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને બદલીને અન્ય કોઈ નેતાને નવા મુખ્યમંત્રી તરીકે બેસાડાશે આ ચર્ચા ફરી શરૂ થઈ ચૂકી છે. થોડો સમય પહેલા જ કોળી- ઠાકોર વિકાસ નિગમના પૂર્વ અધ્યક્ષે વડાપ્રધાન મોદીને પત્ર લખીને જણાવ્યુ હતુ કે, કોળી આગેવાન અને હાલના ગુજરાતના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવા જોઈએ. ઉપરાતં કોંગ્રેસમાંથી બળવો કરીને ભાજપ ભેગા થયેલા અને માંડ ચૂંટણી જીતી શકેલા ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજના નેતા અલ્પેશ ઠાકોરના ટેકેદારો દ્વારા પણ અલ્પેશ ઠાકોરને નાયબ મુખ્યમંત્રીનુ પદ આપવાની માગણી કરાઈ હતી. હવે ફરીથી પૂર્વ મંત્રી પરષોતમ સોલંકીની ભાઈ અને ભાજપના ધાસસભ્ય હીરા સોલંકીએ કહ્યુ છે કે, કોળી નેતાને ગુજરાતના મુખ્યમંત્રી બનાવાશે તો તે આનંદની વાત છે. જો કે, તેમણે એવુ કહ્યુ કે, આ બધુ જ હાઈકમાન્ડ ઉપર આધારીત છે.
ADVERTISEMENT
અત્રે નોંધનીય છે કે, ભુતકાળમાં જ્યારે આનંદી બેન પટેલ મુખ્યમંત્રી હતા ત્યારે ઘણીવખત એવી વાતો ઉડી હતી કે હવે તેમને બદલવામાં આવશે તેમની જગ્યાએ કોઈ અન્ય નેતાને મુખ્યમંત્રી બનાવાશે. જો કે ભાજપના નેતાઓએ એ વાતને નકારી કાઢીને તેને વિરોધીઓ દ્વારા ફેલાવાતી માત્ર અફવા ગણાવી હતી. જો કે, થોડો સમય પછી એ અફવા સાચી સાબિત થઈ હતી. ત્યાર બાદ વિજય રૂપાણી મુખ્યમંત્રી તરીકે આવ્યા હતા. તેમની હકાલપટ્ટી કરાઈ તે અગાઉના છએક મહિના પહેલા એવી વાતો શરૂ થઈ હતી કે હવે રૂપાણીને હટાવીને અન્ય કોઈને મુખ્યમંત્રી બનાવાશે. એ સમયે પણ રૂપાણી સહિતના તમામ નેતાઓએ આ વાતને પણ વિરોધીઓની અફવા જ ગણાવી હતી. જે પણ પાછળથી સાચી સાબિત થઈ હતી. 2000માં કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેમને હટાવાશે એવી વાતો શરૂ થતા ભાજપના મોટા નેતાઓએ એ સમયે પણ તેને અફવા ગણાવી હતી. તે પણ પાછળથી સાચી સાબિત થઈ હતી.
આ પણ વાંચોઃ 'ચાંદીપુરા વાયરસથી ગભરાવાની જરૂર નથી' વધતા કેસને લઈ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું મહત્વનું નિવેદન
ADVERTISEMENT
હવે ફરીથી સીધા સાદા અને અત્યંત ભલા ગણાતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને હટાવાશે એવી વાતો ચાલુ થઈ છે. જેને પણ ભાજપના મોટા નેતાઓ અફવા ગણાવી રહ્યા છે. અત્રે નોંધનીય છે કે, ગત વર્ષે મુખ્યમંત્રીના પુત્રને હોસ્પિટલમાં દાખલ કરાયા ત્યારે પણ હવે પોતે મુખ્યમંત્રી તરીકે રહેવા માગતા નથી એ પ્રકારની વાત ભુપેન્દ્ર પટેલે હાઈકમાન્ડને કરી હોવાની ચર્ચા થઈ હતી. હવે અત્યારે ગુજરાતના મંત્રીમંડળની વિસ્તરણની ચર્ચા ચાલી રહી છે તેવા સમયે મુખ્યમંત્રી તરીકે કોળી નેતાને અથવા તો અન્ય કોઈ નેતાને મુકવાની વાતો ફેલાવાઈ રહી છે.
પરંતુ, રાજકીય તજજ્ઞો આવી વાતોને ખોટી ગણી રહ્યા છે. તેઓનુ કહેવુ છે કે, ભુપેન્દ્ર પટેલના હરીફો તેમની સામે ખોટી વાતો કરી રહ્યા છે. ખરેખર મુખ્યમંત્રી તરીકેની તેમની કામગીરી સરાહનીય છે. અનેક વિભાગોમાં ચાલતો ભ્રષ્ટાચાર પણ બંધ થઈ ગયો છે. ભુતકાળની વાતો અલગ હતી. અત્યારની સ્થિતિમાં તેમને હટાવવાના કોઈ જ નક્કર કારણો નથી
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.