બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:28 AM, 17 February 2024
ADVERTISEMENT
ભારતીય ટીમના ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન રાજકોટ ટેસ્ટમાંથી બહાર થઈ ગયા છે. અશ્વિનનના ઘરમાં ફેમિલી મેડિલી ઈમરજન્સી આવવાને કારણે ત્રીજા ટેસ્ટમાંથી બહાર થઈ ગયા છે. હાલમાં રાજકોટમાં નિરંજન શાહ સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. અશ્વિને 500 ટેસ્ટ વિકેટનો આંકડો પાર કરી લીધી છે. BCCIએ જણાવ્યું છે કે, અશ્વિન ટેસ્ટ મેચ નહીં રમી શકે.
R Ashwin withdraws from the 3rd India-England Test due to family emergency.
— BCCI (@BCCI) February 16, 2024
In these challenging times, the Board of Control for Cricket in India (BCCI) and the team fully supports Ashwin.https://t.co/U2E19OfkGR
ADVERTISEMENT
અશ્વિનની જગ્યાએ કોણ રમશે?
રવિચંદ્રન અશ્વિન મેચમાંથી બહાર થઈ જવાને કારણે ભારતીય ટીમની પ્લેઈનિંગ ઈલેવનમાં માત્ર 10 ખેલાડી બાકી રહ્યા છે. અશ્વિન કન્કશનના કારણે ટીમમાંથી બહાર થયા નથી, જેથી અશ્વિનનું રિપ્લેસમેન્ટ નહીં આપી શકે. જેથી ભારતીય ટીમે 10 ખેલાડીઓ સાથે મેદાન પર ઉતરવું પડશે. ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સ તે માટે રાજી થાય તો ભારતીય ટીમ અશ્વિન જેવા ખેલાડીને પ્લેઈંગ ઈલેવનમાં શામેલ કરી શકે છે. જેથી ભારતીય ટીમ વોશિંગ્ટન સુંદર અથવા અક્ષર પટેલને રમવાનો મોકો આપી શકે છે.
ADVERTISEMENT
ક્રિકેટ નિયમ
MCCS નિયમ 1.2.1 અનુસાર તમામ કેપ્ટન ટોસ પહેલા તેમના ખેલાડીઓને એમ્પાયરમાંથી એકને લેખિતરૂપે નામાંકિત કરશે. 1.2.2 નામાંકન પછી વિરોધી ટીમના કેપ્ટનની સહમતિ વગર કોઈપણ ખેલાડીને બદલી ના શકાય. જેથી બેન સ્ટોક્સ અથવા ઈંગ્લેન્ડની ટીમ ઈચ્છે તો અશ્વિનની જગ્યાએ અન્ય પ્લેયરને પ્લેઈંગ ઈલેવનમાં શામેલ કરી શકશે. આ પ્રકારે ના થાય તો ભારતે 10 ખેલાડી સાથે જ ઈંગ્લેન્ડની ટીમ સામે રમવું પડશે. ભારતીય ટીમ ફીલ્ડિંગ માટે સબસ્ટીટ્યૂટ ખેલાડીને મેદાન પર ઉતારી શકે છે.
ADVERTISEMENT
IND vs ENG
ઈંગ્લેન્ડે ભારત સામેની ત્રીજી ટેસ્ટ મેચના બીજા દિવસે પહેલી ઈનિંગમાં બે વિકેટ પર 207 રન કર્યા હતા. ભારતે પહેલી ઈનિંગમાં 445 રન કર્યા હતા. ઈંગ્લેન્ડની ટીમ હજુ પણ 238 રનથી પાછળ છે. ભારતીય ટીમના રવિચંદ્રન અશ્વિન અને મોહમ્મદ સિરાજે એક એક વિકેટ લીધી હતી.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.