બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / Why is a basil plant planted in the yard, There are many health benefits to the skin

Skin care / ઘરના આંગણે કેમ લગાવવામાં આવે છે તુલસીનો છોડ, સ્વાસ્થ્ય સહિત ત્વચાને મળે છે અઢળક ફાયદા

Megha

Last Updated: 05:23 PM, 7 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દરરોજ સવારે તુલસીના છોડની પૂજા કરવામાં આવે છે અને જળ અર્પણ કરવામાં આવે છે. તુલસીના છોડનું જેટલું ધાર્મિક મહત્વ છે એટલું જ તેનું વૈજ્ઞાનિક રીતે પણ મહત્વ છે.

  • તુલસીના છોડનું જેટલું ધાર્મિક મહત્વ છે એટલું જ વૈજ્ઞાનિક રીતે પણ છે
  • તુલસીને સ્કીન પર લગાવવાથી સ્કીન ઇન્ફેકશન કે સ્કીન પ્રોબ્લેમથી છુટકારો મળે છે. 
  • ત્વચા સંબંધિત સમસ્યાથી છુટકારો મેળવવા માટે આ રીતે કરો તુલસીનો ઉપયોગ

આપણે જોયું હશે કે દરેક લોકોના ઘરની બહાર તુલસીનો છોડ લગાવેલ હોય છે. જૂજ માત્ર ઘરને છોડીને દરેક ઘરના આંગણામાં અથવા બાલ્કનીમાં તુલસીનો છોડ જોવા મળે જ છે. કહેવાય છે કે તુલસીના છોડનું ઘણું ધાર્મિક મહત્વ છે. દરરોજ સવારે તેની પૂજા કરવામાં આવે છે અને જળ અર્પણ કરવામાં આવે છે. તુલસીના છોડનું જેટલું ધાર્મિક મહત્વ છે એટલું જ તેનું વૈજ્ઞાનિક રીતે પણ મહત્વ છે. 

તુલસીમાં એન્ટી બેક્ટેરિયા એમ જ એન્ટી-સ્પેટીક ગુણ હોય છે. એટલા માટે જ તુલસીનો ઔષધિ રીતે પણ ઉપયોગ કરવામાં આવે છે. જો કે આજકાલ લોજઓ વચ્ચે તુલસીના છોડનું મહત્વ ઘણું ઘટતું ગયું છે પણ તુલસીના ફાયદા આજે પણ ઘણા છે. જો કે તુલસીના ઉપયોગથી સ્કીન સંબંધિત ઘણી સમસ્યાથી છુટકારો મળે છે. ચાલો જાણીએ ત્વચા સંબંધિત સમસ્યાથી છુટકારો મેળવવા માટે તુલસીનો ઉપયોગ કેવી રીતે કરવો.

Tulsi Benefits for Skin Care:  સ્કીન માટે તુલસીના ફાયદા 

  1. તુલસીનો ઉપયોગ કરીને તમને ખિલની સમસ્યાથી ઘણી રાહત મળી શકે છે. તુલસીમાં હાજર એન્ટી બેક્ટેરિયલ ગુણ, ખિલને કારણે બનતા બેક્ટેરિયાનો નષ્ટ કરે છે. 
  2. જો તમને ખીલના અથવા કોઈ પણ ચાઠા થવાનો ડર સતાવે છે તો તમે તુલસીનો ઉપયોગ કરી શકો છો. તુલસીમાં રહેલ એન્ટીઓક્સિડન્ટ ઓક્સિડેટિવ સ્ટ્રેસથી બચાવ કરે છે. 
  3. નાની ઉંમરમાં મોઢા પર કરચલીઓ પડી જવી કે, ઢીલી ત્વચા થવી તેને પ્રિમેચ્યોર એજિંગ કહે છે. તેનાથી બચવા માટે તુલસીમાં રહેલ એન્ટીઓક્સિડન્ટ તમને લાંબો સામે સુધી જવાન રાખવામાં મદદ કરે છે. 
  4. તુલસીને સ્કીન પર લગાવવાથી સ્કીન ઇન્ફેકશન કે સ્કીન પ્રોબ્લેમથી છુટકારો મળે છે. 

ચહેરા પર તુલસીનો ઉપયોગ કઈ રીતે કરવો 

ડ્રાઈ સ્કીન માટે -
જો તમારી ત્વચા ડ્રાય છે તો તુલસીના પાઉડરની સાથે દહીં ભેળવીને તેની પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ચહેરા પર લગાવીને સુકાવવા દો અને પછી થોડા ગરમ પાણીથી તેને સાફ કરી નાખો. 

ઓઈલી સ્કીન માટે - 
જો તમારી ત્વચા ઓઈલી છે તો તુલસીના પાઉડરની સાથે ગુલાબ જળ અને મુલતાની માટી ભેળવીને તેની પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ચહેરા પર લગાવીને સુકાવવા દો અને પછી થોડા ગરમ પાણીથી તેને સાફ કરી નાખો.

સંકળાયેલા મુદ્દાઓ

Skin Care Tips તુલસી તુલસીના છોડ સ્કીન સ્કીન કેર Skin care
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ