બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / બિઝનેસ / Why does RBI increase or decrease the repo rate, how does it affect the public? know

જાણવા જેવું / RBI શા માટે રેપો રેટમાં વધારો કે ઘટાડો કરે છે, તેની જનતા પર કેવી અસર પડે છે? જાણો

Megha

Last Updated: 02:32 PM, 6 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

RBIએ રેપો રેટને 6.5 ટકા પર યથાવત રાખવાનો નિર્ણય લીધો છે, એટલે ન તો લોન વધશે કે ન તો EMI. એવામાં જાણો કે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ શું છે? RBI શા માટે તેમાં વધારો અને ઘટાડો કરે છે?

  • RBIએ રેપો રેટને 6.5 ટકા પર યથાવત રાખવાનો નિર્ણય લીધો 
  • રેપો રેટ અને રિવર્સ રેપો રેટ શું છે? 
  • RBI શા માટે તેમાં વધારો અને ઘટાડો કરે છે? જાણો 

આજે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ લોન લેનારાઓને મોટી રાહત આપી હતી. RBIએ આજે ​તેની નાણાકીય નીતિ જાહેર કરતાં જણાવ્યું કે આ વખતે રેપો રેટમાં સતત ચોથી વખત કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે RBI મોનેટરી પોલિસી કમિટીએ સર્વાનુમતે રેપો રેટને 6.5 ટકા પર યથાવત રાખવાનો નિર્ણય લીધો હતો. 

RBI Monetary Policy: No change in repo rate for the fourth consecutive time
નહીં વધે લોનની EMI, રેપો રેટમાં કોઈ બદલાવ નહીં

જો કે આ નિર્ણયથી એક રીતે આરબીઆઈએ દેશની જનતાને દિવાળીની ભેટ આપી છે. તેનાથી ન તો લોન વધશે કે ન તો EMI. એવામાં ચાલો આજે જાણીએ કે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ શું છે? RBI શા માટે તેમાં વધારો અને ઘટાડો કરે છે? જાણો...

મોંઘવારી કે ફુગાવો બે રીતે નિયંત્રિત થાય છે
જણાવી દઈએ કે મોંઘવારી બે રીતે નિયંત્રિત થાય છે, એક સરકાર દ્વારા અને બીજી રિઝર્વ બેંક દ્વારા. મોંઘવારી ઘટાડવા માટે સરકાર સપ્લાય ચેઇન સુધારે છે જેથી બજારમાં માલની અછત ન રહે. આ પગલાંને નાણાકીય પગલાં કહેવામાં આવે છે. આ ઉપરાંત સરકાર પ્રત્યક્ષ કર વધારીને અને જાહેર ખર્ચમાં ઘટાડો કરીને માંગને નિયંત્રિત કરે છે. સરકાર પરોક્ષ કર ઘટાડીને અને કંપનીઓમાં રોકાણ વધારીને ફુગાવાને નિયંત્રિત કરે છે.

લોનધારકો માટે રાહતના સમાચાર, RBI દ્વારા રેપો રેટમાં કોઇ જ વધારો નહીં | RBI Repo  Rate: RBI gave relief and did not increase the repo rate

બેંક નાણાકીય પગલાં લે છે
આ નાણાકીય પગલાં રિઝર્વ બેન્ક દ્વારા લેવામાં આવે છે. જ્યારે દેશમાં ફુગાવો વધે છે, ત્યારે આરબીઆઈ બજારમાં નાણાંનો પ્રવાહ ઘટાડે છે જેના કારણે માંગમાં ઘટાડો થાય. આ સિવાય જ્યારે રેપો રેટ વધારે હોય છે ત્યારે આરબીઆઈ બેંકોને મોંઘી લોન આપે છે, ત્યારબાદ બેંકો પણ પોતાના ગ્રાહકોને મોંઘી લોન આપે છે. જેના કારણે જનતાને પૈસાની તંગી વર્તાય છે. જેના કારણે માંગ ઘટે છે અને ફુગાવો ઘટે છે.

રિવર્સ રેપો રેટ વધારવા કે ઘટવાથી શું ફરક પડે છે?
RBI જે દરે બેંકોને પૈસા રાખવા પર વ્યાજ આપે છે તેને રિવર્સ રેપો રેટ કહેવામાં આવે છે. જ્યારે રિઝર્વ બેંકને બજારમાંથી રોકડ ઘટાડવી પડે છે ત્યારે તે રિવર્સ રેપો રેટમાં વધારો કરે છે. જ્યારે અર્થવ્યવસ્થા મોંઘવારીમાંથી પસાર થઈ રહી છે, ત્યારે રિઝર્વ બેંક રિવર્સ રેપો રેટમાં વધારો કરે છે, જેના કારણે બેંકો પાસે ગ્રાહકોને લોન આપવા માટે ઓછું ભંડોળ હોય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ