બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / વિશ્વ / Why did Hamas attack Israel? Biden made a big statement

BIG NEWS / હમાસે ઈઝરાયલ પર કેમ કર્યો હુમલો? બાયડને કર્યો મોટો ખુલાસો... ભારતમાં યોજાયેલ G20 સાથે છે કનેક્શન

Priyakant

Last Updated: 12:42 PM, 26 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Israel Hamas War News: જો બાઈડને કહ્યું, ભારતીય મધ્ય પૂર્વ યુરોપ કોરિડોરની જાહેરાત તાજેતરમાં નવી દિલ્હીમાં જી-20 સમિટ દરમિયાન કરવામાં આવી હતી, હું માનું છું કે, આ જાહેરાત હમાસ દ્વારા ઇઝરાયેલ પર આતંકવાદી હુમલાનું કારણ

  • અમેરિકાના રાષ્ટ્રપતિનો ઈઝરાયેલ-હમાસ  યુદ્ધને લઈને મોટો દાવો 
  • ભારતીય મધ્ય પૂર્વ યુરોપ કોરિડોર બન્યું યુદ્ધનું કારણ ? 
  • હમાસ દ્વારા ઇઝરાયેલ પર આતંકવાદી હુમલાનું આ પણ એક કારણ: જો બાઈડન 

Israel Hamas War : અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડને ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધને લઈને મોટો દાવો કર્યો છે. વાત જાણે એમ છે કે, જો બાયડને કહ્યું કે, ભારતીય મધ્ય પૂર્વ યુરોપ કોરિડોરની જાહેરાત તાજેતરમાં નવી દિલ્હીમાં જી-20 સમિટ દરમિયાન કરવામાં આવી હતી. હું માનું છું કે, આ જાહેરાત હમાસ દ્વારા ઇઝરાયેલ પર આતંકવાદી હુમલાનું કારણ છે. યુએસ પ્રમુખ જો બિડેને જણાવ્યું હતું કે તેમનો દેશ સાઉદી અરેબિયાને યુરોપ સાથે જોડતો રેલ-રોડ પ્રોજેક્ટ સહિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના નેટવર્ક દ્વારા ચીનના બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટિવ (BRI)નો સામનો કરવા માટે G7 સભ્ય દેશો સાથે કામ કરી રહ્યો છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડને કહ્યું કે, "મને ખાતરી છે કે આ હમાસના હુમલાનું એક કારણ હતું," તેણે કહ્યું. મારી પાસે આનો કોઈ પુરાવો નથી, પરંતુ મારો અંતરાત્મા મને કહે છે કે, હમાસે ઇઝરાયેલ માટે પ્રાદેશિક એકીકરણ તરફના તેના કાર્યને કારણે આ હુમલો કર્યો છે. અમે તે કામ છોડી શકતા નથી. મહત્વનું છે કે, 7 ઓક્ટોબરે હમાસે ઈઝરાયેલ પર હુમલો કર્યો. આ હુમલામાં 1400 લોકોના મોત થયા છે. અમેરિકા અને બ્રિટન સહિત ઘણા દેશોના નાગરિકો પણ તેમાં સામેલ છે. આ હુમલા પછી બીજી વખત બાઈડને હમાસના હુમલાના સંભવિત કારણો પૈકી એક તરીકે ભારતીય મધ્ય પૂર્વ યુરોપ કોરિડોરનો ઉલ્લેખ કર્યો છે. 

જી-20 સમિટ શું થયું હતું ? 
આ સપ્ટેમ્બર મહિનામાં ભારતમાં જી-20 સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. બિડેન, ઋષિ સુનક સહિત વિશ્વભરના ઘણા મોટા નેતાઓએ તેમાં ભાગ લીધો હતો. આ સમિટની બાજુમાં પીએમ મોદી-જો બાઈડન સહિત ઘણા નેતાઓએ મહત્વાકાંક્ષી ભારતીય મધ્ય પૂર્વ યુરોપ કોરિડોરના નિર્માણની જાહેરાત કરી હતી. 

યુએસ પહોંચેલા ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ સાથે પ્રેસને સંબોધતા બાઈડને કહ્યું કે, અમે તેની (બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ) સાથે સ્પર્ધા કરવા જઈ રહ્યા છીએ અને અમે તેને અલગ રીતે કરી રહ્યા છીએ. બેલ્ટ એન્ડ રોડ ઇનિશિએટિવ દેવાના બોજથી દબાયેલો છે અને તેના પર હસ્તાક્ષર કરનારા મોટાભાગના રાષ્ટ્રો માટે તે મુશ્કેલ બની ગયો છે. તેમણે કહ્યું કે, તેઓ તે દેશો માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રદાન કરવા માટે G7 દેશો સાથે કામ કરી રહ્યા છે. G7માં બ્રિટન, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન અને અમેરિકાનો સમાવેશ થાય છે. 

ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોર શું છે?
ભારત, યુરોપિયન યુનિયન, અમેરિકા અને સાઉદી અરેબિયા... આ ચાર દેશો એક મેગા પ્રોજેક્ટ પર સાથે મળીને કામ કરી રહ્યા છે. તેનું નામ ઈન્ડિયા-મિડલ ઈસ્ટ-યુરોપ ઈકોનોમિક કોરિડોર એટલે કે IMEC છે. આને ઐતિહાસિક સમજૂતી કહેવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટ માટેના એમઓયુ પર 9 સપ્ટેમ્બરના રોજ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ભારત સિવાય હસ્તાક્ષર કરનારા દેશોમાં અમેરિકા, સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત, યુરોપિયન યુનિયન, ઈટાલી, ફ્રાન્સ અને જર્મનીનો સમાવેશ થાય છે. આ કોરિડોરના નિર્માણ બાદ ભારત ફક્ત રેલ અને જહાજ દ્વારા યુરોપ પહોંચી શકશે. આ કોરિડોરને ચીનના બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ (BRI)નો જવાબ માનવામાં આવી રહ્યો છે. આ કોરિડોરના બે ભાગ હશે. પહેલો- ઈસ્ટર્ન કોરિડોર, જે ભારતને ગલ્ફ દેશો સાથે જોડશે. બીજો- નોર્ધન કોરિડોર, જે ગલ્ફ દેશોને યુરોપ સાથે જોડશે. રેલ્વે લાઇનની સાથે આ કોરિડોરમાં વીજળીની કેબલ, હાઇડ્રોજન પાઇપલાઇન અને હાઇ-સ્પીડ ડેટા કેબલ પણ હશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ