બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / VTV વિશેષ / Why are farmers deprived of the benefits of the wire fencing scheme, how will the farmers take advantage of the wire fencing scheme?

મહામંથન / તાર ફેન્સિંગ યોજનાના લાભથી ખેડૂતો વંચિત કેમ? I-ખેડૂત પોર્ટલ કેમ ગણતરીના મિનિટમાં થઈ જાય છે બંધ, યોજનાનો ટાર્ગેટ વધશે ખરો?

Dinesh

Last Updated: 09:27 PM, 10 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહામંથન: ખેડૂતો પોતાના પાકને બચાવવા ફેન્સિંગનો આર્થિક ખર્ચ ઉઠાવવા સક્ષમ નથી તેને તાર ફેન્સિંગ યોજનાનો લાભ મળે પરંતુ બને છે એવું કે I-ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકાયુ અને મોટાભાગના જિલ્લામાં 20 મિનિટની અંદર જ અરજીની સંખ્યા ટાર્ગેટ સુધી પહોંચી ગયું

  • તાર ફેન્સિંગ યોજનાના લાભથી ખેડૂતો વંચિત કેમ
  • તાર ફેન્સિંગની યોજનાનો ખેડૂતો કેવી રીતે લેશે લાભ?
  • યોજનાનો ટાર્ગેટ વધારવાની કેમ ઉઠી માગ


સરકારની યોજનાઓનો મૂળ હેતુ મહદ અંશે કલ્યાણકારી જ હોય છે પરંતુ તેની અમલવારીમાં ક્યાંક ને ક્યાંક એવી મુશ્કેલી ઉભી થાય છે કે ખરેખર જે યોજનાનો લાભ મેળવવાના હકદાર છે તેના સુધી લાભ પહોંચતો નથી. ખેડૂતો માટે પણ આવી જ ઉપયોગી યોજના એટલે તાર ફેન્સિંગ યોજના જેનો લાભ અનેક ખેડૂતો લઈ રહ્યા છે. પણ સિક્કાની બીજી બાજુ નજર કરીએ તો એવું બને છે કે બહોળી સંખ્યામાં એવા ખેડૂતો છે જે આ યોજનાનો લાભ લેવાથી વંચિત રહી જાય છે. તાર ફેન્સિંગ યોજનામાં સરકારે ઝોન પ્રમાણે ટાર્ગેટ નક્કી કર્યો છે, એક વખત ફેન્સિંગ માટેની અરજીનો ટાર્ગેટ પૂરો થઈ જાય પછી I-ખેડૂત પોર્ટલ આપોઆપ બંધ થઈ જાય છે. યોજનાનો મૂળ હેતું એ હતો કે જે ખેડૂતો પોતાના પાકને બચાવવા ફેન્સિંગનો આર્થિક ખર્ચ ઉઠાવવા સક્ષમ નથી તેને તાર ફેન્સિંગ યોજનાનો લાભ મળે પરંતુ બને છે એવું કે નાના ખેડૂતો મોટી સંખ્યામાં છે કે જેને તાર ફેન્સિંગ યોજનાનો લાભ નથી મળતો.. શુક્રવારે જ એવું બન્યું કે 10 જિલ્લા માટે તાર ફેન્સિંગ સહાય યોજના અંતર્ગત લાભ લેવા I-ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકાયુ અને મોટાભાગના જિલ્લામાં 20 મિનિટની અંદર જ અરજીની સંખ્યા ટાર્ગેટ સુધી પહોંચી ગઈ અને પોર્ટલ બંધ થઈ ગયું. હજુ 12 તારીખે પણ બીજા 12 જિલ્લા માટે પોર્ટલ ખુલ્લું મુકાશે ત્યારે પણ સંભવત:આવી જ સ્થિતિ બનશે. પ્રશ્ન એ છે કે સરકાર આ યોજના માટેનો નક્કી કરાયેલો ટાર્ગેટ વધારી શકે કે નહીં. જરૂરિયાતમંદ દરેક ખેડૂતને આ યોજનાનો લાભ મળે કે નહીં, I-ખેડૂત પોર્ટલમાં વારંવાર મુશ્કેલી ઉભી થવાનું કારણ શું. 

rtejustify"> 

આજની ચર્ચા કેમ?
I-ખેડૂત પોર્ટલમાં ફરી મુશ્કેલી ઉભી થઈ થઈ છે. તાર ફેન્સિંગ યોજનામાં અરજી માટે પોર્ટલ ખુલ્લું મુકાયું હતું. પોર્ટલ શરૂ થતાની ગણતરીની મિનિટોમાં જ ઠપ થયું છે. તાર ફેન્સિંગ યોજનામાં અરજી કરવાથી અનેક ખેડૂતો વંચિત રહ્યા હતાં. ટાર્ગેટ પૂરો થઈ જતા પોર્ટલ તરત જ બંધ થઈ ગયું. નાના અને મધ્યમ ખેડૂતો જરૂરી સહાયથી વંચિત રહ્યા.

ક્યા જિલ્લા માટે પોર્ટલ ખુલ્લું મુકાયું હતું?
અમદાવાદ
ખેડા
આણંદ
ગાંધીનગર
ભાવનગર
બોટાદ
જૂનાગઢ
ગીર-સોમનાથ
અમરેલી
પોરબંદર

તાર ફેન્સિંગ યોજનાનો ફાયદો
ખેડૂતોના ઉભા પાકને નુકસાનથી બચાવી શકાશે તેમજ જંગલી પશુઓ ઉભા પાકને વ્યાપક નુકસાન પહોંચાડે છે. નીલગાય જેવા પશુ માટે ફેન્સિંગ જ એકમાત્ર વિકલ્પ છે. આવા સંજોગોમાં તાર ફેન્સિંગ યોજના ઘણી ઉપયોગી છે. દરેક ખેડૂત ફેન્સિંગ માટેનો આર્થિક ખર્ચ ઉઠાવી શકે એમ નથી. નાના-સીમાંત ખેડૂતો માટે તાર ફેન્સિંગ યોજના ઘણી ઉપયોગી

હવે ક્યા જિલ્લા માટે પોર્ટલ ખુલ્લું મુકાશે?
12 ડિસેમ્બર

સુરત
તાપી
નવસારી
વલસાડ
ડાંગ
વડોદરા
છોટાઉદેપુર
પંચમહાલ
મહીસાગર
દાહોદ
ભરૂચ
નર્મદા

યોજનામાં સમયાંતરે કેવા ફેરફાર થયા?
2005માં આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. અગાઉ 5 હેક્ટરની મર્યાદામાં ફેન્સિંગ માટે સહાય મળતી હતી. ખેડૂતોએ આ મર્યાદા ઘટાડવા રજૂઆત કરી હતી. હાલ ખેડૂતોને 2 હેક્ટરની મર્યાદામાં ફેન્સિંગની સહાય મળે છે
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ