બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ભારત / Why a legal guarantee of MSP is fraught with challenges

દિલ્હી / જે MSP પર કોહરામ મચ્યું છે તે આપ્યો તો આપણા ખિસ્સાં પર શું અસરો? સામે આવ્યું મોટું અપડેટ

Hiralal

Last Updated: 07:33 PM, 13 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશના ખેડૂતો દિલ્હીમાં MSP કાયદા માટે જંગે ચઢ્યાં છે પરંતુ સરકાર માટે MSP કાયદો લાગુ પાડવો એટલો સરળ નથી જેટલો કહેવાઈ રહ્યો છે.

  • MSP કાયદા માટે જંગે ચઢ્યાં દેશના ખેડૂતો
  • સરકાર માટે MSP કાયદો લાગુ પાડવો સરળ નથી 
  • MSP લાગુ પાડે તો થશે વધારાનો 10 લાખ કરોડનો ખર્ચ 
  • 10 લાખ કરોડ ક્યાંથી આવશે? તે પણ મોટો સવાલ 

હજારો ખેડૂતોએ દિલ્હી તરફ કૂચ કરીને કેન્દ્ર સરકારને લઘુતમ ટેકાના ભાવ (MSP) પર પાકની ખરીદીની ગેરન્ટી આપવા માટે કાયદો ઘડવાની માગણી કરી છે. તેઓ પંજાબથી દિલ્હી તરફ આગળ વધી રહ્યા છે, પરંતુ તેમને રોકવા માટે પ્રશાસને તેમને ઘણી જગ્યાએ બેરિકેડ કરી દીધા છે અને હાલ હિંસક અથડામણો ચાલી રહી છે. આ પહેલા સોમવારે રાત્રે ખેડૂતો અને કેન્દ્ર સરકાર વચ્ચે લાંબી મનોમંથન થયું હતું, પરંતુ કોઈ સમાધાન નીકળ્યું નહોતું. 

સરકાર કેમ લાગુ નથી પાડતી MSP

હવે ખરો સવાલ એ છે કે ખેડૂતોની આટલો આગ્રહ અને બે વારના આંદોલન છતાં પણ સરકાર MSP આપવા કેમ તૈયાર થતી નથી? સરકાર માટે MSPની ગેરન્ટી આપવા એટલું સરળ નથી. તેને માટે આખું બજેટ જતું રહે તેવું બની શકે છે. MSP આપવા જતાં ઈકોનોમી અને ફૂગાવા પર ગંભીર અસર પડે છે.  આ જ કારણ છે કે ખેડૂતોની તમામ માંગણીઓ સાથે સહમત થયા પછી પણ સરકાર એમએસપીને લઈને હિંમત નથી કરી રહી. ખેડૂતોના તમામ ઉત્પાદન માટે એમએસપી પર ખરીદીની કાનૂની ગેરંટી આપવી કેટલી મોંઘી પડશે તે સમજવા માટે, કેટલાક આંકડા પર ધ્યાન આપવું પડે નાણાકીય વર્ષ 2020ને આધારે તમામ કૃષિ પેદાશોનું કુલ મૂલ્ય 40 લાખ કરોડ રૂપિયા છે. તેમાં ડેરી, ખેતી, બાગાયત, પશુધન અને એમએસપી પાકો સામેલ છે. તે ઉપરાંત MSP પાકોનું કુલ બજાર મૂલ્ય 10 લાખ કરોડ રૂપિયા છે. 

નાણાકીય વર્ષ 2020માં એમએસપી પર પાકની કુલ ખરીદી 2.5 લાખ કરોડ રૂપિયાની નજીક હતી, જે કુલ કૃષિ પેદાશોના માત્ર 6.25 ટકા અને એમએસપી પાક ખરીદીના માત્ર 25 ટકા છે. જો સરકાર એમએસપી પર પાકની ખરીદી માટે કાનૂની ગેરંટી આપે છે, તો તે ખૂબ જ વધારે છે.

હાલમાં દેશમાં 24 પાક પર MSP 

અત્યારે દેશમાં 24 પાક પર એમએસપી લાગુ છે. જેમાં 7 અનાજ જુવાર, બાજરી, ડાંગર, મકાઈ, ઘઉં, જવ અને રાગી છે, જ્યારે 5 દાળ, મગ, તૂવેર ચણા, અડદ અને મસૂર સામેલ છે. 

વધુ વાંચો: PM કિસાન સન્માન નિધિના 16માં હપ્તા માટે E-KYC ફરજીયાત, ગુજરાત સરકારે જાહેર કરી ઝૂંબેશની તારીખ

MSP લાગુ પાડે તો સરકારને થશે વધારાનો 10 લાખ કરોડનો ખર્ચ 

 હવે જો એમએસપી ગેરંટી એક્ટ લાગુ કરવામાં આવે તો સરકારને વર્ષે ઓછામાં ઓછા 10 લાખ કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ કરવો પડશે. આ પૈસા ક્યાંથી આવશે?  સરકારે વચગાળાના બજેટમાં માળખાગત સુવિધા માટે એટલી જ રકમ (11.11 લાખ કરોડ રૂપિયા) ફાળવી છે. છેલ્લાં સાત નાણાકીય વર્ષોમાં (2016થી 2023 વચ્ચે) આપણાં માળખાગત સુવિધાઓ પર વાર્ષિક સરેરાશ ખર્ચ રૂ. 67 લાખ કરોડ થયો છે, જે રૂ. 10 લાખ કરોડથી ઓછો નથી. તેથી, સાર્વત્રિક એમએસપીની માંગનો કોઈ આર્થિક અથવા નાણાકીય અર્થ હોય તેવું લાગતું નથી, અને તે સરકાર સામે રાજકીય રીતે પ્રેરિત દલીલ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ