બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / E-KYC mandatory for farmer beneficiaries of Pradhan Mantri Kisan Samman Nidhi Yojana

BIG NEWS / PM કિસાન સન્માન નિધિના 16માં હપ્તા માટે E-KYC ફરજીયાત, ગુજરાત સરકારે જાહેર કરી ઝૂંબેશની તારીખ

Dinesh

Last Updated: 07:24 PM, 13 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

gandhingar news: ભારત સરકાર દ્વારા તા.12 ફેબ્રુઆરીથી કોમન સર્વિસ સેન્ટર (CSC) મારફત 10 દિવસીય રાષ્ટ્રવ્યાપી “eKYC” માટેની ઝુંબેશની શરૂઆત કરવામાં આવી છે.

  • પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના ખેડૂત લાભાર્થીઓ માટે ઈ-કેવાયસી ફરજીયાત
  • ખેડૂત લાભાર્થીઓ ઇ-કેવાયસી માટે ગુજરાતમાં 21 ફેબ્રુઆરી સુધી ચાલશે “eKYC” ઝુંબેશ
  • પીએમ કિસાન યોજનાનો 16મો હપ્તો મેળવવા માટે ઈ-કેવાયસી ફરજીયાત રહેશે


પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા 15માં હપ્તાથી ઈ-કેવાયસી ફરજીયાત કરવામાં આવ્યું છે. રાજ્યના જે ખેડૂત લાભાર્થીઓને ઇ-કેવાયસી કરાવવાનું બાકી હોય, 15મો હપ્તો ન મળ્યો હોય તેવા ખેડૂત મિત્રોએ 15મો અને આગામી 16મો હપ્તો મેળવવા માટે ઈ-કેવાયસી ફરજીયાત કરાવવાનું રહેશે, તેમ ખેતી નિયામકની યાદીમાં જણાવાયું છે.

PM Kisan Yojanaના લાભાર્થીઓ માટે ખુશખબર, આ મહિનામાં ખાતામાં ટ્રાન્સફર થઈ  શકે છે 14મો હપ્તો | PM Kisan samman nidhi Yojana 14 installment release date

કોમન સર્વિસ સેન્ટર ખાતે ઈ-કેવાયસી કરાવી શકાશે
વધુમાં જણાવ્યાનુસાર, ભારત સરકાર દ્વારા તા.12 ફેબ્રુઆરીથી કોમન સર્વિસ સેન્ટર (CSC) મારફત 10 દિવસીય રાષ્ટ્રવ્યાપી “eKYC”   માટેની ઝુંબેશની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત ઇ-કેવાયસી બાકી હોય તેવા ખેડૂત લાભાર્થીઓએ આગામી તા. 21 ફેબ્રુઆરી સુધી ગ્રામ્ય કક્ષાએ નજીકના કોમન સર્વિસ સેન્ટર ખાતે ઉપસ્થિત રહી બાયોમેટ્રીક ઓથેન્ટીફીકેશન દ્વારા ઈ-કેવાયસી કરાવી લેવાનું રહેશે.

વાંચવા જેવું: CM ભૂપેન્દ્ર સરકારનો નિર્ણય: NFSA ધારકોને પણ PMJAY હેઠળ કાર્ડ અપાશે, મંત્રીએ આપી આંકડાકીય માહિતી

ફેસ ઓથેન્ટિકેશન દ્વારા ખેડૂતો “eKYC” કરાવી શકાશે
યાદીમાં જણાવાયું છે કે, ખેડૂતો અન્ય પધ્ધતિઓ દ્વારા પણ ઈ-કેવાયસી પૂર્ણ કરી શકશે. ગ્રામ્ય કક્ષાએ ગ્રામસેવક, તાલુકા કક્ષાએ તાલુકા વિસ્તરણ અધિકારી તેમજ જિલ્લા કક્ષાએ જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરીએ રૂબરૂ ઉપસ્થિત રહીને ફેસ ઓથેન્ટિકેશન દ્વારા ખેડૂતો “eKYC” કરાવી શકાશે. આ ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ કોઈપણ યુવાન "PM કિસાન" મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને પીએમ કિસાનના લાભાર્થીનો આધાર ઓટીપીની મદદથી લોગ ઈન કરી અન્ય 10 લાભાર્થીઓના ફેસ ઓથેન્ટીકેશન દ્વારા ઈ-કેવાયસી કરી શકે છે. જે લાભાર્થીઓનો આધાર સાથે મોબાઈલ લીંક હોય તેવા લાભાર્થીઓ આધાર ઓટીપી દ્વારા ઘરે બેઠા સરળતાથી જાતે જ ઈ-કેવાયસી કરી શકે છે, તેમ વધુમાં જણાવાયું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

PM Kisan ekyc PM કિસાન સન્માન નિધિ યોજના gandhingar news ખેડૂતોનું ekyc ફેસ ઓથેન્ટિકેશન Gandhingar News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ