બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Assembly election 2023 / ભારત / Who will be the cm?The meeting lasted for four hours at PM Modi's residence, the name was sealed

મુખ્યમંત્રી કોણ બનશે? / ખુરશી એક, દાવેદાર અનેક: ત્રણ રાજ્યોના નવા CM મુદ્દે PM મોદીના આવાસ પર ચાર કલાક ચાલી બેઠક, નામ પર મહોર વાગી... બસ એલાન બાકી!

Megha

Last Updated: 08:35 AM, 6 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સીએમના ચહેરાને લઈને દિલ્હીમાં ઘણી ચર્ચા વિચારણા ચાલી રહી છે અને આ અંગે ચાલી રહેલી અટકળો વચ્ચે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠક યોજી રહ્યા છે.

  • ત્રણ રાજ્યોમાં જીત બાદ હવે લોકો જાણવા માંગે છે કે મુખ્યમંત્રી કોણ બનશે?
  • સીએમના ચહેરાને લઈને દિલ્હીમાં ઘણી ચર્ચા વિચારણા ચાલી રહી છે
  • પીએમ નરેન્દ્ર મોદીના આવાસ પર ચાર કલાક સુધી બેઠક ચાલી 

મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢના લોકો હવે એ જાણવા માંગે છે કે તેમના મુખ્યમંત્રી કોણ બનશે? સાથે જ આ ત્રણ રાજ્યોમાં ભાજપની જીતના ભાગીદાર એવા પાર્ટીના કાર્યકર્તાઓ પણ જાણવા માંગે છે કે હાઇકમાન્ડ કોને સીએમ બનાવશે. હવે સમાચાર આવ્યા છે કે આ વાતને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આવાસ પર એક બેઠક થઈ હતી જે ચાર કલાક સુધી ચાલી હતી. 

અમિત શાહ અને નડ્ડા સાથે PM મોદીની તાબડતોબ બેઠક, લેવાઈ શકે છે આ મોટો નિર્ણય  | pm modi going to meetv amit shah and jp nadda

સીએમના ચહેરાને લઈને દિલ્હીમાં ઘણી ચર્ચા વિચારણા ચાલી રહી છે અને નામ પર ઘણું સપસેન્સ બની રહ્યું છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં મુખ્યમંત્રીઓની પસંદગીને લઈને ચાલી રહેલી અટકળો અને બેઠકો વચ્ચે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠક યોજી રહ્યા છે. આજે ભાજપની જીતને ત્રીજો દિવસ છે. એવામાં ચાલો એ જાણી લઈને કે ભાજપની અંદર કયા નામોની લઈને સૌથી વધુ ચર્ચા ચાલી રહી છે. 

ત્રણ રાજ્યોના મુખ્યમંત્રીઓના નામો અંગે મહત્વપૂર્ણ ચર્ચા
જણાવી દઈએ કે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપને જબરદસ્ત જીત મળી છે. ભાજપે મધ્યપ્રદેશમાં 163, રાજસ્થાનમાં 115 અને છત્તીસગઢમાં 54 બેઠકો જીતીને ઈતિહાસ રચ્યો છે. જ્યારે ત્રણેય રાજ્યોમાં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપની જબરદસ્ત જીત છેલ્લા બે દિવસથી ભાજપના ટોચના નેતાઓ આ ત્રણેય રાજ્યોના નેતાઓ સાથે સતત મુલાકાત કરી રહ્યા છે અને માનવામાં આવી રહ્યું છે કે ભાજપ અધ્યક્ષ નડ્ડા આ તમામ નેતાઓ પાસેથી મળેલા પ્રતિસાદને વડા પ્રધાનના નિવાસસ્થાને ચાલી રહેલી બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે શેર કર્યા હશે. 

યુનિફોર્મ સિવિલ કોડ રાષ્ટ્રીય મુદ્દો, વધારેમાં વધારે રાજ્યોમા લાગુ પાડીશું-  જેપી નડ્ડા I gujarat-election jp nadda uniform civil code is national issue

-  મધ્યપ્રદેશમાં શિવરાજ સિંહ ચૌહાણ મુખ્યપ્રધાન બને તેવી શક્યતા છે, કારણ કે શિવરાજ સિંહ ચૌહાણ સાંસદ ભાજપના સૌથી મોટા નેતાઓમાંથી એક છે. 

- રાજસ્થાનમાં મહંત બાલકનાથ અને વસુંધરા રાજે સીએમ પદની રેસમાં આગળ છે. સાથે જ કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર શેખાવતનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે. 

- છત્તીસગઢમાં રમણ સિંહનું નામ ચર્ચામાં છે. તેઓ ફરીથી સીએમ બનવાની રેસમાં સૌથી આગળ છે. 

હવે આ રાજ્યોમાં ભાજપ કોને તક આપશે તે તો સમય જ કહેશે.

 

સંકળાયેલા મુદ્દાઓ

Assembly Elections 2023 result Chhattisgarh assembly election Madhya pradesh Assembly Election Rajasthan Assembly Election 2023 છત્તીસગઢ જેપી નડ્ડા પીએમ નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશ મુખ્યમંત્રી રાજસ્થાન Assembly Elections 2023
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ