બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / Who were the victims of the boat tragedy? Boat owner big head, sunrise school also big businessman
Tragic #Boat Accident in Vadodara: 12 #Children Feared Dead, Contractor Absconds
— Our Vadodara (@ourvadodara) January 18, 2024
Tragedy strikes Vadodara as a boat capsizes in Harni Lake, leaving 12 children feared lifeless. The incident, reminiscent of Sursagar, occurred during a picnic for over 25 New Sunrise School… pic.twitter.com/UFrlbXFO85
ADVERTISEMENT
વડોદરાની અતિ શોકભરી હરણી બોટ ટ્રેજેડીએ ગમગીન કરી મૂક્યા છે. આ ટ્રેજેડીમાં 14થી વધુ બાળકોના મોત થયાં છે. માસૂમો ક્યાં જાણતાં હતા કે જેઓ જે પિકનીક પોઈન્ટ પર ગયા છે તેમાં જ તેમણે જળસમાધિ લેવાનો વારો આવશે. આ ભારે ચકચારી ઘટનાથી ગુજરાત સહિત આખો દેશ ગમગીન બન્યો છે. એક તરફ બોટ ટ્રેજેડીમાં મોતનો ભોગ બનનાર બાળકોના નામ સામે આવ્યાં છે.તો બીજી તરફ બોટ માલિક અને સનરાઈઝ સ્કૂલના માલિકનું પણ નામ સામે આવ્યું છે.
ADVERTISEMENT
Rescue efforts in full swing in #Vadodara.The state administration, along with NDRF, is working tirelessly to rescue those affected by the boat tragedy. Government machinery is on high alert. All efforts for swift and successful operations. #VadodaraRescue #NDRF #Gujarat pic.twitter.com/N9oWG8cYVw
— Gujarat Information (@InfoGujarat) January 18, 2024
ADVERTISEMENT
મૃતકોમાં ઘણા એકના એક
એવું પણ જાણવા મળ્યું છે કે મૃતકોમાં ઘણા એકના એક હતા. કેટલીક કોડભરી કન્યાઓના જીવન માણવાના ઓરતા અધૂરા રહ્યાં છે.
Terrible tragedy in Vadodara, Gujarat. Boat carrying school children +teachers for picnic in Harni lake capsized. 16 dead. 💔
— Cow Momma (@Cow__Momma) January 18, 2024
And the nightmare is still unfolding.
According to reports, the boat with capacity of 16 was carrying 27 persons and there were no life jackets. pic.twitter.com/BInfYpoOOE
ADVERTISEMENT
મૃતકોમાં કોણ કોણ સામેલ
સકીના શેખ
મુઆવજા શેખ
આયત મન્સૂરી
અયાન મોહમ્મદ ગાંધી
રેહાન ખલીફા
વિશ્વા નિઝામ
જુહાબિયા સુબેદાર
આયેશા ખલીફા
નેન્સી માછી
હેત્વી શાહ
રોશની સૂરવે
ADVERTISEMENT
મૃતક લેડી ટીચર
છાયા પટેલ
ફાલ્ગુની સુરતી
અંગ્રેજી માધ્યમના બાળકો દુર્ઘટનાનો ભોગ બન્યા
એક લેડી ટીચરનો દાવો છે કે બોટમાં 30 જેટલા લોકો સવાર હતા પરંતુ 82 બાળકો હરણી તળાવ પર પિકનીક માટે ગયા હતા. અંગ્રેજી માધ્યમના બાળકો દુર્ઘટનાનો ભોગ બન્યા છે.
ADVERTISEMENT
Terrible tragedy. 12 students, 2 teachers die in Gujarat boat tragedy. They were on a picnic. None were in life jackets. https://t.co/DArXSMfZZR
— Shiv Aroor (@ShivAroor) January 18, 2024
કોણ છે બોટનો કોન્ટ્રાક્ટર ?
હરણી લેકમાં જે બોટ ડૂબી ગઈ હતી તેનો કોન્ટ્રાક્ટ પરેશ શાહ નામના કોન્ટ્રાક્ટરને નામે છે જે મોટું માથું હોવાનું મનાઈ રહ્યું છે, એમ્યુઝમેન્ટ પાર્કનો કોન્ટ્રાક્ટ પરેશ શાહે નિલેશ જૈનને આપ્યો હતો. તો બોટિંગનો કોન્ટ્રાક્ટ નિલેશ જૈને અન્ય કોઈને આપ્યો હોવાની માહિતી સામે આવી છે.
પિકનીક બોટ કેવી રીતે ઊંધી વળી
દેશનો રામમય માહોલ ગમગીન બન્યો છે. ગુજરાતના વડોદરામાં બનેલી મોટી બોટ દુર્ઘટનામાં અત્યાર સુધી 12થી વધુ બાળકોના મોત થયાં છે. મોતનો આંકડો વધી શકે છે કારણ કે બોટમાં 23 બાળકો સવાર હતા, જેઓ પિકનીક પર આવ્યાં હતા. બોટ ટ્રેજેડીનો ભોગ બનેલા બાળકો અને બચી ગયેલા બધા વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના સ્ટૂડન્ટ હતા. બે મોટી ભૂલોને કારણે બોટ ટ્રેજેડી સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. પહેલી વાત એ કે લાઈફ જેકેટ વગર બાળકોને બોટમાં બેસાડાયા હતા અને બીજું એ કે ખમી શકે તેના કરતાં પણ વધારે બાળકોને બોટમાં ઠાંસવામાં આવ્યાં હતા. ન્યૂ સનરાઈઝ સ્કૂલના 23થી વધુ બાળકો શિક્ષકો સાથે મોટનાથ તળાવમાં પિકનીક પર આવ્યાં હતા પરંતુ બોટમાં ક્ષમતા કરતા વધારે બાળકોને બેસાડાયા હતા અને તેને કારણે તળાવના રાઉન્ડ વખતે બેલેન્સ ખોરવાતાં બોટ ઊંધી થઈ ગઈ હતી જેમાં 23 વિદ્યાર્થીઓ અને 4 શિક્ષકો ડૂબ્યાં હતા જોકે તાબડતોબ શરુ કરાયેલા રેસ્ક્યૂ ઓપરેશનમાં 10 બાળકો અને 2 ટીચરને બચાવી લેવાયા હતા જ્યારે 12થી વધુ વિદ્યાર્થીઓના મોત થયાં હતા.
લાઈફ જેકેટ વગરના બાળકો ડૂબી ગયા
બોટ ટ્રેજેડીની સૌથી કરુણ વાત એ છે કે જે બાળકોએ લાઈફ જેકેટ નહોતા પહેર્યાં તેઓ બધા ડૂબી ગયા પરંતુ લાઈફ જેકેટવાળા વિદ્યાર્થીઓ બચી ગયા હતા. આ ઘટનાથી ચેતવા જેવું એ છે કે પાણીમાં બોટિંગ વખતે લાઈક જેકેટ પહેરવું અનિવાર્ય છે જેથી કરીને અકસ્માતના કિસ્સામાં બચી શકાય. બોટિંગ કરતી વખતે લાઈફ જેકેટ પહેરવું ખૂબ અનિવાર્ય છે. વડોદરાની આ ઘટનાથી લોકોએ ચેતવા જેવું છે.
Heartfelt Condolences to the families of kids and teachers drowned in #vadodara boat tragedy 😭
— Mohd Abdul Sattar (@SattarFarooqui) January 18, 2024
Kudos to the efforts of Disaster response teams who saved many lives. #NyayForYuva pic.twitter.com/10rlNAb2rY
કોણ છે સનરાઈઝ સ્કૂલનો માલિક
બોટ ટ્રેજેડીનો ભોગ બનનાર બાળકો સનરાઈઝ સ્કૂલના હતા અને ભારતનું જાણીતી ઉદ્યોગ જૂથ વાડિયા પરિવાર સ્કૂલનો માલિક છે. થોડા સમય પહેલા વડોદરાના ગ્રાઉન્ડ ખાતેના પીએમ મોદીના કાર્યક્રમમાં વાડિયા પરિવારના સભ્યો હાજર રહ્યાં હતા.
પહેલા વ્યક્તિને અપાયેલો કોન્ટ્રાક્ટ ત્રીજા પાસે પહોંચ્યો
સૂત્રોએ કહ્યું કે આ તળાવમાં કોટીયા પ્રોજેક્ટસ નામની કંપનીને કોન્ટ્રાક્ટ અપાયો હતો. સૌથી પહેલા પરેશ શાહ નામના આ વ્યક્તિને તળાવમાં બોટીંગનો કોન્ટ્રાક્ટ અપાયો હતો પરંતુ પરેશ શાહે મનપાને જાણ કર્યાં વગર બારોબાર નિલેશ જૈન નામના વ્યક્તિને કોન્ટ્રાક્ટ આપ્યો હતો અને નિલેશે પણ પરેશવાળી જ કરી અને કોઈ ત્રીજાને જ કોન્ટ્રાકટ આપી દીધો હતો. સેવ ઉસળની લારી ચલાવતો વ્યક્તિ હરણી લેકમાં બોટ ચલાવતો હોવાનું સામે આવ્યું છે.
મહાનગરપાલિકાની ઘોર બેદરકારી
પરેશ શાહે પોતાને મળેલો બોટિંગનો કોન્ટ્રાક્ટ બીજાને આપ્યો તેની મનપાને જાણ કરી હતી કે નહીં, તે પણ રહસ્ય છે. બોટીંગમાં લાઇફ જેકેટ ન અપાવા અને કેપેસિટી કરતાં વધુ બાળકોની સવારી માટે કોણ જવાબદાર છે?
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.