બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મુંબઈ / when will the lockdown take place in maharashtra the doctor of covid task force told that such is the preparation know everything

કોરોના વાયરસ / મહારાષ્ટ્રમાં ક્યારે લાગશે લોકડાઉન, કોવિડ ટાસ્ક ફોર્સના ડોક્ટરે જણાવ્યું કે કેવી છે તૈયારી

Dharmishtha

Last Updated: 07:40 AM, 7 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યાં સુધી ગંભીર મામલા હોસ્પિટલમાં દાખલ નથી કરાવવામાં આવતા ત્યાં સુધી કોઈ લોકડાઉન નહીં લાગે. લોકડાઉન હજું એક વિકલ્પ હશે.

  • લોકડાઉન હજું એક વિકલ્પ હશે
  •  ખાનગી હોસ્પિટલમાં 7,000 બેડ છે 
  • મુંબઈમાં સૌથી વધારે મામલા

... ત્યાં સુધી કોઈ લોકડાઉન નહીં લાગે

મહારાષ્ટ્રમાં કોરોના ટાસ્ક ફોર્સના સલાહકાર સભ્ય અને મુંબઈમાં ખાનગી હોસ્પિટલોની સમન્વય સમિતિને પ્રમુખ ડો. ગૌતમ ભંસાલીએ કહ્યું કે રાજ્યમાં જ્યાં સુધી સ્થિતિ ગંભીર નથી થતી અને કોરોના 19 માં ઘણા ગંભીર મામલા હોસ્પિટલમાં દાખલ નથી કરાવવામાં આવતા ત્યાં સુધી કોઈ લોકડાઉન નહીં લાગે. લોકડાઉન હજું એક વિકલ્પ હશે જ્યારે  લોકો ગંભીર સ્થિતિમાં હોસ્પિટલ આવવાનું શરુ કરી દેશે અથવા હોસ્પિટલમાં લાંબા સમય સુધી ગંભીર બની રહેશે.

 ખાનગી હોસ્પિટલમાં 7,000 બેડ છે 

ડો. ગૌતમ ભંસાલીએ કહ્યું કે અમારીપાસે ખાનગી હોસ્પિટલમાં 7,000 બેડ છે અને જો જરુર પડશે તો અમારા બેડની સંખ્યા વધારવામાં આવશે. હકિકતમાં જલ્દી જ 12000 બેડ જોડવામાં આવશે. ખાનગી હોસ્પિટલમાં હાલમાં 50 ટકા બેડ છે. સરકારી અને બીએમસી દ્વારા સંચાલિત હોસ્પિટલમાં લગભગ 30 ટકા બેડને રાખવામાં આવ્યા છે. બુધવારે મહારાષ્ટ્રમાં તાજા કોરોનાના 16 538 મામલા અને 8 મોતની સુચના છે. નવા મામલામાંથી મુંબઈમાં સૌથી વધારે 15, 166 સંક્રમિત મળ્યા છે.

મોટાભાગના રોગીઓ હાલમાં કોઈ લક્ષણ વગરના છે

ભંસાલીએ કહ્યું હોસ્પિટલમાં દાખલ થવું કોઈ સમસ્યા નથી. કેમ કે મોટાભાગના રોગીઓ હાલમાં કોઈ લક્ષણ વગરના છે અને તે 2-3 દિવસમાં સાજા થઈ જાય છે. ત્યાં સુધી કે જો મુંબઈમાં 40, 000 મામલા જોવા મળે છે તો પણ અમે તૈયાર છીએ. તેમણે કહ્યું કે મામલાની સંખ્યા વધી રહી છે. બુધવારે મુંબઈમાં 15,000 મામલા જોવા મળ્યા અને આજે આ 20 હજાર છે. આ અપેક્ષિત હતા.

મુંબઈમાં સૌથી વધારે મામલા

સ્વાસ્થ્ય બુલેટિન અનુસાર મહારાષ્ટ્રમાં બુધવારે અત્યાર સુધીમાં  67,576,032 મામલા સામે આવ્યા છે. જેમાં 87, 505 સક્રિય  મામલા સામેલ છે. મહારાષ્ટ્રમાં ગત 24 કલાકમાં ઓમિક્રોનના કુલ 144 મામલા સામે આવ્યા છે. જેમાંથી મુંબઈમાં સૌથી વધારે  100 કેસ મળ્યા છે. આ બાદ 14 મામલાની સાથે નાગુપર, સાત-સાત મામલાની સાથે થાણે અને પુના, 6 મામલાની સાથે પિંપરી - ચિંચવડ અને 5 મામલાની સાથે કોલ્હાપુર છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Maharashtra lockdown task force કેસ કોરોના વાયરસ મહારાષ્ટ્ર Big News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ