બ્રેકિંગ ન્યુઝ
Vaidehi
Last Updated: 07:28 PM, 4 December 2023
ADVERTISEMENT
ક્યારેય તમને એવો સવાલ થાય છે કે ક્યારે આપણી પૃથ્વીનું મૃત્યુ થશે? ક્યારે આપણી પૃથ્વીને સૂર્ય ગળી જશે? આવું થશે એ પહેલા તો પૃથ્વી પરનું જગજીવન સમાપ્ત થઈ ગયું હશે. આશરે 130 કરોડ વર્ષ બાદ ધરતીનાં મોટાભાગનાં સજીવો જીવવા લાયક નહીં રહે. કારણકે સૂર્ય સતત વિકસી રહ્યો છે.
સંપૂર્ણ સજીવ પ્રજાતિ મૃત્યુ પામશે
ધરતી પર સૌથી સમજદાર જીવ માણસ હોય છે પણ માણસ તો શું પૃથ્વી પરની એકપણ સજીવ પ્રજાતિ વર્ષો બાદ મૃત્યુ પામશે. જે રીતે માણસોનાં લીધે જળવાયુમાં પરિવર્તન થઈ રહ્યાં છે, થોડા વર્ષો બાદ શ્વાસ લેવા લાયક હવા જ નહીં બચે અને પીવાલાયક પાણી પણ પૂરું થઈ ગયું હશે.
ADVERTISEMENT
પૃથ્વીનું મોત
પૃથ્વીનાં મૃત્યુ પહેલા તો સૂર્યનું મૃત્યુ થઈ જશે. પણ સૂર્ય એકલો નહીં મરે...તે પોતાની સાથે સંપૂર્ણ સૌરમંડળનો નાશ કરી દેશે. હાલમાં સૂરજનો વિકાસ થઈ રહ્યો છે. આપણું સૌરમંડળ પણ વિકસી રહ્યું છે. સૂરજની ગ્રેવિટી અને ઊર્જાનાં લીધે તમામ ગ્રહ એક લયબદ્ધ રીતે ચારેય તરફ ફરી રહ્યાં છે પણ આવું જીવન માત્ર ધરતી પર જ છે.
NASAનાં પ્લેનેટરી વૈજ્ઞાનિકે આપી માહિતી
NASAનાં ગોડાર્ડ સ્પેસ ફ્લાઈટ સેંટરનાં પ્લેનેટરી વૈજ્ઞાનિક રવિ કોપ્પરપુએ જણાવ્યું કે ધરતીનું મોત આજથી આશરે 450 કરોડ વર્ષ બાદ થશે. તે સમયે સૂર્ય એક વિશાળકાય રેડ જાયંટ બની ચૂક્યો હશે. તે ઘરતીને પોતાની તરફ ખેંચી લેશે. સૂર્ય રેડ જાયંટ ત્યારે બને છે જ્યારે કોઈ તારાનું મૃત્યુ થવાનું હોય છે. એટલે કે સૂર્યનું ઈંધણ હાઈડ્રોજન સમાપ્ત થઈ જશે. પરિણામે સૂર્ય પર ન્યૂક્લિયર ફ્યૂઝન પણ નાશ પામશે.
સૂર્યનાં કેન્દ્રથી અંત
જેમ-જેમ સૂરજનું ઈંધણ સમાપ્ત થશે તેમ-તેમ ફ્યૂઝન રિએક્શન પણ નાશ પામશે. તેવામાં સૂર્યનાં કેન્દ્રમાં રહેલી ગરમી ફેલાવા લાગશે. જેના લીધે સૂર્ય રેડ જાયંટ બનતો જશે. પછી તે પોતાની સાથે-સાથે સંપૂર્ણ સૌરમંડળનો પણ નાશ કરી દેશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.