બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / ગુજરાત / Politics / ગુજરાતની 25 સહિત કુલ 93 બેઠક પર પ્રચાર પડઘમ શાંત: આટલી બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી

ત્રીજો તબક્કો / ગુજરાતની 25 સહિત કુલ 93 બેઠક પર પ્રચાર પડઘમ શાંત: આટલી બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી

Last Updated: 06:58 PM, 5 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસ અને ભાજપ બન્ને પક્ષોના ઉમેદવારોએ છેલ્લી ઘડીના પ્રચારમાં તમામ તાકાત કામે લગાવી દીધી હતી.

ગુજરાતની 25 બેઠકો પર લોકસભાના ત્રીજા તબક્કાનું ૭મી મેના મંગળવારના રોજ મતદાન યોજાનાર છે. જેનો પ્રચાર પડઘમ શાંત પડી ચૂક્યો છે.. કોંગ્રેસ અને ભાજપ બન્ને પક્ષોના ઉમેદવારોએ છેલ્લી ઘડીના પ્રચારમાં તમામ તાકાત કામે લગાવી દીધી હતી. હવે પ્રચાર પડઘમ શાંત થતા ડોર ટુ ડોર મીટિંગ અને ખાટલા બેઠકો શરૂ થશે.

હવે કોઇપણ પક્ષના ઉમેદવાર પ્રચાર કરી શકશે નહીં

આગામી 48 કલાક માટે કોઈ પણ પક્ષના ઉમેદવાર ચૂંટણી માટે પ્રચાર કરી શકશે નહીં. સાથે બહારથી આવેલા લોકોએ પણ મતવિસ્તાર છોડવો પડશે.. આ તમામ લોકોના વાહનોની તપાસ કરવામાં આવશે. સાથે 48 કલાક માટે રાજ્યના તમામ જિલ્લામાં લાઉડ સ્પીકર પર પ્રતિબંધ રહેશે.. વધુમાં તેમણે કહ્યું કે, મતદાન મથકો પર વોટર અવેરનેસ બૂથ ઉભા કરવામાં આવ્યા છે. સાથે રાજ્યમાં 175 આદર્શ મતદાન મથકો પણ તૈયાર કરાયા છે.

મતદાન અંગે કરવામાં આવતા કોઈપણ પ્રકારના મતદાર સર્વેક્ષણ કરી શકાશે નહીં

મુક્ત, ન્યાયી અને પારદર્શી ચૂંટણીઓ યોજવા ભારતનું ચૂંટણી પંચ અને રાજ્યનું ચૂંટણી તંત્ર પ્રતિબદ્ધ છે ત્યારે તા. 7 મે ના રોજ યોજાનાર લોકસભાની સામાન્ય ચૂંટણી-2024 તથા વિધાનસભાની પેટાચૂંટણી સંદર્ભે ભારતના ચૂંટણી પંચની સૂચનાઓ અને માર્ગદર્શિકાઓનું રાજ્યભરમાં સુચારૂ પાલન થાય તે માટેની તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. મતદાનની પ્રક્રિયા મતદારો માટે સુખદ અનુભવ બની રહે તે માટે ગુજરાતનું ચૂંટણી તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે.

અધિક મુખ્ય નિર્વાચન અધિકારી ડૉ. કુલદીપ આર્યએ જણાવ્યું હતું કે, લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951 ની કલમ-126 અંતર્ગત તા.05 મે, 2024 ના 18 કલાકથી એટલે કે મતદાન પૂર્ણ થવાના કલાક પૂર્વેના છેલ્લા 48 કલાક દરમિયાન ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ રહેશે. જે તે મત વિભાગના મતદાર ન હોય તેવા અને મત વિભાગમાં પ્રચાર અર્થે બહારથી આવેલા કોઈ પણ પક્ષના રાજકીય કાર્યકર્તા, પક્ષના પ્રચારક વગેરે ચૂંટણી પ્રચારનો અંત આવતાં જે તે મત વિભાગ છોડીને જતા રહે તેની ચૂંટણી તંત્રએ તથા પોલીસ વહીવટી તંત્રએ ખાતરી કરવામાં આવશે. આ સમયગાળામાં પ્રચાર-પ્રસાર પર પ્રતિબંધ ઉપરાંત કલ્યાણ મંડપો, સામુદાયિક હૉલ, સમાજની વાડીઓ વગેરે મકાનની હદમાં, હૉસ્ટેલ્સ તથા ધર્મશાળાઓમાં લોકસભા મતદાર વિભાગ સિવાયની બહારની વ્યક્તિઓ ન રહે તે સુનિશ્ચિત કરવામાં આવશે. સાથે જ લોકસભા મતદાર વિભાગમાં ચેક-પોસ્ટો ખાતે પણ મતદાર વિભાગ બહારના વાહનોની અવર- જવરની પણ તપાસ કરવામાં આવશે.

કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે વાત કરતાં અધિક મુખ્ય નિર્વાચન અધિકારીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કોઈપણ જગ્યાએ અનિચ્છનિય બનાવ ન બને અને શાંતિપૂર્ણ માહોલમાં કોઈપણ પ્રકારના પ્રલોભન કે ડર વિના તેમજ પારદર્શી રીતે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે પુરતા પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત તમામ જિલ્લાઓમાં 'ડ્રાય-ડે' જાહેર કરવામાં આવ્યો છે. છેલ્લા 48 કલાકમાં લાઉડસ્પીકરના ઉપયોગ પર પણ પ્રતિબંધ રહેશે. ઉપરોક્ત બાબતનો સંપૂર્ણ અમલ થાય તે માટે સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.

આ સમયગાળા દરમિયાન સિનેમેટોગ્રાફ, ટેલિવિઝન જેવા તમામ ઈલેક્ટ્રોનિક મીડિયા પર ચૂંટણી સંબંધિત કોઈપણ બાબતોનું પ્રસારણ પ્રતિબંધિત રહેશે. જેમાં મતદાન અંગે કરવામાં આવતા સર્વેક્ષણ-Exit Poll તથા Opinion Poll પર પણ પ્રતિબંધ રહેશે. આ ઉપરાંત પ્રિન્ટ મીડિયામાં આ સમયગાળા દરમિયાન ચૂંટણી તંત્ર દ્વારા પ્રિ-સર્ટિફિકેશન કરાયું ન હોય તેવી જાહેરાતો પ્રકાશિત કરી શકાશે નહીં.મતદાન પ્રક્રિયા સુગમ રીતે ચાલે તે માટેની તૈયારીઓ અંગે વાત કરતાં કુલદીપ આર્યએ જણાવ્યું હતું કે, મોબાઈલ ફોન તથા ટેલિફોનીક સેવાઓ ચાલુ રહે તે માટે સર્વિસ પ્રોવાઇડર્સ સાથે, વિજળીનો પુરવઠો અવિરત ચાલુ રહે તે માટે વીજ કંપનીઓ સાથે, રેલવે, ટપાલવિભાગ, અગ્નિશામક દળ તથા મતદાન સ્ટાફની તબીબી જરૂરિયાતોને પહોંચી વળવા દવાઓ અને તબીબી ટુકડીઓ માટે આરોગ્ય વિભાગ સાથે સંકલન કરી દેવામાં આવ્યું છે.

ગરમીને લઇ ચૂંટણી પંચની તૈયારી

7 મેએ રાજ્યમાં હીટવેવની આગાહી છે, જેને લઇને પૂરતા પ્રમાણમાં શેડની વ્યવસ્થા કરવામાં આવી છે. મતદાન મથક પર મેડિકલ કીટ, જરૂરી દવાઓ અને ORS પણ ઉપલબ્ધ રહેશે, સેક્ટર ઓફિસર સાથે મેડિકલ ટીમ ખડેપગે રહેશે-

ચૂંટણી પંચ હવે આ કામમાં વ્યસ્ત થશે

બીજી તરફ ચૂંટણી પંચ હવે ઈવીએમ સ્થળ પર પહોંચાડવા, પોલિંગ મથકોએ સુરક્ષાની સ્થિતિ સહિતની તમામ જરૂરી કામગીરીમાં જોતરાશે..

કુલ કેટલા ઉમેદવારો મેદાનમાં

આ ચૂંટણીમાં 19 મહિલા સાથે કુલ 266 ઉમેદવારો મેદાનમાં છે. 2024ની આ ચૂંટણીમાં ગુજરાતમાં કુલ 4,97,68,677 મતદારોછે જેઓ 50, 788 મતદાન મથકો પરથી મતદાન કરશે. ગુજરાતમાં 20 જનરલ, બે એસ.સી, ચાર એસ.ટી સાથે કુલ 26 બેઠકો છે. એક બેઠક સુરત પર ચૂંટણી નથી થવાની કારણ કે ત્યાં ભાજપના ઉમેદવાર બિન હરીફ ચૂંટાયા છે.. એટલે ગુજરાતની 25 બેઠકો પર ચૂંટણી યોજાવવાની છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ