કચ્છ સહિત વિવિદ સ્થળો પર વારંવાર ભૂકંપના આંચકાનો લોકો અનુભવ કરી રહ્યા છે. ત્યારે કચ્છ યુનિવર્સિટીના જીઓલોજિકલ વિભાગના વડા ર્ડા.મહેશ ઠક્કર દ્વારા નિવેદન આપ્યું છે.
કચ્છ સહીત વિવિધ સ્થળો પર વારંવાર ભૂકંપના આંચકાનો મામલો
વિશ્વભરમાં હાલ ભૂકંપના આંચકા નોંધાઈ રહ્યા છે ત્યારે કચ્છ સહીત દેશના વિવિધ શહેરોમાં એકાએક ભૂકંપના આંચકા નું પ્રમાણ વધતા લોકોમાં ભય વ્યાપી ઉઠ્યો છે..સતત આવતા આંચકા સંદર્ભે કચ્છ યુનિવર્સીટી સંશોધન નવું તારણ સામે આવ્યું છે.
ભૂકંપની ફોલ્ટલાઈનનો ચાર્ટ
કચ્છ અને દેશમાં આવતા ભુકંપના આંચકા અંગે જાણવાનો પ્રયત્ન કર્યો
કચ્છ સહીત દેશમાં વિવિધ શહેરોમાં એકાએક ભૂકંપના આંચકા નોંધાઈ રહ્યા છે. કચ્છ વાગડ ફોલ્ટ લાઈનથી હિમાલયન ફોલ્ટલાઈનમાં આંચકા નોંધાઈ રહ્યા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2 થી 5 નોંધાઈ રહી છે. સમગ્ર મામલે Vtv ન્યૂઝની ટીમે કચ્છ યુનિવર્સીટીના જિયોલોજિકલ વિભાગના વડા અને સંશોધન કરતા ર્ડા. મહેશ ઠક્કરની ખાસ મુલાકાત લીધી અને દેશમાં આવતા ભુકંપના આંચકા અંગે જાણવાનો પ્રયત્ન હાથ ધર્યો.
ભૂકંપથી સાવધાન કરતું યંત્ર
શરૂઆતમાં માત્ર કચ્છ વાગડ ફોલ્ટ લાઈન સક્રિય હતીઃ ર્ડા.મહેશ ઠક્કર
Vtv ન્યુઝ સાથે વાતચીત કરતા ડો .મહેશ ઠક્કરે જણાવ્યું કે,શરૂઆતમાં માત્ર કચ્છ વાગડ ફોલ્ટ લાઈન સક્રિય હતી. પરંતુ હવે હિમાલયન ફોલ્ટ લાઈન પણ સક્રિય બની છે. તે ઉપરાંત ઇન્ડિયન પ્લેટની અરેબિયન સમુદ્રમાં દબાણ યુક્ત બળો વધતા ઇન્ડિયન પ્લેટને ધક્કો લાગે છે. જેથી દેશમાં વિવિધ સ્થળો પર આંચકા નોંધાઈ રહ્યા છે. વર્તમાનમાં અરેબિયન સમુદ્રમાં ફેરફારને પગલે ઇન્ડિયન પ્લેટની મુવમેન્ટ ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. જેથી સૌ લોકોએ સાવધાન રહેવાની જરૂર છે.