બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / what is the most common first symptom of cancer

Health / કેન્સર હોય તો 90 ટકા કિસ્સામાં જરૂર દેખાય છે આ 4 લક્ષણો, નજરઅંદાજ કર્યા તો મર્યા

Manisha Jogi

Last Updated: 11:34 PM, 16 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સમગ્ર વિશ્વમાં કેન્સર એક જીવલેણ બિમારી બની રહી છે. મોટાભાગે કેન્સર લાસ્ટ સ્ટેજમાં હોય ત્યારે જ કેન્સર વિશે ખબર પડે છે. કેન્સરની શરૂઆતથી જ જાણ થાય તે માટે કેન્સરના લક્ષણો વિશે જાણકારી હોવી જરૂરી છે.

  • કેન્સર એક જીવલેણ બિમારી
  • કેન્સર લાસ્ટ સ્ટેજમાં હોય કેન્સર વિશે ખબર પડે છે
  • કેન્સરને શરીરમાં ફેલાતુ રોકવા જાણી લો તેના આ 4 લક્ષણ

સમગ્ર વિશ્વમાં કેન્સર એક જીવલેણ બિમારી બની રહી છે. WHO અનુસાર વર્ષ 2020માં કેન્સરના કારણે 10 મિલિયન લોકોના મૃત્યુ થયા હતા. કેન્સરના કારણે થતા મોતનો આંકડો સતત વધી રહ્યો છે. લોકો નાની ઉંમરે કેન્સરનો ભોગ બની રહ્યા છે. મોટાભાગે કેન્સર લાસ્ટ સ્ટેજમાં હોય ત્યારે જ કેન્સર વિશે ખબર પડે છે. કેન્સરની શરૂઆતથી જ જાણ થાય તે માટે કેન્સરના લક્ષણો વિશે જાણકારી હોવી જરૂરી છે. 

અનેક કેસમાં કેન્સર વિશે જાણી શકાતું નથી. ફેફસાંના કેન્સરમાં સૌથી પહેલા ટીબી ડિટેક્ટ થાય છે, પરંતુ તે કેન્સર હોય છે. આ કારણોસર શરીરમાં કોઈપણ પ્રકારની તકલીફ હોય અને તેનાથી આરામ ના મળે તો કેન્સરનું સ્ક્રીનિંગ જરૂરથી કરાવવું જોઈએ. 

કેન્સર માટે ટેસ્ટ કરાવવા જરૂરી છે
વારંવાર પેટમાં દુખાવો થતો હોય, સારવાર કરાવવા છતાં પેટના દુખાવાથી રાહત ના મળતી હોય તો કોલન કેન્સરની તપાસ જરૂરથી કરાવવી જોઈએ. યૂરિન સંબંધિત બિમારી હોય અને કિડનીમાં કોઈ તકલીફ હોય તો પ્રોસ્ટેટ કેન્સરની તપાસ કરાવવી જોઈએ. બ્રેસ્ટમાં ગાંઠ હોય અને દુખાવો ઓછો ના થતો હોય તો બ્રેસ્ટ કેન્સરની તપાસ કરાવવી જોઈએ. 40 વર્ષ પછી દર વર્ષે કેન્સર સ્ક્રીનિંગ કરાવવું જોઈએ. કેન્સરની પહેલા સ્ટેજથી જ ખબર પડે તે માટે શરીરમાં આ લક્ષણો જોવા મળે તો તેને નજરઅંદાજ ના કરવા જોઈએ. 

કેન્સરના લક્ષણો
અચાનક વજન ઓછું થવું- કારણ વગર અચાનક વજન ઓછું થતું હોય તો તે કેન્સરનું લક્ષણ હોઈ શકે છે. આ મામલે ડોકટરની સલાહ લેવી જરૂરી છે. 

શરીરમાં ગાંઠ હોવી- શરીરમાં ગાંઠ હોય અને તેમાં કોઈપણ પ્રકારનો દુખાવો ના થતો હોય. આ ગાંઠ સતત વધતી હોય તો તે કેન્સરનું લક્ષણ હોઈ શકે છે. મોટાભાગના કેસમાં આ ગાંઠ કેન્સરની ગાંઠ હોય છે.

સામાન્ય તાવ હોવો- શરીરમાં હંમેશા તાવ રહેતો હોય અને દવા લીધા પછી તાવ દૂર થત હોય. ત્યારપછી ફરીથી તાવ આવે તો તે કેન્સરનું લક્ષણ હોઈ શકે છે. આ મામલે બેદરકારી ના દાખવવી અને ડોકટરની સલાહ લેવી જરૂરી છે. 

સતત થાક લાગવો- અયોગ્ય ડાયટ અને ફિઝીકલ એક્ટિવિટી ના કરવા હોવા છતાં પણ થાક લાગતો હોય તો કેન્સરની તપાસ કરાવવી જોઈએ

વધુ વાંચો: ખજૂર ખાવામાં ન કરતાં આ ભૂલો નહીંતર વજન વધશે એ પાક્કું, અપચો પહેલું લક્ષણ

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ