બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / વિશ્વ / What is going on in Britain? Rishi Sunak's name rises again in the race of PM, a threat to the chair of the new Lease Truss

રાજકારણ / બ્રિટનમાં આ ચાલી શું રહ્યું છે? ફરી PMની રેસમાં ઉછળ્યુ ઋષિ સુનકનું નામ, નવા નવા લીઝ ટ્રસની ખુરશી પર ખતરો

Priyakant

Last Updated: 09:52 AM, 16 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવા  PM બનેલા ટ્રુસ બ્રિટનના વડાપ્રધાનનું પદ જે વાયદાઓને આધારે મેળવ્યું હતું, તે હવે તેમને પલટી રહ્યા હોવાની ચર્ચા

  • બ્રિટનના રાજકારણને લઈ સૌથી મોટા સમાચાર
  • ફરી PMની રેસમાં ઉછળ્યુ ઋષિ સુનકનું નામ
  • નવા નવા PM બનેલા લીઝ ટ્રસની ખુરશી પર ખતરો

યુકેમાં રાજકીય ગતિવિધિઓ ઝડપથી બદલાઈ રહી છે. લગભગ એક મહિના પહેલા બ્રિટનના વડાપ્રધાન તરીકે ચૂંટાયેલા લિઝ ટ્રુસની ખુરશી ખતરામાં દેખાઈ રહી છે. તેની પાછળના કારણોમાં લિઝ ટ્રુસના નિર્ણયોમાં વારંવાર ફેરફાર પણ છે. વાસ્તવમાં, ટ્રુસે બ્રિટનના વડા પ્રધાનનું પદ જે વાયદાઓને આધારે મેળવ્યું હતું, તે હવે તેમને પલટી રહી છે. એટલું જ નહીં, ટ્રસએ પોતાના નાણામંત્રીને પણ પદ પરથી હટાવી દીધા છે. 

બ્રિટિશ મીડિયા અનુસાર, ટ્રસ સત્તા પરની પોતાની પકડ ગુમાવવા નથી માંગતી. આ જ કારણ છે કે, તેઓએ કોર્પોરેશન ટેક્સ ઘટાડવાની તેમની યોજના બદલી છે. બીજી તરફ મોંઘવારીએ પણ બ્રિટનની હાલત કફોડી બનાવી દીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ તમામ બાબતોએ બ્રિટનમાં હલચલ મચાવી દીધી છે. બીજી તરફ વરિષ્ઠ કન્ઝર્વેટિવ સાંસદ પીએમની ખુરશી પરથી ટ્રસ હટાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. 

એક અહેવાલ મુજબ, કેટલાક સાંસદો ઈચ્છે છે કે બ્રિટિશ વડાપ્રધાનનું રાજીનામું લઈ જનતામાં જાય. આવી સ્થિતિમાં જો ટ્રસની ખુરશી જશે તો નવા બ્રિટિશ પીએમની રેસમાં કોણ આગળ રહેશે તે પ્રશ્ન પણ ઉઠવા લાગ્યો છે. રસપ્રદ વાત એ છે કે, આ રેસમાં ભારતીય મૂળના ઋષિ સુનકનું નામ પણ સામેલ છે, જેને તાજેતરમાં જ ટ્રસ દ્વારા પરાજય મળ્યો હતો.  

ઋષિ સુનક

ઋષિ સુનક છેલ્લા રાઉન્ડમાં લિઝ ટ્રસ સામે ટોરી નેતૃત્વની લડાઈ હારી ગયા હતા. હાલમાં તેઓ ફરી એકવાર પીએમ બનવાની રેસમાં સામેલ થતા જોવા મળી રહ્યા છે. ઓગસ્ટમાં, સુનકે ટ્રસની £30 બિલિયનની અનફન્ડેડ ટેક્સ કટ યોજનાની ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે, આનાથી લાખો લોકોની સમસ્યામાં વધારો થશે. ઋષિએ કહ્યું હતું કે પહેલાથી જ આર્થિક સ્થિતિ સારી નથી અને તેનું કારણ મોંઘવારી છે. મને ડર છે કે લિઝ ટ્રુસની યોજના વસ્તુઓને વધુ ખરાબ કરશે. જોકે તેમના બળવાને કારણે બોરિસ જોન્સનને તેમની ખુરશી ગુમાવવી પડી હતી અને હવે સુનાક ફરી એકવાર બ્રિટિશ વડા પ્રધાન બનવાની રેસમાં આગળ છે.

બોરિસ જોહ્ન્સન

વર્ષ 2019માં કન્ઝર્વેટિવ પાર્ટીને શાનદાર જીત અપાવનાર બોરિસ જોનસનને ભૂતકાળમાં વડાપ્રધાન પદ છોડવું પડ્યું હતું. આ તે ઘટસ્ફોટ પછી થયું, જે મુજબ તેણે વડાપ્રધાનના નિવાસસ્થાને કોવિડ પ્રતિબંધોનો ખુલાસો કર્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે, જ્હોન્સનને તેના 56માં જન્મદિવસ પર એક મેળાવડો હતો અને તેના માટે પોલીસે તેને દંડ પણ ફટકાર્યો હતો. આ પછી તેમના કેબિનેટમાંથી મોટાપાયે રાજીનામા આપવામાં આવ્યા હતા. જો કે બદલાતા સંજોગોમાં તેઓ ફરી એકવાર વડાપ્રધાનની ખુરશી મેળવવાની રેસમાં સામેલ હોવાનું કહેવાય છે.

પેની મોર્ડોન્ટ

હાઉસ ઓફ કોમન્સના નેતા પેની મોર્ડોન્ટ વડાપ્રધાન પદની દોડમાં અન્ય ઉમેદવાર છે. તમને જણાવી દઈએ કે, જોન્સનના રાજીનામા બાદ મોર્ડોન્ટ પણ ઋષિ સુનક સાથે રેસમાં હતા. જોકે પાંચમા રાઉન્ડ બાદ તેની જગ્યાએ લિઝ ટ્રુસને સ્થાન આપવામાં આવ્યું હતું.  49 વર્ષના મોર્ડોન્ટ બ્રિટનના પ્રથમ સંરક્ષણ સચિવ છે. જોકે તે આ પોસ્ટ પર માત્ર 85 દિવસ જ રહી શકી હતી. આ ટૂંકા કાર્યકાળ દરમ્યાન મોર્ડોન્ટના કર્મચારીઓના પગાર વધારા અંગે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો.

બેન વોલેસ

સંરક્ષણ સચિવ બેન વોલેસ અન્ય ટોરી નેતા છે જે આગામી બ્રિટિશ વડાપ્રધાન બની શકે છે. જ્યારે બોરિસ જ્હોન્સનને પડતાં  મૂકવામાં આવ્યા ત્યારે તેમને સંભવિત ઉમેદવાર તરીકે ગણવામાં આવ્યા હતા. પરંતુ પછી તેમણે ટોરી નેતૃત્વની રેસમાંથી બહાર રહેવાનું પસંદ કર્યું. જો કે તેમણે આ માટે કોઈ સ્પષ્ટ કારણ જણાવ્યું નથી. ખાસ વાત એ છે કે, જોન્સનની કેબિનેટના તમામ મંત્રીઓએ રાજીનામું આપી દીધું હોવા છતાં વોલેસ પોતાના પદ પર યથાવત રહ્યા હતા. ત્યારે વોલેસે કહ્યું કે, દેશને સુરક્ષિત રાખવાની તેમની ફરજ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ