બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / What is Common ITR Form? Learn about the entire process from form filling, this will be a huge benefit to common taxpayers

સુવિધા / શું છે કોમન ITR ફોર્મ? જાણો ફોર્મ ભરવાથી માંડીને સંપૂર્ણ પ્રક્રિયા વિશે, સામાન્ય કરદાતાઓને થશે આ મોટો ફાયદો

Vishal Khamar

Last Updated: 01:49 PM, 7 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સામાન્ય ITR ફોર્મ- આવકવેરા રિટર્ન ફાઇલ કરવા માટે સામાન્ય ફોર્મનો ડ્રાફ્ટ જારી કરવામાં આવ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ફોર્મ લાગુ થયા બાદ ITR ફાઇલ કરવાનું વધુ સરળ બની જશે.

  • આવક વેરા રિટર્ન ફાઈલ કરવા માટે ફોર્મનો ડ્રાફ્ય જારી કરાયો
  • આ ફોર્મ લાગુ થયા બાદ ITR ફાઈલ કરવાનું વધુ સરળ બનશે
  • સીબીડીટીએ કોમન ITR ફોર્મ પર માંગ્યા છે સૂચનો

 આવકવેરા રિર્ટન ફાઈલ કરવું લગભગ તમામ કરવેરા ભરનાર દ્વારા મુશ્કેલ માનવામાં આવે છે. સામાન્ય કરવેરા ભરનાર જે સૌથી મોટી સમસ્યાના સામનો કરે છે. તે ITR ફાઈલ કરવા માટે યોગ્ય ફોર્મ પસંદ કરવાનો છે. કારણ કે હાલમાં ITR ફાઈલ કરવા માટે 7 અલગ-અલગ ફોર્મ છે. તેમાંથી કરદાતાએ પોતાના માટે એક ફોર્મ પસંદ કરવાનું હોય છે. કરદાતાની આ સમસ્યાને ઉકેલવા માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડારટેક્ટ ટેક્સિસ એ એક સામાન્ય ITR  ફોર્મનો પ્રસ્તાવ મુક્યો છે. એટલે બધા માટે સમાન ITR  ફોર્મ છે.

CBDT એ સામાન્ય ITR ફોર્મનો ડ્રાફ્ટ રજૂ કરીને સામાન્ય લોકો સહિત તમામ સંબંધિતો પાસેથી સૂચનો આમંત્રિત કર્યા છે. ITR ફોર્મમાં જે સમસ્યાઓ છે તેમાં મોટી મુશ્કેલી એ છે કે ફોર્મની પસંદગી આવક પ્રોફાઇલ અને સ્ટેટસના આધારે કરવી પડે છે. આ કારણે કરદાતાઓ યોગ્ય ફોર્મ પસંદ કરતી વખતે મૂંઝવણમાં મુકાય છે. કેટલીકવાર તેઓ ખોટું ફોર્મ પણ પસંદ કરે છે. આ બધાને ઉકેલવા માટે CBDT એક સામાન્ય ITR ફોર્મ લાગુ કરવા તરફ આગળ વધ્યું છે.

ITR ફોર્મ શું છે? 
CBDT ITR  ફાઈલ કરવા માટે એક જ ફોર્મ રાખવા માંગે છે. જ્યારે કરદાતાઓ ITR ભરવા માટે લોગિન કરે છે. આ ફોર્મમાં વિઝાર્ડ નામની સુવિધા ઉમેરવામાં આવી છે. શરુઆતમાં કેટલાક પ્રશ્નો ફોર્મમાં જ પૂછવામાં આવશે. કરદાતાઓ તેમને હા કે ના માં જવાબ આપવાનો રહેશે. જો તમે હા કરશો તો તે વિકલ્પ ખુલશે. જો તમે ના કરશો તો તમારા માટે ન  હોય તેવા વિકલ્પો દેખાશે. આવા 40 થી વધુ પ્રશ્નો ફોર્મમાં હશે.

CBD કર ચૂકવનાર માટે એક વિકલ્પ બનશે
ITR-1, ITR-4 અને ITR-7 ફોર્મ સામાન્ય ITR ફોર્મ આવ્યા પછી પણ અસ્તિત્વમાં રહેશે. CBD કર ચૂકવનારાઓ માટે એક વિકલ્પ બનાવવાનો છે. કરદાતાઓ પાસે ITR ફાઈલ કરવા માટે હાલનો ફોર્મ અથવા સૂચિત સામાન્ય ITR ફોર્મનો ઉપયોગ કરવાનો વિકલ્પ હશે. જ્યારે એક વાર સામાન્ય ITR ફોર્મ આવી જાય. ITR-2, ITR-3, ITR-5 અને ITR-6 ફોર્મ નાબૂદ કરવામાં આવશે. એક અહેવાલ મુજબ, વોલ્ટ્રે પાર્ટનર્સ ઇન્ડિયાના પાર્ટનર કુલદીપ કુમાર કહે છે, “ITR-1 અને ITR-4 ખૂબ જ સરળ સ્વરૂપો છે. આને વધારાની જાહેરાતોની જરૂર નથી. ITR-7 ફોર્મ ટ્રસ્ટ માટે છે. આ ફોર્મ ભાગ્યે જ રિટર્ન ભરવા માટે વપરાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ