બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પરિવાર સાથે કર્યું મતદાન

logo

ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાએ કર્યું મતદાન

logo

CM ભૂપેન્દ્ર પટેલે આપ્યો મત

logo

ગુજરાતમાં અનેક જગ્યાએ EVM ખોટકાયા હોવાનું સામે આવ્યું

logo

ગેનીબેન ઠાકોરે મતદાન કર્યું

logo

PM મોદીએ કર્યું મતદાન

logo

ભાવનગરમાં 2 EVM ખોટવાયા

logo

પ્રધાનમંત્રી મોદી મતદાન કરવા રાણીપના નિશાન સ્કૂલે પહોંચ્યા, અમિત શાહે કર્યું સ્વાગત

logo

આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન, ગાંધીનગર લોકસભા બેઠક પર શીલજ ખાતે CM ભૂપેન્દ્ર પટેલ મતદાન કરશે

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠક પર મતદાન, 1998 પછી સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો પર ભાજપે જમાવ્યો કબજો, સૌરાષ્ટ્રની બેઠકો પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ , જૂનાગઢ,રાજકોટ,પોરબંદર અને અમરેલીમાં મતદાન, અમરેલી,ભાવનગર અને જામનગર બેઠક પર મતદાન

VTV / ધર્મ / what-happens-when-we-die-people-shares-their-experience

NULL / જાણો મોતની થોડીક ક્ષણો પહેલા શું થાય છે

vtvAdmin

Last Updated: 05:38 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

જ્યારે આપણે મૃત્યુની નજીક હોઈએ છીએ ત્યારે આપણા શરીર સાથે શું થાય છે? આપણી આત્મા ક્યાં જાય છે? જો તમે થોડા ધાર્મિક વ્યક્તિ છો તો તમે એમ જ કહેશો કે હું તો મૃત્યુ પછી સ્વર્ગ કે નર્કમાં જઈશું. જો જીવનભર સારા કર્મ કરીશું તો સ્વર્ગમાં જઈશું અને ખરાબ કર્મ કરીશું તો નર્કમાં. પરંતુ આ બધાથી અલગ મોતના મોંમાંથી પાછા આવેલા લોકોએ પોતાના જે અનુભવો વર્ણવ્યા તે ખરેખર આશ્ચર્યનજક છે. આ લોકોએ જણાવ્યું કે જ્યારે તેઓ મૃત્યુની તદ્દન નજીક પહોંચી ગયા હતા ત્યારે તેમની સાથે શું થયું અને તેમનો 'મોત'નો અનુભવ કેવો હતો. 

અધિકતર ઘાર્મિક વ્યકિતઓનું માનવું છે આત્મા ક્યારેય મરતી નથી. આત્મા માત્ર એક શરીરને છોડે છે અને શરીર મૃત થઈ જાય છે. માનવ અસ્તિત્વનું શું થાય છે? શું તે પૃથ્વી પર ભૂત-પ્રેતમના રૂપમાં ભટકતી રહી છે કે પછી માનવ અસ્તિત્વથી અલગ કોઈ બીજી દુનિયા પણ અસ્તિત્વમાં છે. કોમામાં પહોંચી ગયેલા ઘણા દર્દીઓએ મોતના મોંથી પાછા આવ્યા બાદ પોતાના અનુભવો જણાવ્યા છે. તેમાંથી કેટલાક લોકોનો દાવો છે કે તેમણે એક સુરંગ જોઈ જેના અંતિમ છેડાથી ભરપૂર પ્રકાશ દેખાઈ રહ્યો હતો. શું એ બીજી દુનિયાની ઝલક હતી? જોકે આપણે નિશ્વિત રીતે કંઈ કહી શકીએ તેમ નથી.

મૃત્યુના થોડી ક્ષણ પહેલા એપ્પલ ફાઉન્ડર સ્ટીવ જોબ્સને 'ઓહ વાઉ ઓહ વાઉ ઓહ વાઉ' કહેતા સાંભળવામાં આવ્યા હતા. આમ બોલ્યાના થોડી સેકન્ડ બાદ તેમનું મોત થઈ ગયું. તેમના છેલ્લા શબ્દોનો અર્થ શું હતો? શું તેઓ મૃત્યુ સમયે ઘણી જ ખુશીનો અનુભવ કરી રહ્યા હતા. શું તે કેન્સરના દર્દમાંથી મુક્તિનો અનુભવ કરી રહ્યા હતા કે પછી તેઓ એવું કંઈક જોઈ રહ્યા હતા જે આપણી કલ્પનાથી પણ કંઈક અલગ જ હોય. શું તે કોઈ એવી 'જગ્યા' હતી જ્યાં તે જવાના હતા?

જ્યારે બ્રિટિશ ન્યૂરો સર્જન ડોક્ટર ઈબેન એલેક્ઝાન્ડર કોમામાંથી બહાર આવ્યા તો તેમણએ પોતાના અનુભવ જણાવ્યા. તેમણે પોતાના આ અનુભવ બાદ વિશ્વાસ થઈ ગયો કે મોત પછી પણ કંઈ બીજું પણ છે. તેમનો આ અનુભવ ઘણે અંશે પુનર્જન્મની પારંપરિક માન્યતા પર ફિટ બેસતો હતો જાણે- ઘણા બધા વાદળો ચમકતી વસ્તુઓ અને ભૂરી આંખોવાળો ગાઈડ..

માનવ સ્વભાવ છે કે તે મોતથી ડરે છે ત્યાં સુધી કે તેને મોતની વાત કરવાનો પણ ડર લાગે છે અને મોત બાદ થનારા ઘટનાક્રમોથી પણ. જ્યારે આપણને બધાને ખબર છે કે માનવ ઈતિહાસમાં અમરતા કોઈને મળેલી નથી તો પછી આ ડર કેવો? શું મોતથી ભાગવાની આપણી આદત મોતનો સામનો ન કરવી શકવાની આપણી અક્ષમતા આપણી વૃદ્ધાવસ્થામાં આપણી સ્થિતિને વધુ દયનિય બનાવે છે? એવામાં શું પુનર્જન્મની માન્યતા એક વધુ આશા નથી ઊભી કરતી?

એક થિયેરી એમ પણ કહે છે કે મોત પછી મૃત શરીરમાંથી આત્મા નીકળી જાય છે. કોમા સ્ટેજમાં પહોંચી ઘણા લોકો એવા અનુભવ વિશે જણાવે છે. તેનાથી પણ એવું લાગે છે કે આત્મા અને શરીર બે અલગ-અલગ વસ્તુઓ છે. એક જે ક્ષય થઈ જાય છે અને બીજી જેનો ક્યારેય અંત નથી કે નષ્ટ થતો નથી તેવી આત્મા.

મોતની નજીકથી જોનારા ઘણા અનુભવ અવાર-નવાર સામે આવતા રહે છે. એક સ્ટડી મુજબ 10માંથી એક કાર્ડિયાક અરેસ્ટ સર્વાઈવરે હાર્ટ ફેલ દરમિયાન કંઈક અજીબોગરીબ અનુભવ કર્યા.

મોતને નજીકથી જોઈને પાછા આવનારા એક વ્યક્તિએ તેના અનુભવનું કંઈક આવું વર્ણન કર્યું- ''અચાનક તે મારી ઉપર આવી ગયો અને હું તેમાં સમાઈ ગયો. હું એ પ્રકાશમાં હતો અને હું ઘણી જ સુંદર જગ્યા પર હતો. એ માનવીય ન હતું એટલે તેને માનવીય રીતે સમજાવી શકવું મુશ્કેલ છે પરંતુ એ જે કંઈપણ હતું ઘણું જ સુંદર હતું. એ સપનાથી અલગ હતું કેજેમાં બધું જ ધૂંધળું હોય છે અહીં બધું જ સ્પષ્ટ હતું.''

ICUમાં દાખલ એક મહિલાએ જણાવ્યું કે અચાનકથી એવું લાગ્યું કે જાણે મારું આખું શરીર કોઈ પ્રકાશ તરફ ખેંચાઈ રહ્યું છે. મેં મારી જાતને એક સુરંગમાં હોવાનું અનુભવ્યું અને મને જાણ હતી કે હું મરી ચૂકી છું. મશીનોના અવાજ અને દવાઓની ગંધથી દૂર અહીં બિલકુલ શાંતિ હતી. ભયંકર દર્દને બદલે ઘણી જ હળવાશ અને રાહત અનુભવી રહી હતી. એ સુરંગના અંતમાં એક ગેટ જોવા મળી રહ્યો હતો. તે પછી હું આઈસીયુમાં જાગી ચૂકી હતી અને મને યાદ નથી કે તે પછી શું થયું.

વૈજ્ઞાનિક તેની વ્યાખ્યા પોતાની ભાષામાં કરે છે. તેમનું કહેવું છે કે આવા અનુભવ ત્યારે થાય છે જ્યારે ક્વાન્ટમ પદાર્થ નર્વસ સિસ્ટમ છોડી ચૂક્યા હોય છે. યુનિવર્સિટી ઓફ એરિજોનાના ડોક્ટર સ્ટુઅર્ટ હેમરઓફનો દાવો છે કે આપણી આત્માનો સાર મસ્તિષ્કની કોશિકાઓમાં માઈક્રોટ્યૂબુલસમાં હોય છે. જ્યારે હાર્ટ કામ કરાવનું બંધ કરી દે છે તો તે યુનિવર્સમાં વિતરિત થવાનું શરૂ કરી દે છે અને જો વ્યક્તિ જીવિત બચી જાય તો ફરીથી પાછો આવવા લાગે છે. કેટલાક લોકોનું કહેવું છે કે મોતનો આ અનુભવ એક મનોવૈજ્ઞાનિક પ્રત્યય છે. મગજમાં થનારા રાસાયણિક પરિવર્તનોને કારણે આવા અનુભવ થાય છે.

ICUમાં મોતને નજીકથી જોવાનો દાવો કરનારી મહિલા જણાવે છે કે મારા 'મોત' (મોતની નજીક પહોંચી જીવતા બચી જવું) મારી જિંદગીનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો. અત્યાર સુધી હું એવું વિચારી-વિચારીને પરેશાન રહેતી હતી કે લોકો શું કહેશે. પરંતુ જ્યારે હું મરતા-મરતા બચી ગઈ તો મેં પ્રતિજ્ઞા લીધી કે હવે માત્ર સારા દિવસોના સાથી મારી જિંદગીનો ભાગ નહીં હોય. હવે મને મોતથી જરાય બીક નથી લાગતી અને હવે મેં જિંદગીથી પણ ડરવાનું છોડી દીધું છે. એ દિવસથી લઈને આજ સુધી મેં ક્યારેય પાછળ વળીને જોયું નથી.

કંઈપણ હોય આફ્ટરલાઈફના આ અનુભવોને સાંભળીને એક આશા તો બંધાય છે કે આપણે મોતને સ્વીકારવામાં વધુ સહજ થઈ શકીએ છીએ. મોતને સ્વીકારવા પર જિંદગીના એક-એક દિવસની કિંમત વધુ સારી રીતે સમજમાં આવે છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ