બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / ભારત / Politics / What could be BJP's political math for the 26 seats of North East, these seats can prove to be a game changer.

મિશન 2024 / લોકસભા ચૂંટણી: ભાજપે પૂર્વોત્તર માટે રચ્યો ચક્રવ્યૂહ, સેનાપતિનું સન્માન, કનેક્ટિવિટીનો દાવ બનશે ગેમ ચેન્જર પૂર્વોત્તરને સર કરવા BJPનો માસ્ટર પ્લાન

Vishal Dave

Last Updated: 05:11 PM, 9 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

2019ની સામાન્ય ચૂંટણીમાં ભાજપે આસામની 14 લોકસભા સીટોમાંથી 7 સીટો જીતી હતી, જ્યારે કોંગ્રેસને માત્ર ત્રણ સીટો મળી હતી. જ્યારે AIUDFને 3 બેઠકો મળી હતી અને એક બેઠક અપક્ષ ઉમેદવારને ગઈ હતી.

ભારતમાં નોર્થ ઇસ્ટમાં 7 રાજ્યો છે.. આ સાત રાજ્યોમાંથી મોટાભાગના રાજ્યો નાના છે.. અને સાતેય રાજ્યોની કુલ લોકસભા બેઠકો બધુ મળીને 26 જેટલી થાય છે, જે એકલા ગુજરાતની છે.. આમ છતા નોર્થ ઇસ્ટને ગેમ ચેન્જર માનવામાં આવે છે. હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નોર્થ-ઈસ્ટ' અંતર્ગત આસામ અને અરુણાચલ પ્રદેશના પ્રવાસે છે. પીએમ નરેન્દ્ર મોદીની નોર્થ-ઈસ્ટની આ મુલાકાત ઘણી મહત્વની છે. ઉત્તર-પૂર્વના રાજ્યોને લોકસભા ચૂંટણીમાં ગેમ ચેન્જર તરીકે જોવામાં આવી રહ્યા છે. 

 

શું હતી 2019ની સ્થિતિ ?

2019ની સામાન્ય ચૂંટણીમાં ભાજપે આસામની 14 લોકસભા સીટોમાંથી 7 સીટો જીતી હતી, જ્યારે કોંગ્રેસને માત્ર ત્રણ સીટો મળી હતી. જ્યારે AIUDFને 3 બેઠકો મળી હતી અને એક બેઠક અપક્ષ ઉમેદવારને ગઈ હતી. 

 

ઓપિનિયન પોલ કહે છે કે આસામમાં I.N.D.I.A. ગઠબંધન માત્ર 1 સીટ જીતશે 

ઓપિનિયન પોલ અનુસાર આ વખતે આસામમાં NDAને 11 સીટો મળશે, I.N.D.I.A. ગઠબંધન 1 સીટ જીતી શકે છે જ્યારે અન્યને 2 સીટ મળતી જોવા મળી રહી છે. જો આપણે અરુણાચલ પ્રદેશની વાત કરીએ તો ત્યાં લોકસભાની બે બેઠકો છે, 2019માં ભાજપે બંને બેઠકો જીતી હતી. જ્યારે કોંગ્રેસનું ખાતું પણ ખોલી શક્યું નહોતું. 

 

અરૂણાચલ પ્રદેશમાં વિકાસના કામોનું લોકાર્પણ અને શિલાન્યાસ 

ઉલ્લેખનીય છે કે PM મોદી આજે અરુણાચલ પ્રદેશને જે ભેટ આપવા જઈ રહ્યા છે તે જનતાની સાથે સાથે વ્યૂહાત્મક દ્રષ્ટિકોણથી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. પીએમ મોદી અરુણાચલ પ્રદેશમાં ઘણી પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે, જેમાં સૌથી મહત્વની સેલા ટનલ છે. સેલા ટનલ ચીન સરહદની ખૂબ નજીક છે અને સુરક્ષાની દૃષ્ટિએ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ટનલ ચીનની સરહદે આવેલા તવાંગને તમામ હવામાનમાં કનેક્ટિવિટી પ્રદાન કરશે.


આ પણ વાંચોઃ  હાલ ઇલેક્શન કમિશનમાં છે માત્ર 2 જ સભ્યો, તો શું બે ચૂંટણી કમિશનરો કરશે લોકસભા ચૂંટણીનું એલાન? જાણો કાયદો

 

13000 ફૂટથી વધુની ઉંચાઈ પર વિશ્વની સૌથી મોટી ટુ-લેન ટનલ

આ સેલા ટનલ 13000 ફૂટથી વધુની ઉંચાઈ પર વિશ્વની સૌથી મોટી ટુ-લેન ટનલ હશે. તે અરુણાચલ પ્રદેશના તવાંગ અને પશ્ચિમ કામેંગ જિલ્લાઓને જોડશે. આ ટનલ સંપૂર્ણપણે સ્વદેશી અને અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે. હિમવર્ષાની ટનલ પર કોઈ અસર નહીં થાય.

ખરેખર, સેલા ટનલનો શિલાન્યાસ 1 એપ્રિલ, 2019 ના રોજ વડા પ્રધાન મોદી દ્વારા કરવામાં આવ્યો હતો, જો કે કામ ત્રણ વર્ષમાં પૂર્ણ થવાનું હતું, પરંતુ કોવિડને કારણે તેમાં વિલંબ થયો હતો. ટનલનો કુલ ખર્ચ 825 કરોડ રૂપિયા છે. ટનલનું કામ ચોવીસ કલાક ચાલુ રહ્યું, માઈનસ 20 ડિગ્રી તાપમાનમાં પણ કામ પૂર્ણ થયું. સેલા ટનલ ચીનની વિસ્તરણવાદી નીતિનો સામનો કરવા માટે ચોક્કસપણે અસરકારક વ્યૂહરચના સાબિત થશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ