પાકિસ્તાનને કારણે ગુજરાતમાં નથી આવતો વરસાદ:અંબાલાલ પટેલ

By : kavan 06:11 PM, 13 June 2018 | Updated : 06:29 PM, 13 June 2018
અમદાવાદ: ગુજરાતમાં વરસાદ ખેંચાઈ રહ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પાકિસ્તાન તરફથી ફુંકાઈ રહેલા પવનોને જવાબદાર ગણાવ્યા છે. અંબાલાલા પટેલે જણાવ્યું કે,પાકિસ્તાન તરફથી ફુંકાતા પવનના કારણે વાદળો બંધાઈ નથી રહ્યા. જોકે આગામી 10 દિવસમાં ચોમાસુ સક્રીય થશે તેવી આગાહી પણ કરી છે. 

વરસાદના આગમન મુદ્દે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વીટીવી સાથે કરેલ ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે,વરસાદ માટે પાકિસ્તાન તરફથી ફૂંકાઇ રહેલા પવનો જવાબદાર છે, હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, પાકિસ્તાન તરફથી આવી રહેલા પવનોને કારણે વાદળો બંધાઇ નથી રહ્યા. જેના કારણે વરસાદના વિધિવત આગમનમમાં અટકળો આવી રહી છે. જો કે આગામી 10 દિવસમાં ચોમાસુ સક્રિય થશે તેવી શક્યતાઓ પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી હતી.

અંબાલાલ પટેલે આજરોજ કરેલ વીટીવી સાથેની વાતચીતમાં જણાવેલ કે,હવામાનના દબાણને મિલીબારમાં માપવામાં આવે છે ત્યારે આ મિલીબાર ઘટવાને કારણે ચોમાસાની ગતિવિધીમાં ફરક પડ્યો છે. જેના કારણે ગુજરાતમાં વરસાદ આવવામાં વિલંબ થઇ રહ્યો છે. પરંતુ સુર્ય નક્ષત્ર મૃગશિરમાં આંચકાનો પવન વાય છે. જો કે,આગામી દશ દિવસમાં નિયમિત ચોમાસુ આવી જશે. ઉલ્લેખનીય છે કે,અમદાવાદ સ્થિત હવામાન વિભાગના નિર્દેશક જંયત સરકારે પણ આજરોજ એક આગાહીમાં જણાવ્યું હતું કે, ગુજરાત અને તેના આસપાસના વિસ્તારોમાં વરસાદ થાય તેવી સિસ્ટમ તો બંધાય છે પરંતુ ઉતર-પૂર્વ દિશાથી આવતી ગરમ હવાને લીધે સિસ્ટમ કમજોર પડી જાય છે અને આગળ વધી શકતી નથી. એટલે કહી શકાય કે,અમદાવાદીઓ અને ઉતર ગુજરાતના લોકોને વરસાદ માટે હજી સપ્તાહ જેટલી રાહ જોવી પડશે.

આપને જણાવી દઇએ કે,દેશના કેરળ પ્રદેશમાં ચોમાસાની શરૂઆત 3 દિવસ અગાઉ થઇ ચૂકી છે, આ સાથે દેશના કેટલાય વિસ્તારોમાં પણ વરસાદની સિઝનના શ્રી ગણેશ થયા છે ત્યારે આજરોજ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહીને લઇને જણાવવામાં આવેલ કે, ઉત્તર પૂર્વ ગરમ હવાઓને લીધે ગુજરાત અને આસપાસના વિસ્તારો સુધી હાલ વરસાદ પહોંચી શકયો નથી. જો કે, સૌરાષ્ટ અને તેની આસપાસના વિસ્તારમાં ટૂંક સમયમાં મેઘાની રમઝટ બોલે તેવી સંભાવના સેવાઇ રહી છે. આ પહેલા પણ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે હવામાનને લઇ મોટી આગાહીઓ કરી હતી. Recent Story

Popular Story