બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / આરોગ્ય / Water made from this 10 rupee item will be very useful for your body, it will control sugar-cholesterol

સ્વાસ્થ્યનું ટેન્શન થશે દૂર / આ 10 રૂપિયાની વસ્તુમાંથી બનેલું પાણી તમારા શરીર માટે થશે ખુબ જ ઉપયોગી, સુગર-કોલેસ્ટ્રોલને કરશે કંટ્રોલ

Pravin Joshi

Last Updated: 10:59 PM, 27 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આદુ બધા ઘરોમાં સરળતાથી ઉપલબ્ધ હોય છે. શરદી અને ઉધરસમાં આદુને ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે, પરંતુ તેના ગુણો આના કરતા પણ ઘણા વધારે છે.

  • શરદી અને ઉધરસમાં આદુને ખૂબ જ ફાયદાકારક 
  • આદુનું પાણી સુગર અને કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે
  • આદુનું પાણી વજન ઘટાડવામાં પણ ફાયદાકારક 

આદુ બધા ઘરોમાં સરળતાથી ઉપલબ્ધ હોય છે. શરદી અને ઉધરસમાં આદુને ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે, પરંતુ તેના ગુણો આના કરતા પણ ઘણા વધારે છે. આદુનું પાણી સુગર ઘટાડવાની સાથે કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં મદદરૂપ થઈ શકે છે. આદુમાં વિરોધી ગુણ હોય છે સાથે જ તે એન્ટી-ઓક્સીડેન્ટથી પણ ભરપૂર હોય છે. હેલ્થલાઈન અનુસાર આદુના પાણીનું સેવન વજન ઘટાડવામાં પણ ફાયદાકારક છે. આવો જાણીએ તેના ફાયદા...


એન્ટીઓક્સીડેન્ટ્સ 

આદુ માત્ર ખાવાનો સ્વાદ જ નથી વધારતું પરંતુ તેમાં રહેલા પોષક તત્વો શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. આદુમાં ઘણા એવા સંયોજનો હોય છે જે શરીરના વિવિધ રોગોમાં ફાયદાકારક હોય છે. આદુમાં એન્ટિ-ઓક્સિડન્ટ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણ પણ જોવા મળે છે. આ કારણે હૃદય રોગ, પાર્કિન્સન અને અલ્ઝાઈમર જેવા ન્યુરોડીજનરેટિવ રોગોમાં પણ આદુનું સેવન ફાયદાકારક છે. 

ginger-water-can-give-you-lots-of-health-benefits

બ્લડ સુગર 

ઝડપથી બદલાતી જીવનશૈલીની અસર આપણા શરીર પર પણ પડી છે. એક સમયે દુર્લભ ગણાતા રોગો હવે એકદમ સામાન્ય બની ગયા છે. ડાયાબિટીસ પણ તેમાંથી એક છે. ડાયાબિટીસના દર્દી માટે બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરવું ખૂબ જ જરૂરી છે. આવી સ્થિતિમાં આદુનું પાણી બ્લડ સુગરને જાળવી રાખવામાં મદદરૂપ થઈ શકે છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આદુનું પાણી ફાસ્ટિંગ બ્લડ સુગર લેવલને સુધારવામાં મદદરૂપ થઈ શકે છે. 

આદુ એક ફાયદા અનેક! આદુના પાણીથી થતાં ફાયદા જાણીને આજથી જ શરૂ કરશો ઉપયોગ |  know the benefits of ginger water

કોલેસ્ટ્રોલ 

ડાયાબિટીસની જેમ હવે હૃદયની બીમારીઓનું જોખમ પણ વધી ગયું છે. તેની પાછળનું મુખ્ય કારણ બગડેલી જીવનશૈલી અને ખાવાની ખોટી આદતો પણ છે. હૃદય રોગમાં ખરાબ કોલેસ્ટ્રોલ મહત્વનો ભાગ ભજવે છે. આવી સ્થિતિમાં તેને નિયંત્રણમાં રાખવું જરૂરી છે. આદુમાં રહેલા સંયોજનો ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરી શકે છે. આદુના પાણીનું સેવન એલડીએલ અને ટ્રાઈગ્લિસરાઈડ્સને ઘટાડવામાં મદદ કરી શકે છે. 

વજન ઓછું કરવાથી લઈને પાચન સુધારવામાં મદદ કરે છે આદુનું પાણી, જાણી લો ફાયદા  | know the Best Health Benefits of Ginger Water

વજન 
આજકાલ નાની ઉંમરમાં વજન વધવું એ એક મોટી સમસ્યા બનીને ઉભરી આવી છે. વજન વધવાથી શરીરમાં અનેક બીમારીઓ થવાનું જોખમ વધી જાય છે. હેલ્ધી ડાયટ અને એક્સરસાઇઝની સાથે આદુનું પાણી વજનને કંટ્રોલમાં રાખવા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. એવું જાણવા મળ્યું છે કે આદુની બનેલી ગરમ વસ્તુઓ ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે છે, આ રીતે વધુ પડતું ખાવાથી પણ બચી શકાય છે. 

Topic | VTV Gujarati

હાઇડ્રેશન

શરીરને સ્વસ્થ રાખવા માટે શરીર હંમેશા હાઇડ્રેટેડ રહે તે જરૂરી છે. શરીરમાં પાણીની કમી ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે. દિવસની શરૂઆત આદુના પાણીથી કરો અને તેને નિયમિત પીવાથી શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ મળી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ