બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

VTV / Voting for Karnataka Assembly Elections Completed

મહામંથન / કર્ણાટકમાં આ વખતે પરિવર્તન કે પુનરાવર્તન? એક્ઝિટ પોલના તારણોથી કોની ઉડી ઊંઘ, કોણ આવ્યું ગેલમાં, કોણ હશે કિંગમેકર

Dinesh

Last Updated: 11:09 PM, 10 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપ અને કોંગ્રેસ બંને બહુમતિથી દૂર છે JDS કિંગમેકરની ભૂમિકા ભજવી શકે છે તેમજ તટવર્તી કર્ણાટકમાં ભાજપ આગળ અનેમધ્ય કર્ણાટકમાં કોંગ્રેસ આગળ હોવાનું તારણ છે

  • કર્ણાટક વિધાનસભાની ચૂંટણીનું મતદાન સંપન્ન
  • 13મેએ જનતાનો ચુકાદો ખબર પડી જ જશે
  • એગ્ઝિટ પોલના આંકડા સામે આવ્યા


કર્ણાટક વિધાનસભાની ચૂંટણીનું મતદાન સંપન્ન થઈ ચુક્યુ છે. 13મેએ કર્ણાટકની જનતાનો ચુકાદો ખબર પડી જ જશે ત્યારે હંમેશની જેમ મતદાન પૂર્ણ થયા બાદ એગ્ઝિટ પોલના આંકડા સામે આવ્યા છે. મોટાભાગના એગ્ઝિટ પોલમાં બે મુખ્ય પક્ષ ભાજપ અને કોંગ્રેસને સ્પષ્ટ બહુમતિ નથી ત્યારે સ્વભાવિક છે કે ત્રીજા પક્ષ JDSની ભૂમિકા અગત્યની રહેશે. કર્ણાટકની ચૂંટણીમાં છેલ્લે છેલ્લે બજરંગબલી અને ધ કેરલ સ્ટોરીની ફિલ્મનો મુદ્દો પણ ચર્ચામાં રહ્યો. જયારે કોંગ્રેસ મોટેભાગે બસવરાજ બોમ્મઈની સરકારના 40 ટકાના કમિશન કાંડને મુદ્દો બનાવતી રહી. કર્ણાટક દેશના IT ક્ષેત્રનું હબ છે એટલે એવુ તો માનવું જ રહ્યું કે જનતા પણ બુદ્ધિગમ્ય મુદ્દાના આધારે મતદાન કરતી હશે, આમ પણ જનતા કોઈ પણ દેશ કે પ્રદેશની હોય તેના મનને કયો મુદ્દો ગમે છે તે કળવું મોટાભાગના પંડિતો માટે મુશ્કેલ છે. મોટેભાગે સરકાર બદલાઈ જવાનો ટ્રેન્ડ ધરાવતું કર્ણાટક આ વખતે પરિવર્તન પસંદ કરે છે કે પુનરાવર્તન પસંદ કરે છે. 

 

કર્ણાટકમાં બેઠક અને મતની ટકાવારી

2008 

પક્ષ ભાજપ
કેટલા ટકા મત? 33.86%
બેઠક 110
   
પક્ષ કોંગ્રેસ
કેટલા ટકા મત? 34.76%
બેઠક 80
   
પક્ષ JDS
કેટલા ટકા મત? 18.69%
બેઠક 28

2013

પક્ષ ભાજપ
કેટલા ટકા મત? 14.98%
બેઠક 40
   
પક્ષ કોંગ્રેસ
કેટલા ટકા મત? 36.59%
બેઠક 122
   
પક્ષ JDS
કેટલા ટકા મત? 20.19%
બેઠક 40

2018

પક્ષ ભાજપ
કેટલા ટકા મત? 36.20%
બેઠક 104
   
પક્ષ કોંગ્રેસ
કેટલા ટકા મત? 38%
બેઠક 78
   
પક્ષ JDS
કેટલા ટકા મત? 18.30%
બેઠક 37

કર્ણાટકનો એગ્ઝિટ પોલ
કુલ બેઠક- 224
જન કી બાત

કયા પક્ષને કેટલી બેઠકનું અનુમાન?

ભાજપ 94-117
કોંગ્રેસ 91-106
JDS 14-24
અન્ય 0-2
   
મેટ્રાઈઝ  
ભાજપ 79-94
કોંગ્રેસ 103-118
JDS 25-53
અન્ય 2-5
   
PMARQ  
ભાજપ 85-100
કોંગ્રેસ 94-108
JDS 24-32
અન્ય 2-6
   
સી-વોટર  
ભાજપ 66-86
કોંગ્રેસ 81-101
JDS 20-27
અન્ય 0-3
   
પોલસ્ટાર્ટ  
ભાજપ 88-98
કોંગ્રેસ 99-109
JDS 21-26
અન્ય 0-4

કર્ણાટકના એગ્ઝિટ પોલના સૂચિતાર્થ
ભાજપ અને કોંગ્રેસ બંને બહુમતિથી દૂર છે JDS ભજવી કિંગમેકરની ભૂમિકા શકે છે તેમજ તટવર્તી કર્ણાટકમાં ભાજપ આગળ અનેમધ્ય કર્ણાટકમાં કોંગ્રેસ આગળ હોવાનું તારણ જ્યારે બેંગ્લુરુના શહેરી વિસ્તારમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે રસાકસી છે. તટીય કર્ણાટક, મધ્ય કર્ણાટક અને બેંગ્લુરુ શહેરમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ટક્કર છે અને ત્રણેય વિસ્તારની 70 બેઠકમાંથી 36 ભાજપ જયારે 32 બેઠક કોંગ્રેસને મળી શકે છે અને કરાવલ વિસ્તારમાં ભાજપને બહુમતિ મળી શકે છે. કર્ણાટકના હૈદરાબાદ સાથે જોડાયેલા વિસ્તારમાં કોંગ્રેસ આગળ અને હૈદરાબાદ-કર્ણાટક વિસ્તારમાં કોંગ્રેસને 40માંથી 32 બેઠક મળી શકે છે. હૈદરાબાદ-કર્ણાટક વિસ્તારમાં ભાજપને 7 બેઠક મળી શકે છે. મોટાભાગના વિસ્તારમાં JDSને 1 કે 2 જ બેઠક મળવાનું અનુમાન છે અને બોમ્બે-કર્ણાટક વિસ્તારમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર અને દક્ષિણ કર્ણાટકમાં કોંગ્રેસને બહુમતિ મળવાનું અનુમાન છે.

કર્ણાટકનો એગ્ઝિટ પોલ
કુલ બેઠક- 224   બહુમતિ-113

એજન્સી ભાજપ કોંગ્રેસ JDS અન્ય
મેટ્રિઝ 79-94 103-118 25-33 2-5
PMARQ 85-100 94-108 24-32 2-6
પોલસ્ટ્રેટ 88-98 99-109 21-26 0-4
સી-વોટર 83-95 100-112 21-29 2-6
CGS 114 86 21 3
જન કી બાત 94-117 91-106 14-24 0-2
ETG 78-92 106-120 20-26 2-4
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ