બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / અમદાવાદના સમાચાર / voters-will-establish-gujarat-as-bjps-stronghold-says-amit-shah-on-local-body-polls
ADVERTISEMENT
આજે નારણપુરાની સબ ઝોનલ ઓફિસ ખાતે મતદાન કર્યા પછી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યના મતદારોમાં વિશ્વાસ દર્શાવ્યો હતો કે તેઓ ગુજરાતને ભાજપનું ગઢ બનાવશે, મહત્વનું છે કે આજે સવારે 7 વાગ્યાથી ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પ્રથમ તબકકાનું મતદાન ચાલી રહ્યું છે, જેમાં ગુજરાતના 6 મહાનગરો પણ સામેલ છે.
સવારે 7 વાગ્યાથી શરૂ થઈ ગયું છે મતદાન
ADVERTISEMENT
અમિત શાહે નિવેદન આપતા કહ્યું હતું કે આજે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન શરુ થઇ ગયું છે, કોર્પોરેશન અને મનપા માટે પણ આજે ચૂંટણી થશે, પત્રકારો સાથેની વાતચીતમાં પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે હું સંપૂર્ણ પણે આશ્વસ્ત છું કે ગુજરાતના લોકો મોટી સંખ્યામાં મતદાન કરશે અને ગુજરાતને ભાજપનો મજબૂત ગઢ બનાવશે.'
ADVERTISEMENT
નોંધનીય છે કે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નારણપુરા સબઝોનલ ઓફિસ ખાતે તેમના પરિવાર સહિત મતદાન કર્યું હતું. નોંધનીય છે કે બે તબક્કામાં ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે, અને જેનો બીજો તબક્કો 28 ફેબ્રુઆરીએ થશે., આજે કુલ 575 સીટો માટે 2276 ઉમેદવારો મેદાનમાં છે.
રાજ્યમાં કુલ 6 મહાનગરપાલિકા માટે યોજાઇ રહ્યું છે મતદાન
ADVERTISEMENT
કોરોનાના નિયમોના પાલન સાથે આજે સવારના 7થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન ચાલવાનું છે, જેમાં આજે રાજ્યના 8માંથી કુલ 6 મહાનગરો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે, જ્યારે કે 81 મ્યુનિસિપાલિટી, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયત માટે 28 ફેબ્રુઆરીના રોજ બીજા તબક્કાનું મતદાન યોજાશે. આજે જે મહાનગરોમાં મતદાન શરુ છે તેમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગર માટે મતદાન યોજાઈ રહ્યું છે.જેનું પરિણામ 23 ફેબ્રુઆરીના રોજ આવશે જ્યારે કે બીજા તબક્કાના મતદાનનું પરિણામ 2 માર્ચના રોજ આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.