બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:09 PM, 17 April 2025
Viral Video હાલમાં એક છોકરીનું રીલ વીડિયોએ સોશિયલ મીડિયાની ખુબ જ વાયરલ થઇ રહ્યું છે. રસપ્રદ વાત એ છે કે, વાયરલ ક્લિપમાં છોકરી કંઈ જ નથી કરી રહી. છતાં લોકો તેને જોવા માટે પાગલ થઈ રહ્યા છે. આ વીડિયો દિલ્હી મેટ્રોની અંદર શૂટ થયેલો છે. આ વીડિયો જોઇને તમે પણ ચોંકી જશો.
ADVERTISEMENT
રિલમાં યુવતી કાંઇ જ નથી કરી રહી
વાયરલ વીડિયોમાં, દિલ્હી મેટ્રોમાં સાડી પહેરેલી એક યુવતી રીલ બનાવવા માટે જે કંઈ કરતી જોવા મળે છે, તેણે કોચમાં બેઠેલા મુસાફરો અને ઇન્ટરનેટ વાપરતા લોકોને વિચારવા માટે મજબુર કરી દીધા છે. કારણ કે આ યુવતીના તમામ રિલમાં તે કાંઇ પણ કરતી નથી. મોબાઇલ ઓન કરીને તે ભાગી જાય છે. ન તો તે ઠુમકા લગાવે છે. ન તો દેહપ્રદર્શન કરે છે. ન તો કંઇ વિવાદિત બોલે છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : IPL 2025 / RCBએ ઉબેરની જાહેરાત સામે વાંધો ઉઠાવ્યો, હાઈકોર્ટમાં કેસ દાખલ, ટ્રેવિસ હેડ સાથે કનેકશન
મુસાફરો પણ વિચારમાં પડ્યા
વીડિયોમાં તમે જોશો કે છોકરી મેટ્રોના ફ્લોર પર મોબાઈલ મૂકે છે. પછી તે ઉભી થાય છે અને ત્યાંથી ભાગવા લાગે છે, અને ક્યાંય અટકતી નથી, તે બસ દોડતી રહે છે. તે જ સમયે, મેટ્રોમાં બેઠેલા બાકીના મુસાફરો વિચારવા લાગે છે કે આ યુવતી કરી શું રહી છે. આ વિચિત્ર રીલ વીડિયો @khushivideos1m નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવી છે. જાણીને નવાઈ લાગશે કે અત્યાર સુધીમાં લાખો લોકોએ આ વીડિયો જોયો છે. બીજી તરફ કોમેન્ટમાં પણ હજારો લોકોએ કોમેન્ટ કરી છે.
યુઝર અલગ અલગ ટિપ્પણી કરી રહ્યા છે
એક યુઝરે ટિપ્પણી કરતા કહ્યું કે, બહેન, મારે તમારા આત્મવિશ્વાસની કદર કરવી પડશે. બીજા યુઝરે કહ્યું, છોકરીની હિંમતને સલામ. આટલા બધા લોકોની સામે પણ તને શરમ ન આવી. બીજા એક યુઝરે લખ્યું, મૃત્યુ આવવા દો, પણ આટલો આત્મવિશ્વાસ ના રાખો. બીજા યુઝરે કહ્યું, દિલ્હી મેટ્રોમાં આપનું સ્વાગત છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.