બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / IPL News / RCBએ ઉબેરની જાહેરાત સામે વાંધો ઉઠાવ્યો, હાઈકોર્ટમાં કેસ દાખલ, ટ્રેવિસ હેડ સાથે કનેકશન
Last Updated: 05:17 PM, 17 April 2025
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ દિલ્હી હાઈકોર્ટમાં ઉબેર મોટો વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. RCB એ આરોપ લગાવ્યો છે કે ઉબેરે તેની YouTube જાહેરાતમાં તેના ટ્રેડમાર્કનું અપમાન કર્યું છે, જેમાં ક્રિકેટર ટ્રેવિસ હેડ છે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ટ્રેવિસ હેડ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) તરફથી રમે છે.
ADVERTISEMENT
RCB ને આ વાતથી છે વાંધો.
દિલ્હી હાઈકોર્ટે આરસીબીની વચગાળાની મનાઈ હુકમ માંગતી અરજી પર પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે. ઉબેર મોટોની જાહેરાત 'Baddies in Bengaluru ft. Travis Head સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જાહેરાતમાં વપરાયેલા 'Royally Challenged' બેંગલુરુ શબ્દ પર વાંધો ઉઠાવવામાં આવ્યો છે.
ADVERTISEMENT
વધુ વાંચો: આજે MI અને SRH વચ્ચે કાંટે કી ટક્કર, જાણો હેડ ટૂ હેડ રેકોર્ડ્સ અને પિચ રિપોર્ટ
RCB એ દલીલ કરી છે કે ઉબેર મોટો, સનરાઇઝર્સ હૈદરાબાદના કોમર્શિયલ સ્પોન્સર હોવાને કારણે, RCB ના ટ્રેડમાર્ક અથવા સરખા કટેન્ટનો ઉપયોગ કરી શકતુ નથી.આ દાવાને વ્યર્થ ગણાવતા, ઉબેરના વકીલોએ મનાઈ હુકમ સામે દલીલ કરી, અને કહ્યું કે આ જાહેરાત વાણિજ્યિક વાણી સ્વતંત્રતા હેઠળ આવે છે અને તેને મનાઈ હુકમ આપી શકાય નહીં.
RCB case jit jayega lagta hai😭 pic.twitter.com/uTBH80vTny
— Imsajal45 (@Sajalsinha0264) April 17, 2025
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી કેસ લડતી વકીલ શ્વેતાશ્રી મજુમદારે કહ્યું, 'જાહેરાત કરવાની લાખો સર્જનાત્મક રીતો હતી. તેમણે અમારા ટ્રેડમાર્કનો ઉપયોગ કેમ કર્યો? આ માટે, આપણને એવી વ્યક્તિની મદદની જરૂર છે જે પહેલા આપણી સાથે હતી.
જાહેરાતમાં શું બતાવવામાં આવ્યું હતું?
આ ઉબેર જાહેરાતમાં, ટ્રેવિસ હેડને 'હૈદરાબાદીયા' કહેવામાં આવ્યો છે. હેડ સફેદ શર્ટ અને ભારે સોનાની ચેઇન પહેરેલો દેખાય છે. એક દ્રશ્યમાં, હેડ અને તેની 'ગેંગ' બેંગલુરુ વિરુદ્ધ હૈદરાબાદ મેચ પહેલા સ્ટેડિયમમાં પ્રવેશતા જોવા મળે છે. આ પછી, તે સ્પ્રે કેનનો ઉપયોગ કરીને સાઇનબોર્ડ પર લખેલા 'બેંગલુરુ વિરુદ્ધ હૈદરાબાદ' વાક્યને 'Royally Challenged બેંગલુરુ વિરુદ્ધ હૈદરાબાદ' માં બદલી નાખે છે. આ જ કારણ છે કે RCB મેનેજમેન્ટને આ જાહેરાત પસંદ ન આવી. આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર 54 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે. હેડે IPLમાં RCBનું પ્રતિનિધિત્વ પણ કર્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.