બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / video of BJP candidate Shankar Chaudhary has surfaced on Banaskanthas Tharad seat.

ગુજ'રાજ' 2022 / મેહોણામાં કોઈ ગાડી રોકે અને મારુ નામ આપો તો સેલ્યુટ મારીને...: શંકર ચૌધરીનું સ્ફોટક નિવેદન, કાર્યકરો ખુશ

Kishor

Last Updated: 09:33 PM, 26 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બનાસકાંઠાની થરાદ બેઠક પર ભાજપના ઉમેદવાર શંકર ચૌધરીનો સ્ફોટક નિવેદન આપતો વિડીયો સામે આવ્યો છે.

  • શંકર ચૌધરીનો વધુ એક વીડિયો સામે આવ્યો
  • 'શંકરભાઇને ત્યાંથી આવું છું તેમ કહેશો તો પોલીસવાળા સેલ્યુટ મારી જવા દેશે'

ગુજરાત વિધાનસભાની ચુંટણીને લઇને બનાસકાંઠાની થરાદ બેઠક વધુ એક વખત ચર્ચામાં આવી છે.  આ બેઠક પર બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરી ભાજપની ટિકિટે ચુંટણી લડી રહ્યા છે. જે  શંકર ચૌધરીનો આજે સભા દરમિયાનનો એક વિડીયો સામે આવ્યો છે. જેમાં શંકર ચૌધરી વિવાદિત નિવેદન આપતા નજરે પડે છે. જેને લઇને જિલ્લાનું રાજકારણ ગરમાયું છે.

શું બોલ્યા શંકર ચૌધરી ? 
જાહેર સભાને સંબોધતા શંકર ચૌધરીએ કહ્યું હતું કે સાવ નમાલો માણસ નથી. ભાઈબંધી રાખવા જેવો માણસ છું. ભાઈબંધી રાખશો તો અડધી રાતનો હોંકારો થઇશ તેવી પણ ખાતરી આપી હતી. વધુમાં તેમણે કહ્યું કે તમે મહેસાણા કે ક્યાંય પણ જાશો તમારી ગાડી કોઇ પોલીસવાળાઑ રોકે એને પૂછે કે ક્યાંથી આવો તમે થરાદ શંકરભાઇને ત્યાંથી આવું છું. તેમ કહેશો એટલે તે સેલ્યુટ મારીને જવા દેશે. તેવું ગૌરવ મારે તમામ નાગરિકોને અપાવવું છે અને ખાલી મારો ફોટો સ્ટેટસમાં હોય તો પણ કોઈ પોલીસવાળા તમને રોકશે નહી.વાવમાં હું નથી તો પણ નામથી કામ થઇ જાય છે. તેમ હું ના હોય તો પણ કામ થઇ જવા જોઇએ.

મહત્વનું છે કે તાજેતરમાં જ શંકર ચૌધરીએ જાહેરસભામાં જણાવ્યું હતું કે મારા કાર્યકર્તાઓને કોઇ રંજાડશે તો એ મારી સાથે દુશ્મનાવટ કરી છે એવું માનજો. તેવો વીડિયો વાયરલ થયો હતો. નોંધનીય છે કે 22 નવેમ્બરના રોજ થરાદમાં જાહેરસભામાં ગૃહમંત્રી અમિત શાહએ શંકર ચૌધરીને લઈને મોટો સંકેત આપ્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે  શંકર ચૌધરીને તમે ધારાસભ્ય બનાવો,અમે તેમને મોટું સ્થાન આપીશું. આમ સરકારમાં શંકર ચૌધરીને મોટું સ્થાન આપવા અંગે અમીત શાહે નિવેદન આપ્યું હતું. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ