બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Assembly election 2023 / ગુજરાત / અન્ય જિલ્લા / video of BJP candidate from Dwarka seat Pabubha Manek viral

વાયરલ VIDEO / મતદારે સવાલ કરતાં પબુભાએ પિત્તો ગુમાવ્યો, કહ્યું કોંગ્રેસે રોકડા આપ્યા? ભરી સભામાં બરાબરનો ઘઘલાવ્યો

Kishor

Last Updated: 05:44 PM, 20 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દ્વારકા બેઠકના ભાજપના ઉમેદવાર પબુભા માણેકનો બફાટ કરતો વીડિયો વાયરલ થતાં લોકોમાં અનેક સવાલો ઊભા થયા છે.

  • પબુભા માણેકનો બફાટ કરતો વીડિયો થયો વાયરલ
  • ચૂંટણી પ્રચાર દરમિયાન મતદાર પર ગુસ્સે ભરાયા પબુભા 
  • કોંગ્રેસ નેતા પાલ આંબલીયાએ વિચારીને મતદાન કરવા કરી અપીલ 

દ્વારકા બેઠકના ઉમેદવાર પબુભા માણેકનો બફાટ કરતો વીડિયો વાયરલ થતાં સમગ્ર પંથકમાં ચકચાર જાગી છે. ચૂંટણી પ્રચાર દરમિયાન એક ગામમાં પબુભા માણેક પોતાના ટેકેદારો સાથે ગયા હતા. આ દરમિયાના મતદારે  સવાલ કરતા પબુભા ગુસ્સે ભરાયા હતા અને મોટી સંખ્યામાં લોકોની હાજરી વચ્ચે મતદારને બરાબરનો ઘઘલાવી નાખ્યો હતો. એટલું જ નહીં વિપક્ષ પાસેથી 'રોકડા કરી લીધા છે'? તેવું કહીને ધમકાવ્યો હતો. ત્યારબાદ મતદારને મિટિંગમાંથી બહાર નીકળી જવાનું પણ કહ્યું હતું. બીજી બાજુ આ વિડીયો જૂનો હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. આ વાયરલ વિડીયોની VTV પુષ્ટિ કરતું નથી. તો આ વાયરલ વિડીયો મામલે પબુભાનું નિવેદન સામે આવ્યું છે.જેમાં તેમણે કહ્યું હતું કે સામાપક્ષે એક માણસને દારૂ પીને મોકલ્યો હતો. 


ચૂંટણીમાં વિચારીને મતદાન કરવા પાલ આંબલીયાએ કરી અપીલ
પ્રજા પ્રતિનિધિના સામાન્ય માણસ પ્રત્યેના આ પ્રકારના વર્તનને લઇને લોકોમાં સોપો પડી ગયો હતો. બીજી બાજુ આ વીડિયો વાયરલ કરીને કોંગ્રેસ નેતા પાલ આંબલીયાએ ચૂંટણીમાં વિચારીને મતદાન કરવા અપીલ કરી છે.  મહત્વનું છે કે દ્વારકા બેઠક પર કોંગ્રસમાંથી આહીર સમાજના આગેવાન મુળુભાઈ કાંડોરીયા પબુભાને બરાબરની ટક્કર આપી રહ્યાં છે.  જ્યારે આપમાંથી લખમણ નકુમ મેદાને છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ