બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / VIDEO Female bodybuilder did ramp walk in two-piece in front of Lord Hanuman

મધ્યપ્રદેશ / આ તો હદ થઇ ગઇ, ભગવાનની જ સામે રેમ્પ વૉક! VIDEO વાયરલ થતા મામલો ગરમાયો

Arohi

Last Updated: 09:52 PM, 6 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહિલા બોડી બિલ્ડરે ભગવાન હનુમાનની મૂર્તિની સામે અશ્લિલ રેમ્પ વોક કર્યું છે. આ રેમ્પ વોકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ હંગામો થઈ રહ્યો છે. આ સ્પર્ધાને લઈને કોંગ્રેસે બીજેપી પર પ્રહાર કર્યા છે.

  • ભગવાન હનુમાનની મૂર્તિ સામે અશ્લિલ રેમ્પ વોક 
  • સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતા હંગામો 
  • સ્પર્ધાને લઈને કોંગ્રેસે બીજેપી પર કર્યા પ્રહાર 

મધ્ય પ્રદેશના રતલામ જિલ્લામાં નેશનલ બોડી બિલ્ડિંગ કોમ્પિટીશનના કારણે હંગામો થયો છે. આ કોમ્પિટીશનમાં મહિલા સ્પર્ધકો પણ ભાગ લીધો. અહીં એ સમયે હંગામો થયો જ્યારે મહિલા બોડી બિલ્ડર ભગવાન હનુમાનની મૂર્તિના સામે ટૂ-પીસમાં રેમ્પ વોક અને ડાન્સ કરતી જોવા મળી હતી. 

હવે આ મામલાને લઈને કોંગ્રેસે બીજેપી પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસે બીજેપી પર અશ્લિલતા ફેલાવવા અને ભારતીય સંસ્કૃતિની મજાક ઉડાવવાનો આરોપ લગાવ્યો છે. હિંદુ સંગઠનોએ આ ઘટનાને લઈને શંકા વ્યક્ત કરી છે. કોંગ્રેસ સોમવારે કોમ્પિટીશન હોલમાં સુંદરકાંડ કરશે અને તેને ગંગાજળથી ધોશે. 

બજરંગબલીની પ્રતિમા સામે અશ્લિલતા ફેલાવવાના આરોપ 
મહત્વનું છે કે રતલામમાં 5 માર્ચે થયેલી બોડી બિલ્ડિંગ સ્પર્ધા વિવાદોમાં આવી ગઈ છે. બીજેપી પર ભગવાન બજરંગબલીની પ્રતિમાની સામે અશ્લિલતા ફેલાવવાનો ગંભીર આરોપ લાગ્યો છે. 

અહીં આયોજન રતલામ મહાપૌર પ્રહલાદ પટેલની અધ્યક્ષતા વાળી સમિતિએ કરાવ્યું હતું. આ ઘટનાને લઈને જનતાએ સોશિયલ મીડિયા પર પણ પ્રતિક્રિયા આપી છે. 

કોંગ્રેસે બીજેપીને ઘેરી 
બીજી બાજુ મંચ પર ભગવાન હનુમાનની સામે મહિલા સ્પર્ધકોના અંગ પ્રદર્શનને લઈને કોંગ્રેસે બીજેપીને ઘેરી છે. કોંગ્રેસે આયોજનને અશ્લીલતા ફેલાવનાર અને ભારતીય સંસ્કૃતિ વિરૂદ્ધનું ગણાવ્યું છે. યુવક કોંગ્રેસનું કહેવું છે કે તે હવે આયોજન સ્થળ પર સુંદરકાંડ પર પાઠ કરશે અને તેને ગંગાજળથી ધોશે. 

સોશિયલ મીડિયામાં ફોટો-વીડિયો વાયરલ 
મહત્વનું છે કે આયોજનના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ ઉપરાંત લોકો આયોજન સમિતિ પર સવાલ ઉઠાવી રહ્યા છે. કોંગ્રેસ નેતા પારસ સકલેચાએ આને ભારતીય સંસ્કૃતિનું અપમાન ગણાવ્યું છે. તેમણે કહ્યું કે આ ઘટનાથી બીજેપીનું ચરિત્ર પ્રકાશમાં આવી રહ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ