બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / Vicky Kaushal's 'Sam Bahadur' faltered against the film 'Animal', earned only this much on the opening day
Megha
Last Updated: 10:05 AM, 2 December 2023
ADVERTISEMENT
શુક્રવારે બે મોટી ફિલ્મો રિલીઝ થઈ જેની દર્શકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. એક તરફ બોલિવૂડ સુપરસ્ટાર રણબીર કપૂરની ફિલ્મ એનિમલ અને બીજી તરફ બોલિવૂડના ચાર્મિંગ બોય વિકી કૌશલની સામ બહાદુર, બંને ફિલ્મો પ્રથમ દિવસે જ જોરદાર કમાણી કરે એવી શક્યતા હતી, પરંતુ પરિસ્થિતિ એવી બની કે રણબીરની ફિલ્મ એનિમલે કમાણીમાં સામ બહાદુરને પાછળ છોડી દીધી છે.
#SamBahadur Fri / Day 1 at national chains… Update: 7 pm…
— taran adarsh (@taran_adarsh) December 1, 2023
⭐️ #PVRInox: ₹ 2.80 cr
⭐️ #Cinepolis: ₹ 60 lacs
⭐️ Total: ₹ 3.40 cr pic.twitter.com/TWtgcMcHkI
ADVERTISEMENT
'સામ બહાદુર' સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. 'એનિમલ'ની સાથે રિલીઝ થયેલી ફિલ્મને લઈને પણ ઘણી ચર્ચા થઈ રહી છે. વિકી કૌશલની જોરદાર એક્ટિંગ અને મેઘના ગુલઝારનું ડિરેક્શન ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે. ફિલ્મની વાર્તા સામ માણેકશાના જીવનની વાસ્તવિક ઘટનાઓ પર આધારિત છે, જેને નિર્માતાઓએ આબેહૂબ રીતે દર્શાવવાનો પ્રયાસ કર્યો છે. હવે આ ફિલ્મનું પ્રથમ દિવસનું કલેક્શન સામે આવ્યું છે.
'સામ બહાદુર'એ પહેલા દિવસે આટલા કરોડની કમાણી કરી હતી
એક રિપોર્ટ અનુસાર, વિકી કૌશલની ફિલ્મ 'સામ બહાદુર'એ 5.50 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જે અભિનેતાના સ્ટારડમને જોતા ઘણું સારું માનવામાં આવે છે. ઘણીવાર એવું જોવા મળે છે કે જ્યારે બે ફિલ્મો એકસાથે એક જ દિવસે રિલીઝ થાય છે ત્યારે તેમાંથી એકની કમાણી પર અસર થાય છે. આવી જ સ્થિતિ વિકી કૌશલની ફિલ્મ સાથે પણ બની છે. 'એનિમલ' સાથેની બોક્સ ઓફિસ ક્લેશને કારણે વિકી કૌશલની ફિલ્મ પહેલા દિવસે કમાણીના મામલામાં પાછળ રહી ગઈ છે. જો કે, શાનદાર વાર્તા અને દમદાર અભિનયના કારણે આ ફિલ્મે દર્શકોના દિલ પર પોતાની છાપ છોડી છે. સોશિયલ મીડિયા પર 'સામ બહાદુર'ને લઈને ચાહકોમાં જોરદાર ચર્ચા છે અને દરેક લોકો આ ફિલ્મના વખાણ કરી રહ્યા છે.
#SamBahadur has taken a very good opening in between ₹7cr - ₹8cr, taking in consideration all the factors. The bizz of the film is expected to grow from today as the film has met with unanimous response and praises from everyone who have watched it…. #SamManekshaw… pic.twitter.com/VEbeDfzNxo
— Rohit Jaiswal (@rohitjswl01) December 2, 2023
ફિલ્મ એનિમલ એ મચાવી ધૂમ
બોક્સ ઓફિસ પર પહેલા દિવસે જ ફિલ્મ એનિમલ સિંહની જેમ ગર્જના કરતા જોવા મળ્યું હતું. એનિમલે પહેલા દિવસે બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરીને તોફાન મચાવી દીધું છે. અહેવાલ મુજબ, ફિલ્મે પ્રથમ દિવસે કુલ 61 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ ફિલ્મે હિન્દીમાં માત્ર રૂ. 50.5 કરોડ, તેલુગુમાં રૂ. 10 કરોડ, તમિલનાડુમાં રૂ. 0.4 કરોડ, કર્ણાટકમાં રૂ. 0.09 કરોડ અને મલયાલમમાં રૂ. 0.01 કરોડની કમાણી કરી હતી. જો કે, આ હજુ પણ પ્રારંભિક અંદાજ છે અને સત્તાવાર કલેક્શન વધુ કે ઓછું હોઈ શકે છે.
ફિલ્મની સ્ટાર કાસ્ટ
તમને જણાવી દઈએ કે, 'સામ બહાદુર' ફિલ્ડ માર્શલ સામ માણેકશાની વાર્તા છે. તેમના જન્મથી લઈને તેમની નિવૃત્તિ સુધીની નોંધપાત્ર વાર્તાઓ નાટકીય સ્વરૂપમાં દર્શાવવામાં આવી છે. વિકી કૌશલ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં સામ માણેકશાની ભૂમિકામાં છે. ફિલ્મમાં વિકી કૌશલ ઉપરાંત સાન્યા મલ્હોત્રા અને ફાતિમા સના શેખ પણ મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મની વાર્તા એક બાયોગ્રાફિકલ ડ્રામા છે, તેથી તેને રોમાંચક બનાવવા માટે 'ગજબ કા બંદા, સબકા બંદા' જેવા આકર્ષક ગીતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.