બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / VTV વિશેષ / Vibrant Summit, launched with the aim of changing the political, economic and social mood of Gujarat, has completed two decades.

મહામંથન / 2003 થી 2023 સુધીમાં વાયબ્રન્ટ સમિટથી ગુજરાત કેટલું બદલાયું? અબજોના MoU, સેકંડો રોજગારીના દાવાનું તથ્ય શું?

Dinesh

Last Updated: 08:53 PM, 9 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહામંથન: આ વખતની વાયબ્રન્ટ સમિટ ગેટ વે ટુ ધ ફ્યુટર થીમ ઉપર આધારીત છે ત્યારે મોટા ઉદ્યોગોની સાથે લઘુ અને મધ્યમ ઉદ્યોગો ઉપર પણ એટલો જ ભાર મુકાયો છે

  • વાયબ્રન્ટ સમિટના બે દશક
  • ગુજરાતની ઓળખ બની રહી છે ગ્લોબલ
  • મૂડીરોકાણ, રોજગારી કેટલા વધ્યા?


ગુજરાતનો રાજકીય, આર્થિક અને સામાજિક મિજાજ બદલવાના હેતુથી શરૂ કરાયેલી વાયબ્રન્ટ સમિટ બે દશક પૂરા કરી ચુકી છે. ગુજરાતમાં રોકાણ વધારવાના હેતુથી શરૂ થયેલી આ સમિટ 2023 સુધીમાં ગેટ વે ટુ ધ ફ્યુચર સુધી પહોંચી ગઈ છે. બે દશકમાં વાયબ્રન્ટ સમિટ અને તેના દ્વારા આવતા અલગ-અલગ રોકાણોથી ગુજરાત હવે માત્ર ભારત કે વિશ્વનું જ નહીં પણ લોકોના ભવિષ્યમનું પ્રવેશદ્વાર બને એટલું સક્ષમ બન્યું છે. જંબુસરમાં વિશ્વની 60 ટકા એન્ટીવાયલનું ઉત્પાદન હોય કે પછી વડોદરામાં હેવી લોજિસ્ટીક પાર્ટ બનવાની ફેકટરીની વાત હોય. કે પછી વાત હોય સેમી કંડકટર પોલિસીના તત્કાલ અમલની. ગુજરાતે દરેક ક્ષેત્રે અલગ જ પ્રકારની વાયબ્રન્સી બતાવી છે. આ વખતની વાયબ્રન્ટ સમિટ ગેટ વે ટુ ધ ફ્યુટર થીમ ઉપર આધારીત છે ત્યારે મોટા ઉદ્યોગોની સાથે લઘુ અને મધ્યમ ઉદ્યોગો ઉપર પણ એટલો જ ભાર મુકાયો છે. છેલ્લી નવ સમિટમાં 1.4 લાખ જેટલા એમઓયુ અને 55 બિલિયન ડોલર જેટલું વિદેશી રોકાણ આવ્યાનો સરકારનો દાવો છે અને દસમી સમિટ પહેલા પણ 7.17 લાખ કરોડના એમઓયુ થઈ ચુક્યા છે.  વાયબ્રન્ટ સમિટની એકંદર ફળશ્રુતિ શું છે. આ સમિટથી ગુજરાતની આર્થિક તસ્વીર કેવી રીતે બદલાઈ. બહુરાષ્ટ્રીય કંપનીઓ વધુને વધુ આપણા રાજ્ય તરફ આકર્ષાઈ રહી છે કે કેમ, રોજગારી અને તેની સાથે થતા સામાજિક બદલાવને લોકો કઈ હદ સુધી અનુભવી રહ્યા છે

બે દશકમાં ગુજરાતમાં અનેક ફેરફાર થયા છે
રાજ્યમાં વાયબ્રન્ટ સમિટના બે દશક પૂરા થયા છે, બે દશકમાં ગુજરાતમાં અનેક ફેરફાર થયા છે. ગુજરાતના આર્થિક-સામાજિક ક્ષેત્રમાં અનેક ફેરફાર થયા છે. રાજ્યમાં મૂડીરોકાણ-રોજગારીની તકમાં વધારાનો દાવો થયો છે. રાજ્યની આર્થિક અને સામાજિક તસ્વીર કેટલી બદલાઈ?, દર બે વર્ષે યોજાતી સમિટમાં આ વખતે શું છે નવું? તેમજ 2023ની વાયબ્રન્ટ સમિટમાં મૂડીરોકાણનો લક્ષ્યાંક શું? અને 2023ની સમિટમાં નવી રોજગારી સર્જનનો લક્ષ્યાંક શું?

વાયબ્રન્ટ સમિટમાં અત્યાર સુધી કેટલા MoU?
અત્યાર સુધીની 9 સમિટમાં 1.4 લાખ જેટલા MoU થયા
9 સમિટના MoUથી 55 બિલિયન ડોલરનું વિદેશી મૂડીરોકાણ આવ્યાનો દાવો

20 વર્ષની સફર કેવી રહી?
2003
ગુજરાતને રોકાણ માટે યોગ્ય છે તે સ્થાપિત કરવું

2005
ગુજરાતને રોકાણ માટેનું હબ બનાવવા વધુ પ્રયાસ

2007
મૂડીરોકાણ માટે ગુજરાત શ્રેષ્ઠ છે તે થીમ પર આયોજન

2009
બહારથી વધુ રોકાણ આવે તેવો ધ્યેય

2011
ગુજરાતને દેશનું ગ્રોથ એન્જિન બનાવવાની થીમ

2013
ગુજરાતને ગ્લોબલ બિઝનેસ હબ તરીકે પ્રમોટ કરાયું

2015
ગ્લોબલ એમ્બિશનનું સ્પ્રિંગ બોર્ડ ગુજરાત બને એવી થીમ

2017
વિશ્વમાં ગુજરાતને ભારતના પ્રવેશદ્વાર તરીકે પ્રમોટ કરાયું

2019
આકાર લેતા નવા ભારતની થીમ ઉપર સમિટ

2024
ગેટ ટુ ધ ફ્યુયર થીમ ઉપર સમિટ

રોકાણની વણઝાર
10મી વાયબ્રન્ટ સમિટ પહેલા જ અનેક રોકાણ રાજ્યમાં થયા
સમિટ પહેલા જ 7.17 લાખ કરોડના 58 MoU કરવામાં આવ્યા

ક્યા-ક્યા ક્ષેત્રમાં રોકાણ?
ઈલેકટ્રીક વાહનો
એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ
ઓટોમોબાઈલ
બાયોટેકનોલોજી
સિમેન્ટ
પેટ્રોકેમિકલ્સ
કેમિકલ્સ
પોર્ટ્સ
શિક્ષણ
એન્જિનિયરિંગ
હેલ્થ અને ફાર્માસ્યુટીકલ
ઈન્ડસ્ટ્રીયલ પાર્ક
લોજિસ્ટિક
ઓઈલ એન્ડ ગેસ
પેકેજિંગ
પ્લાસ્ટિક
પાવર
ગ્રીન હાઈડ્રોજન
રિન્યુએબલ એનર્જી
ટેક્ષટાઈલ
પર્યટન
એપેરલ્સ
નાગરિક ઉડ્ડયન
શહેરી વિકાસ

ક્યા ક્ષેત્રમાં કેટલી રોજગારીનું સર્જન?
સરકારનો દાવો
પોર્ટ
10100

પાવર
5500

મિનરલ આધારિત પ્રોજેક્ટ
2000

એન્જિનિયરિંગ, ઓટો ઈન્ડસ્ટ્રીઝ
8150

ઔદ્યોગિક પાર્ક, ટેક્ષટાઈલ, પેટ્રોકેમિકલ
34650

શિક્ષણ
8200

એગ્રો-ફૂડ પ્રોસેસિંગ
1290

ઉદ્યોગો ક્યાં સુધીમાં શરૂ થઈ શકે છે?
2025 થી 2030ની વચ્ચે

ક્યા વિસ્તારમાં ઉદ્યોગો શરૂ થશે?
અમરેલી, વલસાડ, હજીરા, દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ, સલાયા, મોરબી, જામનગર, ધોળકા, રાજકોટ, સુરેન્દ્રનગર, વડોદરા, અમદાવાદ, મહેસાણા

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ