બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Vibrant Gujarat Summit kicks off: CM Bhupendra Patel gives welcome speech, says India will develop in 2047

વાઇબ્રન્ટ સમિટ 2024 / વાઇબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત: CM ભૂપેન્દ્ર પટેલે આપ્યું સ્વાગત ભાષણ, કહ્યું 2047માં વિકસિત બનશે ભારત

Priyakant

Last Updated: 10:27 AM, 10 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vibrant Gujarat 2024 Latest News: ચીફ ગેસ્ટ UAEના પ્રેસિડેન્ટે અચાનક જ કાર્યક્રમ છોડીને જવું પડ્યું, મુખ્યમંત્રીના સ્વાગત ભાષણના તરત બાદ જ વાઇબ્રન્ટ સમિટને સંબોધિત કરી અને બાદમાં સમિટમાંથી પ્રસ્થાન કર્યું

  • ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ 2024નું ઉદ્ધાટન
  • PM મોદીના હસ્તે થશે ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ 2024નું ઉદ્ધાટન
  • દેશ-વિદેશના અનેક મહાનુભાવો પહોંચ્યા મહાત્મા મંદિર 

Vibrant Gujarat 2024 : ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ 2024નુ ઉદ્ધાટન PM મોદીના હસ્તે થવાનું છે.દેશ-વિદેશના મહેમાનોની હાજરી વચ્ચે PM મોદીએ ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ 2024નું ઉદ્ઘાટન થવાનું છે.  મહત્વનું છે કે, ગઈકાલે અને આજે આવી રહેલા દેશ-વિદેશના મહેમાનો હાલ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં પહોંચ્યા હતા. જ્યાં  PM મોદી સાથે દરેક મહાનુભાવોનું ફોટોશૂટ થયું હતું.

ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે,હું વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં 34 ભાગીદાર દેશો અને 130 થી વધુ દેશોના પ્રતિનિધિઓનું સ્વાગત કરું છું. PM મોદીએ 'એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય'નો વિચાર વિશ્વ સમક્ષ લીધો છે. ભારતના G20 પ્રમુખપદની સફળતાએ દેશને ગૌરવ અપાવ્યું છે.

ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ 2024ના ચીફ ગેસ્ટ UAEના પ્રેસિડેન્ટે અચાનક જ કાર્યક્રમ છોડીને જવું પડ્યું હોવાનું સામે આવ્યું છે. જેને લઈ મુખ્યમંત્રીના સ્વાગત ભાષણના તરત બાદ જ વાઇબ્રન્ટ સમિટને સંબોધિત કરી અને બાદમાં સમિટમાંથી પ્રસ્થાન કર્યું છે.

મહાત્મા મંદિરની બહાર પૂરતી પોલીસ સુરક્ષા રાખવામાં આવી છે. જે પણ લોકો આવે છે તેને અલગ અલગ ગેટ પરથી એન્ટ્રી આપવામાં આવી રહી છે. આજે સવારે 9.40 વાગ્યે નરેન્દ્ર મોદી દ્વારા વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ધાટન કરવામાં આવશે. આ વખતે પણ દર વખતની જેમ કરોડો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ થાય તેવી શક્યતા છે. UAEના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન પોતાના કાફલા સાથે મહાત્મા મંદિર પહોંચ્યા છે. પોલીસ બંદોબસ્ત સાથે તેઓ મહાત્મા મંદિર પહોંચ્યા હતા.

UAEના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન પોતાના કાફલા સાથે અને પોલીસ બંદોબસ્ત સાથે તેઓ મહાત્મા મંદિર પહોંચ્યા હતા. વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં નરેન્દ્ર મોદી સાથે UAEના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન, ચેક રિપબ્લિકના વડાપ્રધાન પેટ્ર ફિયાલા, મોઝામ્બિકના રાષ્ટ્રપતિ ફિલિપ જેસિન્ટો ન્યુસી, તિમોર લેસ્તના રાષ્ટ્રપતિ જોઝ રામોસ હોર્તા, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં એકસાથે જોવા મળ્યા.

ગ્લોબલ સમિટના શુભારંભને લઈ પ્રધાનમંત્રી પણ ગુજરાતના પ્રવાસે છે. જેઓ સવારે 9:10 વાગ્યે રાજભવનથી રવાના થયા હતા અને મહાત્મા મંદિરપહોંચ્યા હતા. મહત્વનું છે કે, ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ 2024નો આજે બીજો દિવસ છે. આજે દેશ-દુનિયાભરમાંથી નેતાઓ, ઉદ્યાગપતિઓ, ડેલિગેટ્સ આવવાના છે. ત્યારે વહેલી સવારે જ અમદાવાદ એરપોર્ટ પર ચેક રિપબ્લિકના વડાપ્રધાન પિટર ફિયાલા આવી પહોંચ્યા હતા. તેમનું સ્વાગત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું હતું. બાદમાં બાય કાર તેઓ ગાંધીનગર રવાના થયા હતા.

કીર્તીદાન ગઢવીના સ્વરે "જય જય ગરવી ગુજરાત...." સાથે વાઇબ્રન્ટ સમિટની શરૂઆત 

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજે યોજાનારી વાઇબ્રન્ટ સમિટમાં 4 દેશના રાષ્ટ્રપ્રમુખની સાથે 200 કંપનીઓના સીઇઓ આવશે. ગુજરાત વાઇબ્રન્ટ સમિટ-2024માં ભાગ લેવા માટે 136 દેશની કંપનીઓ, સંસ્થાઓ અને પ્રતિનિધિઓએ રજિસ્ટ્રેશન કરાવી દીધું છે. જેમાં 75 જેટલા સીઇઓ ગ્લોબલ કંપનીઓના પણ આવશે. ગ્લોબલ સીઇઓમાં યુએઇ, યુએસએ, જાપાન, સિંગાપોર, ફ્રાન્સ, જર્મની સહિતના દેશના સીઇઓનો સમાવેશ થાય છે.

વાંચો વધુ: IIM અમદાવાદમાં શિક્ષણ પ્રાપ્ત કરીને આગળ આવ્યા છે આ દેશના રાષ્ટ્રપતિ, વાઇબ્રન્ટ સમિટ પહેલા યાદ કર્યા જૂના દિવસો

વિદેશના આ મહાનુભાવો અને સંસ્થાના CEO હાજર રહેશે ભારતના કયા કયા ઉદ્યોગપતિઓ રહેશે હાજર
સુલતાન અહેમદ બીન સુલેમાન (યુએઇ) મુકેશ અંબાણી (રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ)
સંજય મેહરોત્રા (યુએસએ) એન.ચંદ્રશેખરન (ટાટા સન્સ)
જહોન ટટલ (યુએસએ) બાબા કલ્યાણી (ભારત ફોર્જ)
ટોશીહીરો સુઝુકી (જાપાન)( સંજીવ પુરી (આઇટીસી)
માઇકલ સીન (સિંગાપોર) ઉદય કોટક (કોટક મહિન્દ્રા બેન્ક)
કીથ સ્વેન્ડર્સન (ડેનમાર્ક) કુમાર મંગલમ બિરલા (આદિત્ય બિરલા ગ્રૂપ)
યુસુફ અલી એમ.એ (યુએઇ) દિલીપ સંઘવી (સન ફાર્મા)
ટાકિયો કોનીશી (ફિલિપાઇન્સ) હર્ષપતિ સિંઘાનિયા (જેકે પેપર)
ઓગસ્ટે ટાનો (યુએસએ) ગૌતમ અદાણી (અદાણી ગ્રુપ)
લાલ કરસનભાઇ (યુએસએ) લક્ષ્મી મિત્તલ (આર્સેલર મિત્તલ)
વિવેક લાલ (યુએસએ) વિજય શેખર શર્મા (પેટીએમ)
બર્ટ ટેન ઓડેન (નેધરલેન્ડ) સમીર નિગમ (ફોન પે)
વ્લાદીમીર કાઝબેકોવ (શાંઘહાઇ) પંકજ પટેલ (ઝાયડસ)
ઓમર અલ મહરીઝી (ઓમાન) અમિત સિંગલે (એશિયન પેઇન્ટ્સ)
એરીક સોલ્હેમ (સ્વીત્ઝર્લેન્ડ) દિનેશ કુમાર ખારા (એસબીઆઇ)
નગુયેન સાન ચાઉ (વિયેટનામ) અનિલ અગ્રવાલ (વેદાંતા ગ્રુપ)
મોહમ્મદ ઇ. અલ મહેંદી (યુએઇ) વેંકટ એન (કેપજેમિની)
માસાહીરો ક્વાઇ (સીઇઓ, એશિયન ડેવલપમેન્ટ બેન્ક ઇન્સ્ટી.) સંજય ગુપ્તા (ગૂગલ)
મોહ ઇદ (ઇટાલી) મહેન્દ્ર નેરૂકર (એમેઝોન)
પિયુષ ગુપ્તા (સિંગાપોર) સ્વરૂપ આનંદ મોહંતી (મીરાઇ)
ફિલિપ સ્મીથ (યુકે) હિરોશી ઇબિના (નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા)
પ્રો.ઇયાન માર્ટીન (ઓસ્ટ્રેલિયા) યોજી તાગુચી (મિત્શુબીશી કોર્પો.ઇન્ડિયા)
રીતુ અરોરા (સિંગાપોર) વિક્રમ કસ્બેકર (હીરો મોટો કોર્પ)
એડવર્ડ નાઇટ (યુએસએ) હર્ષા અગ્રવાલ (ઇમામી ગ્રૂપ)
ક્રિસ્ટોફર હેસલર (યુએસએ) તરૂણ મહેતા (એથર એનર્જી)

જાણો આજે શું છે PM મોદીનો સમગ્ર કાર્યક્રમ ?
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મહાત્મા મંદિરે સવારે 9:15થી 9:35 વાગ્યા સુધી ગ્રૂપ ફોટોગ્રાફી કરશે. સવારે 9:40થી 12:15 વાગ્યે વાઈબ્રન્ટ ગ્લોબલ સમિટ ઉદ્ધાટન કાર્યક્રમમાં ભાગ લેશે. બપોરે 1:40થી 2:20 વાગ્યા સુધી ચેક રિપબ્લિકના પ્રધાનમંત્રી સાથે બેઠક કરશે. ચેક રિપબ્લિકના પ્રધાનમંત્રી અને પ્રધાનમંત્રી મોદી વચ્ચે દ્વિપક્ષીય ચર્ચા થશે તેમજ બપોરે 2:30થી 2:45 વાગ્યા સુધી કંપનીઓના CEO સાથે બેઠક યોજાશે. પ્રધાનમંત્રી મોદીનો બપોરે 2:45થી 4:45 વાગ્યા સુધીનો સમય રિઝર્વ રાખવામાં આવ્યો છે. ત્યારબાદ 4:50 વાગ્યે મહાત્મા મંદિરથી ગિફ્ટ સિટી જવા પ્રધાનમંત્રી મોદી રવાના થશે.  5:15થી 6:45 વાગ્યે ગ્લોબલ ફિનટેક લીડરશીપ ફોરમમાં PM ભાગ લેશે. સાંજે 7 કલાકે ગિફ્ટ સિટીથી અમદાવાદ એરપોર્ટ  જવા રવાના થશે. સાંજે 7:15 વાગ્યે અમદાવાદ એરપોર્ટથી દિલ્લી જવા રવાના થશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ