બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Van Setu Chetana Yatra will be started by Chief Minister Bhupendra Patel from 'Janki Van' of Bhinar in Navsari district.

ગાંધીનગર / લોકસભાની કરો તૈયારી! આદિવાસી વોટ બેંક માટે ગુજરાત ભાજપનો વન સેતૂ પ્લાન આવતીકાલથી અમલમાં,13 જિલ્લા ટાર્ગેટ

Dinesh

Last Updated: 06:31 PM, 17 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

gandhingar news: “વન સેતુ ચેતના યાત્રા”નો 18 જાન્યુઆરીએ નવસારી જિલ્લાના ભીનાર ખાતે આવેલા 'જાનકી વન' થી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રસ્થાન કરાવશે

  • કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન
  • આદિજાતિ બાંધવોને સ્પર્શતી 5 દિવસની “વન સેતુ ચેતના યાત્રાનું આયોજન
  • 14 જિલ્લામાંથી પસાર થઈ અંદાજિત 1000 કી.મીનું અંતર કાપશે આ યાત્રા


ગાંધીનગર ખાતે રાજ્ય સરકારના મંત્રીઓની કેબિનેટ બેઠક યોજાઈ હતી. જેમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા છે. જે બેઠક બાદ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે વાઈબ્રેન્ટ ગ્લોબલ સમિટની સફળતાની વાત કરતા કહ્યું કે, આ સમિટ ગુજરાતીઓના ગૌરવ સમાન છે, જેનો આવતા સમયમાં ભારતની જીડીપીમાં મહત્વનો ફાળો રહેશે. સાથો સાથ તેમણે વન સેતુ ચેતના યાત્રાની પણ વાત કરી હતી

વન સેતુ ચેતના યાત્રા
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે વન સેતુ ચેતના યાત્રા વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, આદિજાતિ બાંધવોને સ્પર્શતી 5 દિવસની “વન સેતુ ચેતના યાત્રા"નો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નવસારીના સાસંદ સી.આર. પાટીલના હસ્તે તા.18 જાન્યુઆરીના રોજ નવસારી જિલ્લાના ભીનાર ખાતે આવેલા 'જાનકી વન' ખાતેથી પ્રસ્થાન કરવામાં આવશે.  આ યાત્રા વલસાડ,નવસારી,ડાંગ, તાપી, સુરત,ભરુચ, નર્મદા, પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠા એમ કુલ 14 જિલ્લામાંથી પસાર થઈ અંદાજિત 1000 કી.મીનું અંતર કાપી તા.22 જાન્યુઆરીએ અંબાજી ખાતે પૂર્ણ થશે.

વાંચવા જેવું: માંડલની હોસ્પિટલની બેદરકારીના પડધાં: ગુજરાતની તમામ સરકારી અને ખાનગી આંખની હોસ્પિટલોમાં તપાસ થશે, ઋષિકેશ પટેલનો આદેશ

3 લાખ આદિવાસી ભાઈઓ બહેનોને સાંકળી લેવામાં આવશે
આ યાત્રામાં અંદાજિત 51 જેટલા આદિજાતિ તાલુકાના ગામોના અંદાજિત 3 લાખ આદિવાસી ભાઈઓ બહેનોને સાંકળી લેવામાં આવશે. આ યાત્રાના માર્ગમાં આવતા દરેક જિલ્લામાં 1 સ્ટેજ પ્રોગ્રામ અને 3 સ્થળોએ સ્વાગત કાર્યક્રમ, રાત્રીના સમયે ભજન સંધ્યા કાર્યક્રમ તેમજ યાત્રાના માર્ગમાં આવતા પ્રસિધ્ધ મંદીરોએ દર્શન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.  આ યાત્રા દરમ્યાન વનસહભાગી મંડળીઓ જોડે મુલાકાત અને સંવાદ, મહિલા સ્વસહાય જૂથો સાથે મુલાકાત, વિશેષ સિધ્ધી પ્રાપ્ત કરનાર આદીવાસીઓનું સન્માન, સરકારના 20 વર્ષની સિધ્ધીઓનો અહેવાલ, રામમંદીર પ્રાણ પ્રતિષ્ઠાની સકારાત્મક ઉજવણી, સરકારી યોજનાઓની સમીક્ષા, એફ.આર.એ ના લાભો, યાત્રી સભા, જંગલ વિસ્તારના ગામોમાં વસતા આદિજાતિ સમુદાયના લોકોને મળી, રૂબરૂ સંવાદ થકી સ્થાનિક લોકોની સમસ્યાઓનું નિરાકરણ જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ