બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / valentine day propose timing your lover have a good impact

Valentine Day / લવરિયાઓ માટે ખાસ: આ શુભ મુહૂર્ત પર પસંદગીના પાત્રને કરો પ્રપોઝ, ના કહેવાના ચાન્સ ઓછા

Manisha Jogi

Last Updated: 01:14 PM, 7 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફેબ્રુઆરી મહિનાને પ્રેમી પ્રેમિકાઓનો મહિનો માનવામાં આવે છે. વેલેન્ટાઈન ડે પર શુભ મુહૂર્ત જોઈને પ્રપોઝ કરો. વેલેન્ટાઈન ડેના દિવસે પાર્ટનરને કયા શુભ મુહૂર્ત પર પ્રપોઝ કરવું જોઈએ તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

  • વેલેન્ટાઈન ડે એક રોમેન્ટીક દિવસ છે
  • વેલેન્ટાઈન ડે પર શુભ મુહૂર્ત જોઈને પ્રપોઝ કરો
  • પાર્ટનરને કયા શુભ મુહૂર્ત પર પ્રપોઝ કરવું જોઈએ?

દરેક લવર્સ વેલેન્ટાઈન વીકની રાહ આખું વર્ષ આતુરતાથી કરે છે.  ફેબ્રુઆરી મહિનાને પ્રેમી પ્રેમિકાઓનો મહિનો માનવામાં આવે છે. વેલેન્ટાઈન ડેના દિવસે પ્રેમી પંખીડા તેમના પ્રેમને વ્યક્ત કરે છે અને આ દિવસ સેલિબ્રેટ કરે છે. કપલ્સ એકબીજાને ગુલાબ, ચોકલેટ, ગિફ્ટ આપીને પ્રેમ વ્યક્ત કરે છે. વેલેન્ટાઈન ડે પર અનેક લોકો તેમના જીવનસાથીની પસંદગી કરે છે. જો તમે તમારા પાર્ટનરની સામે તમારો પ્રેમ વ્યક્ત કરીને લગ્ન કરવા માંગો છો તો વેલેન્ટાઈન ડે પર શુભ મુહૂર્ત જોઈને પ્રપોઝ કરો. વેલેન્ટાઈન ડેના દિવસે પાર્ટનરને કયા શુભ મુહૂર્ત પર પ્રપોઝ કરવું જોઈએ તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.  

વેલેન્ટાઈન ડે એક રોમેન્ટીક દિવસ છે. આ દિવસે તમે તમારા પાર્ટનરને કોઈપણ સમયે પ્રપોઝ કરીને ગિફ્ટ આપશો તો તેનું પરિમામ સારું જ આવશે. એસ્ટ્રોલોજી અનુસાર શુભ મુહૂર્તમાં પાર્ટનરને પ્રપોઝ કરો અથવા ચોકલેટ ગિફ્ટ આપો તો તે લાભદાયી સાબિત થાય છે. 

પ્રપોઝ કરવા માટેનું શુભ મુહૂર્ત
14 ફેબ્રુઆરીના રોજ સવારે 11:12 વાગ્યાથી બપોરે 12:35 વાગ્યા સુધી પ્રપોઝ કરવાનું શુભ મુહૂર્ત છે. જો તમે તમારા પાર્ટનરને રાત્રે પ્રપોઝ કરીને કોઈ સારા રેસ્ટોરન્ટ અથવા હોટેલમાં ડિનર પર લઈ જઈને પ્રપોઝ કરવા માંગો છો તો તે માટેનું પણ શઉભ મુહૂર્ત છે. ડિનર કરતા સમયે તમે તમારા લવરને પ્રપોઝ કરવા માંગો છો તો તમે પ્રપોઝ કરી શકો છો. રાત્રે પ્રપોઝ કરવાનું શુભ મુહૂર્ત 09:23 વાગ્યાથી રાત્રે 10:59 વાગ્યા સુધી રહેશે. તમે તમારા પાર્ટનરને આ શુભ મુહૂર્તમાં પ્રપોઝ કરી શકો છો અને ગિફ્ટ આપી શકો છો, જેથી સારું પરિણામ આવશે. 

વધુ વાંચો: આ 4 રાશિના જાતકોમાં લવમેરેજના યોગ, પ્રેમીના દરેક સપના પૂરા કરવાનું હોય છે જનુન, વફાદારી સૌથી વધારે

વેલેન્ટાઈન વીક લિસ્ટ 
7 ફેબ્રુઆરી- રોઝ ડે 
8 ફેબ્રુઆરી- પ્રપોઝ ડે 
9 ફેબ્રુઆરી- ચોકલેટ ડે 
10 ફેબ્રુઆરી- ટેડી ડે 
11 ફેબ્રુઆરી- પ્રોમિસ ડે 
12 ફેબ્રુઆરી- હગ ડે 
13 ફેબ્રુઆરી- કિસ ડે 
14 ફેબ્રુઆરી- વેલેન્ટાઈન ડે
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ