બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / Vadodara, the contract was awarded to a company called Kotia Projects, who also awarded the contract to others.

જવાબદેહી / વડોદરામાં મોતનું તાંડવ કરનાર પરેશ પછી નીલેશનો બારોબાર કોન્ટ્રાક્ટ કાંડ! સેવ ઉસળની લારી વાળાને બોટ પકડાવી?, પરિણામે 14ના મોત

Dinesh

Last Updated: 10:48 PM, 18 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vadodara Harani lake boat incident: હરણી તણાવમાં કોટીયા પ્રોજેક્ટસ નામની કંપનીને કોન્ટ્રાક્ટ અપાયો હતો, જેણે પણ નિલેશ જૈન નામના વ્યક્તિને કોન્ટ્રાક્ટ આપ્યો હતો

  • વડોદરાના હરણી તળાવમાં મોતનું તાંડવ !
  • માસૂમોના માતા-પિતાના નથી સુકાઈ રહ્યા આંસુ
  • રૂપિયાની લાલચે કેટલાય માસૂમોને આપ્યું મોત!


Vadodara Harani lake boat incident: ગુજરાત માટે આજનો દિવસ ગોઝારો સાબિત થયો છે. કારણ કે, વડોદરાના હરણી તળાવમાં વિદ્યાર્થીઓથી ભરેલી બોટ પલટી ગઈ. અને જોત-જોતામાં માસૂમોના મોતની ચીચીયારીઓ ગુંજી ઊઠી. કાંઠે અનેક લોકો હતા. પરંતુ કોઈ કાંઈ ન કરી શક્યું અને બેજવાબદાર તંત્રની લાપરવાહીના કારણે માસૂમોનો ભોગ લેવાઈ ગયા. તપાસમાં સામે આવ્યું છે કે,  આ તળાવમાં બોટીંગના કોન્ટ્રાક્ટમાં પણ અદલા-બદલી થઇ હતી. મુખ્ય કોન્ટ્રાકટરે અન્ય 2 વ્યક્તિને પેટા કોન્ટ્રાક્ટ આપ્યા હોવાનું ખુલ્યું છે.

સેવ ઉસળની લારી ચલાવતો વ્યક્તિ અહીં બોટ ચલાવતો હતો ?
પાપ્ત વિગતો મુજબ હરણી તણાવમાં કોટીયા પ્રોજેક્ટસ નામની કંપનીને કોન્ટ્રાક્ટ અપાયો હતો. જેના માલિક પરેશ શાહ હાવાની સૂત્રો પાપ્ત વિગતો છે. આ કોન્ટ્રાક્ટ અપાયા બાદ પરેશ શાહે નિલેશ જૈન નામના વ્યક્તિને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. ત્યારે આ નિલેશ શાહે વળી કોઈ ત્રીજા જ વ્યક્તિને બારોબારીયું કર્યું હતું તેવી વિગતો સામે આવી છે. આ બધાની વચ્ચે ઘટનાસ્થળે એવી પણ ચર્ચા થઈ રહી છે કે, સેવ ઉસળની લારી ચલાવતો વ્યક્તિ અહીં બોટ ચલાવતો હતો.

કોની બેદરકારી ?
આ કોન્ટ્રાક્ટને લઈ અનેક સવાલો પણ સતાવી રહ્યાં છે, જો પરેશ શાહએ નિલેશ જૈનને બારોબાર કોન્ટ્રાક્ટ આપી દીધો હોય તો શુ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને જાણ નહી કરી હોય ?. જો જાણ કરી હોય તો તેણે પણ આ કોન્ટ્રાક્ટને ધક્કા મારી અન્યને આપી દીધો તેનું શું ?.  આ તળાવને લઈ સેફ્ટી અને સિક્યોરિટીમાં કોર્પોરેશન તેની જવાબદારી કેમ ન નીભાવી ?. લાઈફ જેકેટ વિના અને કેપેસિટી કરતા વધુ લોકો બેસાડતા આ ગોઝારી ઘટના બની હોવાનું પણ સામે આવ્યું છે. આવી ભંયકર બેદરકારી મહાનગરપાલિકાના તંત્રની જાણ વગર ચાલતી હોય તે વાત ગળે ઉતરે તેમ જ નથી.

વાંચવા જેવું: હરણી તળાવ બોટ દુર્ઘટનાની હાઈલેવલ તપાસના આદેશ, જિલ્લા મેજિસ્ટ્રેટને કેસ સોંપાયો, CM ઘટનાસ્થળે

જાણો સમગ્ર મામલો
વડોદરાનું હરણી તળાવ, જ્યાં બોટ પલટી જવાની દુર્ઘટના બની. અત્યાર સુધીની માહિતી મુજબ 14 લોકોના મોત થયા છે. 14 લોકોમાં 12 બાળકો અને 2 શિક્ષકો સામે છે. બોટની ક્ષમતા કરતા વધુ વજન થતા દુર્ઘટના બની હોવાની માહિતી સામે આવી છે. જેમાં 14 લોકોની ક્ષમતા ધરાવતી બોટમાં કુલ 31 લોકોને બેસાડવામાં આવ્યા હતા. 31 લોકોમાં 23 બાળકો, 4 શિક્ષકો અને 4 શાળા સ્ટાફના લોકો હતા. તંત્ર તરફથી મળતી માહિતી મુજબ જ્હાનવી હોસ્પિટલમાં 9 અને સયાજી હોસ્પિટલમાં 5ના મોત થયા છે. હજુ 1 બાળકની હાલત ગંભીર હોવાનું પણ સામે આવ્યું છે. જો કે, હવે કોન્ટ્રાક્ટરની બેદરકારીને લીધે દુર્ઘટના બની હોવાનું સામે આવ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ