બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / વડોદરા / Harani Lake Boat Tragedy High Level Probe Ordered

વડોદરા ટ્રેજેડી / હરણી તળાવ બોટ દુર્ઘટનાની હાઈલેવલ તપાસના આદેશ, જિલ્લા મેજિસ્ટ્રેટને કેસ સોંપાયો, CM ઘટનાસ્થળે

Kishor

Last Updated: 10:16 PM, 18 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરા ટ્રેજેડી ઘટનાની ગંભીરતાને ધ્યાને ગૃહ વિભાગ દ્વારા વડોદરા જિલ્લા મેજિસ્ટ્રેટને તપાસ સોંપવાનો આદેશ કરાયો છે.

  • વડોદરા હરણી તળાવ બોટની ગોજારી દુર્ઘટના
  • 14 લોકોના મોત  નિપજ્યા
  • વડોદરા જિલ્લા મેજિસ્ટ્રેટને તપાસ સોંપવામાં આવી

ગુજરાતના ઇતિહાસમાં ક્યારેય ન ભુલાય તેવી મોટી દુર્ઘટના આજે વડોદરામાં બની છે. વડોદરા હરણી તળાવ બોટની ગોજારી ઘટનામાં બાળકો, શિક્ષક સહિત 14 લોકોના કામકમાટીભર્યા મોત નિપજયા છે અને હજુ પણ ઘોર અંધારામાં જિંદગીની શોધ ચાલી રહી છે. ત્યારે આ ઘટનાને લઇ રાજ્ય આખું હચમચી ગયું છે. બીજી તરફ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના આ તાત્કાલિક વડોદરા ખાતે દોડી ગયા છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને ગૃહ વિભાગ દ્વારા તાત્કાલિક વડોદરા હરણી તળાવ બોટ દુર્ઘટનાની ઉચ્ચ કક્ષાએ તપાસ અંગે આદેશ જારી કર્યા છે.

વડોદરા જિલ્લા મેજિસ્ટ્રેટને તપાસ સોંપવાનો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. આ પ્રકરણની વિગતવાર તપાસ કરવામાં આવશે. ત્યારબાદ અહેવાલ 10 દિવસમાં રાજ્ય સરકારને સુપ્રત કરવા તાકીદ કરવામાં આવી છે.


સનરાઇઝ સ્કૂલના બાળકો અને શિક્ષકોની બોટ ઉંધી વળી જતાં બાળકો તેમજ શિક્ષકો તળાવમાં ડૂબી ગયા છે..જેમાં 14ના મોત થયા છે. આ ગંભીર બનાવના સંબંધમાં સરકારએ ઉચ્ચકક્ષાએ તપાસ કરાવવાનો નિર્ણય કરીને વડોદરા જિલ્લા મેજિસ્ટ્રેટ તપાસ સોંપતા હવે કયા સંજોગોમાં અને કયા કારણોસર આ બનાવ બનવા બન્યો છે.?, આ બનાવ સંબંધમાં સ્થાનિક તંત્ર, કોઇ ઇજારદાર કે અન્ય કોઇની નિષ્કાળજી કે બેદરકારી છે કે કેમ? ભવિષ્યમાં આવા બનાવ બનતા અટકે તે માટેના નિવારક પગલાંઓ? ની દિશામાં તપાસ હાથ ધરવામાં આવશે. 


વડોદરા કલેકટરે આ બાબતમાં વિગતવાર તપાસ કરીને તે અંગેનો અહેવાલ દસ દિવસમાં સરકારને સુપરત કરવાનો રહેશે. તપાસ સંબંધમાં વડોદરા જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ તંત્ર, સ્થાનિક સ્વરાજયની સંસ્થા તેમજ અન્ય સંબંધીત એજન્સીઓએ જિલ્લા મેજિસ્ટ્રેટ - વડોદરાને પૂરતો સહયોગ આપવાનો રહેશે તેમજ જરૂરી વિગતો/દસ્તાવેજો પૂરા પાડવાના રહેશે. તેમ પત્રમાં જણાવાયું છે.

વધુ વાંચો :ક્યાં સુધી લોકો જીવ આપતા રહેશે! બાળકો કણસી કણસીને મોતને ભેટયા! પરિવારને આઘાતમાં જોઈ કંપારી છુટી જશે, તંત્રને શું પડી?

14 લોકોના મોત  નિપજ્યા
વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જવાથી દુર્ઘટનામાં 14 લોકોના મોત  નિપજ્યા છે. મૃતકોમાં 12 બાળક અને 2 શિક્ષકનો સમાવેશ થાય છે.  23 બાળકો, 4 શિક્ષક અને 4 સ્ટાફના લોકો હોવાનો ખુલાસો થયો છે.  14 લોકોની ક્ષમતાવાળી બોટ પર 31 લોકો સવાર હતા. તળાવમાં ચાલતી એકપણ બોટનું નિરીક્ષણ ન થયાનો પણ ખુલાસો થયો છે. પરેશ શાહ નામના ઈજારદારને કોન્ટ્રાક્ટ સોંપાયો હતો. દુર્ઘટનાને લઈ રાજ્ય સરકાર એક્શનમાં છે. મુખ્યમંત્રી અને ગૃહમંત્રી વડોદરા પહોંચ્યા છે. મૃતકો અને ઘાયલોને કેન્દ્ર અને રાજ્ય સરકારે સહાય પણ જાહેર કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ