બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / VTV વિશેષ / How long will people continue to give life! The children died in agony! Seeing the family in shock will leave shivers

મહામંથન / ક્યાં સુધી લોકો જીવ આપતા રહેશે! બાળકો કણસી કણસીને મોતને ભેટયા! પરિવારને આઘાતમાં જોઈ કંપારી છુટી જશે, તંત્રને શું પડી?

Dinesh

Last Updated: 09:32 PM, 18 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહામંથન: વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જવાથી દુર્ઘટનામાં 14 લોકોના મોત  નિપજ્યા છે. મૃતકોમાં 12 બાળક અને 2 શિક્ષકનો સમાવેશ થાય છે.

  • વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જવાથી દુર્ઘટના
  • તળાવમાં ડુબી જવાથી 14 લોકોના નિપજ્યા મોત
  • મૃતકોમાં 12 બાળક અને 2 શિક્ષકનો સમાવેશ


વડોદરાના હરણી તળાવમાં જે દુર્ઘટના બની તેને દ્રશ્ય માધ્યમમાં જોતા અને અનુભવતા હૃદયમાં કંપારી છુટી જાય છે. ગુજરાતમાં આવી દુર્ઘટના પહેલી નથી, એક યા બીજી બેદરકારીને કારણે માસૂમ બાળકોએ જીવ ગુમાવ્યાની ઘટના પણ પહેલી નથી પણ અત્યંત દુખ અને ગુસ્સા સાથે કહેવું પડે કે સ્થિતિ દળી-દળીને ઢાંકણીમાં રહ્યા બરાબર જ છે. ચોક્કસ આંકડો સમય રહેતા ભલે બહાર આવે પણ હરણી તળાવમાં બોટ પલટી જવાથી મોતને ભેટેલા વિદ્યાર્થીઓનો આંકડો માત્ર એ વ્હાલસોયાના મા-બાપને જ નહીં પણ આખા રાજ્યને રડાવવા માટે પૂરતો છે. બેદરકારી કેટલી હદે દાખવી હોઈ શકે તેના બહુ દૂર સુધી પુરાવા શોધવાની જરૂર નથી કારણ કે પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપના ધોરણે જે કંપનીને કોન્ટ્રાક્ટ અપાયો છે તે તો મોટુ માથુ છે જ હવે તેણે એમ્યુઝમેન્ટનો કોન્ટ્રાક્ટ બીજાને આપ્યો અને એ બીજાએ વળી બોટિંગનો કોન્ટ્રાક્ટ કોઈ ત્રીજાને આપ્યો એટલે જયારે પણ કાયદાકીય રાહે તપાસ ચાલશે ત્યારે ઈસકી ટોપી ઉસકે સર જેવો જ ઘાટ ઘડાશે તે દુખ સાથે કહેવું પડે કે નક્કી જ છે. 

મા-બાપની મન:સ્થિતિ શું હશે
અત્યારે જે સવાલોની વણઝાર છે એમા નથી પડવું પણ એક જવાબદાર માધ્યમ સહિત આપણે સૌએ એ  અનુભવવાની જરૂર છે કે જ્યારે વાઘોડિયાની એ ન્યુ સનરાઈઝ સ્કૂલના વિદ્યાર્થીઓ હસતા રમતા પિકનિક મનાવવા જવા માટે રવાના થયા હશે ત્યારે તેના ચહેરા ઉપરની એ ખુશી કેવી હશે, એ વાલીઓ કેવો આનંદ અનુભવતા હશે કે ચાલો આજે મારો દીકરો કે દીકરી તળાવમાં ફરવા ગયા છે. અને એ ખુશી, એ ઉત્સાહ જ્યારે આઘાતને પણ આઘાત લગાડે એવા સમાચાર લઈને આવે કે તળાવમાં બોટિંગ દરમિયાન બોટ પલટી જતા આપનું વ્હાલસોયુ બાળક મૃત્યુને ભેટ્યું ત્યારે એ મા-બાપની મન:સ્થિતિ શું હશે. આવી સ્થિતિ મારા તમારા કે ગુજરાતના કોઈ વાલીની ન બને તેના માટે સૌએ એક થવું પડશે અને કહેવું પડશે કે હવે ચૂપ નહીં રહીએ. 

વાંચવા જેવું: વડોદરા બોટ દુર્ઘટના: પ્રધાનમંત્રી મોદીએ વ્યક્ત કર્યું દુખ, મૃતકો માટે સહાયની કરી જાહેરાત, CM વડોદરા જવા રવાના

14 લોકોના મોત  નિપજ્યા
વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જવાથી દુર્ઘટનામાં 14 લોકોના મોત  નિપજ્યા છે. મૃતકોમાં 12 બાળક અને 2 શિક્ષકનો સમાવેશ થાય છે.  23 બાળકો, 4 શિક્ષક અને 4 સ્ટાફના લોકો હોવાનો ખુલાસો થયો છે.  14 લોકોની ક્ષમતાવાળી બોટ પર 31 લોકો સવાર હતા. તળાવમાં ચાલતી એકપણ બોટનું નિરીક્ષણ ન થયાનો પણ ખુલાસો થયો છે. પરેશ શાહ નામના ઈજારદારને કોન્ટ્રાક્ટ સોંપાયો હતો. દુર્ઘટનાને લઈ રાજ્ય સરકાર એક્શનમાં છે. મુખ્યમંત્રી અને ગૃહમંત્રી વડોદરા પહોંચ્યા છે. મૃતકો અને ઘાયલોને કેન્દ્ર અને રાજ્ય સરકારે સહાય પણ જાહેર કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ