બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી માટે ગુજરાતની 25 બેઠક પર આજે મતદાન, 266 ઉમેદવારો છે મેદાને, સૌથી વધુ અમદાવાદ પૂર્વ બેઠક પર 18 ઉમેદવારો છે મેદાને, સૌથી ઓછા બારડોલી બેઠક પર માત્ર 3 ઉમેદવારો લડી રહ્યા છે ચૂંટણી, સવારે 7 વાગ્યાથી મતદાનથી થશે શરૂઆત

logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

VTV / ગુજરાત / વડોદરા / Vadodara Harani lake boattragedy Minister Harsh Sanghvi said that an FIR has been filed and 2 accused have been arrested.

વડોદરા ટ્રેજેડી / હર્ષ સંઘવીએ બોટ દુર્ઘટનાની જણાવી સમગ્ર ટાઈમ લાઈન, 4.45 વાગ્યે આવ્યો કાળ, કહ્યું તપાસમાં કોઈ છટકબારી નહીં

Dinesh

Last Updated: 11:49 PM, 18 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vadodara Harani lake boat tragedy: ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, એફઆઈઆર દાખલ કરી લેવામાં આવી છે તેમજ 2 આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે. એક આરોપી હોસ્પિટલમાં દાખલ છે

  • વડોદરાના હરણી દુર્ઘટનામાં 14ના મોત
  • જિલ્લા મેજીસ્ટ્રેટને સોંપાઈ તપાસ
  • પોલીસે ગુનો નોંધીને 2 શખ્સોની કરી ધરપકડ


વડોદરાના હરણી વિસ્તારમાં આવેલા મોટનાથના હરણી તળાવમાં કમકમાટી ભરી દૂર્ઘટના ઘટી છે.  પ્રવાસે માટે આવેલા વિદ્યાર્થીઓને દુર્ઘટના નડી છે. તળાવમાં બોટ પલટી જતાં 14 લોકો મોતને ભેટ્યા છે. જેમાં 12 બાળકો અને 2 શિક્ષકોના મોત થયાની માહિતી સામે આવી છે. ઘટનાને પગલે રાજ્ય સરકાર એક્શનમાં આવી છે.  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર ઘટનાના તાગ મેળવ્યા હતાં. દૂર્ઘટનાને લઈ હર્ષ સંઘવીનું નિવેદન પણ સામે આવ્યું છે.  

'2 આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે'
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, સરકારે જેને કોન્ટ્રાક્ટ આપ્યો તે વ્યક્તિએ બીજાને કોન્ટ્રાક્ટ આપ્યો અને કોન્ટ્રાક્ટરે સબ કોન્ટ્રાક્ટ આપ્યો તે એક ગુનો છે. વધુમાં કહ્યું કે, કલેક્ટરને આ બાબતે પણ તાપસ કરવાની સૂચના આપી છે. બોટ ચલાવનાર એજન્સી અને બોટ ચલાવનારાની પ્રાથમિક ક્ષતિ સામે આવી છે. જે લોકો ને લાઇફ ગાર્ડ પહેરાવ્યા હતા એ તમામ લોકોના જીવ બચ્યો છે. જે લોકો ને લાઇફ ગાર્ડ ના પહેરાવ્યા તે પણ ગુનો છે. હર્ષ સંઘવીએ જણાવ્યું કે, એફઆઈઆર દાખલ કરી લેવામાં આવી છે તેમજ 2 આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે. એક આરોપી હોસ્પિટલમાં દાખલ છે. અન્ય આરોપીને પકડવા માટે પોલીસ ટીમ કામે લાગી છે. 9 ટીમો દ્વારા આરોપીને પકડવા માટે કામગીરી શરૂ કરી છે. 

હર્ષ સંઘવીએ કહ્યું કે, બરોડામાં ન્યુ સન રાઈઝ સ્કુલના બાળકો શિક્ષકો સાથે બોટિંગમાં ગયા હતાં. ત્યારે 4.45 કલાકે બોટ પલટી ખાઈ ગઈ હતી.  આ ઘટના જાણ થતાં જ કલેકટર, મ્યું. કમિશનર અને પોલીસ કમિશનર ઘટના સ્થળ પર પહોંચ્યા હતા.

14 લોકોના દુઃખદ મોતનો મામલો
વડોદરા શહેરની ન્યુ સન રાઇઝ સ્કૂલના બાળકો હરણી તળાવમાં બોટિંગ માટે ગયા હતા. બાળકો સાથેની બોટ સાંજના સમયે પલટી ખાતા આ દુર્ઘટના ઘટી હતી. ઘટનાની જાણ થતાં કલેકટર અતુલ ગોર, મ્યુનિ. કમિશનર દિલીપ રાણા, શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઘટના સ્થળે એન.ડી.આર.એફ,ફાયર બ્રિગેડના જવાનો દ્વારા યુદ્ધના ધોરણે બચાવ રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી.આ કરૂણ દુર્ઘટનામાં 12 બાળકો અને બે શિક્ષકો સહિત કુલ 14 લોકોના દુઃખદ મૃત્યુ થયા છે.

વાંચવા જેવું:  વડોદરામાં મોતનું તાંડવ કરનાર પરેશ પછી નીલેશનો બારોબાર કોન્ટ્રાક્ટ કાંડ! સેવ ઉસળની લારી વાળાને બોટ પકડાવી?, પરિણામે 14ના મોત

મેજિસ્ટ્રેટિયલ તપાસ કરવાના આદેશ
મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરની એસ.એસ.જી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બાળકોના ખબર અંતર પૂછ્યા હતા અને આ બાળકોને ઝડપી સારવાર મળે તે માટે તંત્ર વાહકોને સૂચનાઓ આપી હતી. મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. વડોદરાની આ કરૂણ દુર્ઘટનાની મેજિસ્ટ્રેટિયલ તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. આ માટે ગૃહ વિભાગ દ્વારા આદેશ પણ જારી કરી દેવામાં આવ્યો છે.  વડોદરાની આ ઘટનામાં મૃતકના પરિવારજનોને રાજ્ય સરકારે દ્વારા રૂ.ચાર લાખ અને ઘાયલોને રૂ.50 હજારની સહાયની જાહેરાત કરી છે.કેન્દ્ર સરકારે પણ મૃતકોના પરિવારજનોને રૂ.બે લાખની સહાયની જાહેરાત કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ