બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / vaccine is not enough says center after omicron reaches to 400 cases

Omicron effect / માત્ર વેક્સિન લઈ લેવાથી કામ પૂરું નથી થઈ જતું, ઓમિક્રૉનનાં નવા કેસ મામલે કેન્દ્રએ જે કહ્યું એ જાણવા જેવુ

Mayur

Last Updated: 03:34 PM, 25 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં ઓમિક્રૉનનાં સતત વધી રહેલા કેસ આજે 400 ઉપર પહોંચી ગયા છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આ આંકડો સૌને આ બાબતે સાવચેત કરી દેવા માટે પૂરતો છે.

  • ભારતમાં 10 માંથી 9  ઓમિક્રૉન દર્દીઓ વેક્સીનેટેડ
  • ભારતમાં ઓમિક્રૉનના 415 કેસ 
  • વેરિયન્ટના શોધકે આપ્યો અલગ મત 

ભારતમાં ઓમિક્રૉનના કેસ સતત વધી રહ્યા છે. એક એવો ચિંતાજનક આંકડો સામે આવ્યો છે કે જેના કારણે  Omicron ને લઈને તમામ લોકો ગંભીર થઈ ગયા છે. ચિંતાની વાત એ છે કે 10 સંક્રમિતમાંથી 9 એવા હોય છે કે જેને વેક્સિનનો એક કે બંને ડોઝ લાગી ચૂક્યો હોય. 

183. ઓમિક્રૉન દર્દીઓને લઈને કરવામાં આવેલ એક વિશ્લેષણમાં આ ખુલાસો થયો હતો. શુક્રવારે કેન્દ્ર સરકારે કહ્યું હતું કે આ મહામારીને રોકવા મારે વેક્સિન એકલી પર્યાપ્ત નથી પરંતુ સાથે લોકોએ પણ તેને ગંભીરતાથી લેવા સાથે સતર્ક થઈ જવું પડશે અને તેનાથી બચવા  માટે આ સતર્ક રહેવું પણ એટલું જ જરૂરી બનવાનું છે. 

ઓમિક્રૉન બન્યો મોટી આફત 
દેશભરમાં કોરોના વાયરસનાં નવા વેરિયન્ટ ઓમિક્રૉનનાં કારણે સતત ટેન્શન વધી રહ્યું છે, એક બાદ એક રાજ્યમાં પ્રતિબંધો લાગી રહ્યા છે. એવામાં આજે એક જ દિવસમાં ઓમિક્રૉનનાં કેસમક 16 ટકાનો વધારો જોવા મળ્યો છે. ગઇકાલે દેશમાં ઓમિક્રૉનનાં કેસ 358 હતા જે આજે વધીને 415 થઈ ગયા છે જેમાંથી 115 દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે. જોકે છેલ્લા 24 કલાકમાં તો માત્ર એક જ દર્દી સાજો થયો છે. આંકડાઓ પરથી કહી શકાય કે ઓમિક્રૉનનાં કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. દેશના 17 રાજ્યોમાં આ વેરિયન્ટ ફેલાઈ ચૂક્યો છે ત્યારે સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં 108 કેસ અત્યાર સુધી નોંધાઈ ચૂક્યા છે અને દિલ્હી આ મામલે બીજા નંબર પર છે. દિલ્હીમાં 79 ઓમિક્રૉનનાં કેસ નોંધાયા છે. નોંધનીય છે કે દેશમાં ડેલ્ટા વેરિયન્ટનાં કારણે જ્યારે બીજી લહેર આવી હતી ત્યારે પણ મહારાષ્ટ્રમાં જ સૌથી વધારે કેસ સામે આવતા હતા. 

વેક્સિનનાં બંને ડોઝ લઈ ચૂક્યા છે 

91% કેસમાં દર્દીઓ વેક્સિનનાં બંને ડોઝ લઈ ચૂક્યા હતા. આ સિવાય 87 દર્દીઓમાં ત્રણ ને તો બુસ્ટર ડોઝ પણ લાગી ચૂક્યો છે. 183 લોકોમાંથી સાત એવા હતા કે જેમને કોઈ વેક્સિનનો એકે ડોઝ લાગ્યો જ નથી. બે ને વેક્સિનનો એક એક ડોઝ લાગ્યો હતો. કેન્દ્ર સરકાર અનુસાર 73 લોકોને વેક્સિન કોઈક રીતે નથી લાગી જેનું કારણ જાણવા મળ્યું નથી. ઘણાબધાની ઉંમર 16 થી 18 વર્ષ હતી. 
ડોક્ટર એન્ગેલિક કોઈત્ઝીએ કહ્યું કે ભારતમાં ઓમિક્રોનના કેસ અને હાઈ પોઝિટીવીટી રેટમાં વધારો થશે પરંતુ સાઉથ આફ્રિકામાં જેવું બન્યું તેવું મોટાભાગના લોકોમાં ઈન્ફેક્શન હળવું રહેશે. 

પ્રવર્તમાન વેક્સિન ઓમિક્રોનને કાબુમાં લાવી દેશે

તો વળી એક બીજો ઓપીનીયન એવો પણ છે કે સાઉથ આફ્રિકન મેડિકલ એસોસિએશનના અધ્યક્ષ ડોક્ટર એન્ગેલિક કોઈત્ઝીએ કહ્યું કે પ્રવર્તમાન વેક્સિન ઓમિક્રોનને કાબુમાં લાવી દેશે અને જે લોકોએ હજુ સુધી વેક્સિન લીધી નથી તેમના માટે 100 ટકા જોખમ છે. તેમણે કહ્યું કે હાલમાં દુનિયામાં જે પણ વેક્સિન ઉપલબ્ધ છે તે ઓમિક્રોન વેરિયન્ટનો ફેલાવો ઘટાડવામાં મદદ કરશે. 

ડોક્ટર એન્ગેલિક કોઈત્ઝીએ સૌથી પહેલી વાર ઓમિક્રોન વેરિયન્ટની શોધ કરી હતી
ઉલ્લેખનીય છે કે  ડોક્ટર એન્ગેલિક કોઈત્ઝીએ સૌથી પહેલી વાર ઓમિક્રોન વેરિયન્ટની શોધ કરી હતી તેમનું કહેવું છે કે કોરોના મહામારી હજુ પૂરી થઈ નથી અને આગામી દિવસમાં સ્થાનિક મહામારીમાં ફેરવાઈ જશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ