બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / uttar pradesh sisters living in brahma kumari ashram in agra up committed suicide

યુપી / બે બ્રહ્માકુમારી બહેનોએ કર્યો આપઘાત : સુસાઇડ નોટમાં લખ્યું, યોગીજી, આ લોકોને આસારામની જેમ જેલમાં નાંખી દેજો

Dinesh

Last Updated: 12:53 PM, 11 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

brahma kumari ashramsuicide case: પોલીસના જણાવ્યા અનુસાર એકતા અને શિખાએ 8 વર્ષ પહેલા બ્રહ્મા કુમારીમાં દીક્ષા લીધી હતી. દીક્ષા લીધા પછી તેમના પરિવારે જગનેરમાં બ્રહ્મા કુમારી સેન્ટર બનાવ્યું હતું

  • આગ્રામાં બ્રહ્મા કુમારી આશ્રમમાં રહેતી બે બહેનોએ આત્મહત્યા કરી
  • આત્મહત્યા કરતા પહેલા બંને બહેનોએ ત્રણ પાનાની સુસાઈડ નોટ લખી 
  • સીએમ યોગીને આસારામ જેવા આરોપીઓને આજીવન કેદની અપીલ કરી


uttar pradesh : ઉત્તર પ્રદેશના આગ્રામાં પ્રજાપતિ બ્રહ્મા કુમારી આશ્રમમાં રહેતી બે સગી બહેનોએ ફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધા ચકચાર મચી જવા પામી છે. આ ઘટના આગરાના જગનેરમાં બની છે. આપઘાત કરતા પહેલા બંનેએ ત્રણ પાનાની સુસાઈડ નોટ લખી હતી જે મળી આવી છે. જેમાં તેમણે આપઘાત માટે સંસ્થાના ચાર લોકોને જવાબદાર ઠેરવ્યા હતા. સુસાઈડ નોટમાં બંને બહેનોએ યુપીના સીએમ યોગી આદિત્યનાથને આસારામ જેવા આરોપીઓને આજીવન કેદની સજા આપવાનું કહ્યું છે. તેણે લખ્યું છે કે, યોગીજી આસારામ બાપુ જેવા આરોપીઓને આજીવન કેદની સજા આપો.

બે લોકોની ધરપકડ
સ્યુસાઈડ નોટમાં મૃતક બહેનોએ ચારેય આરોપીઓ સામે પૈસાની ઉચાપત તેમજ અનૈતિક પ્રવૃતિમાં સંડોવાયેલા હોવાનો આક્ષેપ કર્યો છે. ACP ખૈરાગઢના જણાવ્યા અનુસાર ચારેય આરોપીઓ આગ્રા બહારના છે. જેમાંથી બેની ધરપકડ કરવામાં આવી છે. તેમજ બેની ધરપકડ કરવા માટે પોલીસ ટીમો રવાના કરવામાં આવી છે.

8 વર્ષ પહેલા બ્રહ્મા કુમારીમાં દીક્ષા લીધી હતી
પોલીસના જણાવ્યા અનુસાર એકતા અને શિખાએ 8 વર્ષ પહેલા બ્રહ્મા કુમારીમાં દીક્ષા લીધી હતી. દીક્ષા લીધા પછી તેમના પરિવારે જગનેરમાં બ્રહ્મા કુમારી સેન્ટર બનાવ્યું હતું, જેમાં બંને રહેતી હતી. મૃતક બહેનોમાંથી શિખાએ એક પાનાની સુસાઈડ નોટ લખી છે જ્યારે એકતાએ બે પાનાની સુસાઈડ નોટ લખી છે. સુસાઈડ નોટમાં શિખાએ ઉલ્લેખ કર્યો છે કે બંને બહેનો છેલ્લા એક વર્ષથી પરેશાન હતી. સુસાઈડ નોટમાં તેમણે આશ્રમના નીરજ સિંઘલ, ધોલપુરના તારાચંદ, નીરજના પિતા અને ગ્વાલિયરમાં આશ્રમમાં રહેતી એક મહિલાને તેના મૃત્યુ માટે જવાબદાર ગણાવ્યા છે.

'અમારી સાથે દગો કર્યો છે'
સુસાઇડ નોટમાં એકતાએ લખ્યું છે કે, નીરજે કેન્દ્રમાં રહેવાની ખાતરી આપી હતી. પરંતુ કેન્દ્ર બન્યા બાદ તેમણે વાત કરવાનું બંધ કરી દીધું હતું. અમે બહેનો એક વર્ષ સુધી રડતી રહી પણ તેણે સાંભળ્યું નહીં. તેના પિતા ઉપરાંત ગ્વાલિયર આશ્રમમાં રહેતી એક મહિલા અને તારાચંદ નામના વ્યક્તિએ પણ તેને સાથ આપ્યો હતો. 15 વર્ષ સુધી સાથે રહ્યા બાદ પણ તેણે ગ્વાલિયરની એક મહિલા સાથે સંબંધ ચાલુ રાખ્યા હતા. ચારેયએ અમારી સાથે દગો કર્યો છે.

 'અનૈતિક કામો પણ કરે છે' 
બંને બહેનોએ સુસાઈડ નોટમાં લખ્યું છે કે, અમારા પિતાએ પ્લોટ માટે આશ્રમ સાથે જોડાયેલા લોકોને 7 લાખ રૂપિયા આપ્યા હતા. ગરીબો પાસેથી રૂપિયા 18 લાખ લેવામાં આવ્યા હતા. જે તમામ આરોપીઓએ પડાવી લીધા હતા. પૈસા પડાવવાની સાથે તેઓ મહિલાઓ સાથે અનૈતિક કામો પણ કરે છે અને તેમનું કોઈ કંઈ કરી શકે તેમ નથી તેમ કહીને વર્ચસ્વ બતાવે છે. સુસાઈડ નોટમાં બંને બહેનોએ જણાવ્યું કે, આરોપીઓએ અનેક લોકો સાથે અન્યાય કર્યો છે. કોઈની પાસેથી પૈસા લીધા અને તેની સામે કેસ કર્યો છે. સુસાઈડ નોટમાં એકતાએ એમ પણ કહ્યું છે કે તેની સુસાઈડ નોટ મુન્ની બહેન અને મૃત્યુંજય ભાઈને મોકલવામાં આવે.

'મને કંઈ થવા દેશે નહીં'
સુસાઈડ નોટ વધુમાં લખ્યું છે કે, ઘણી બહેનો આત્મહત્યા કરે છે અને આ લોકો તેને છુપાવે છે. અમારી બંને બહેનો સાથે દગો થયો છે. પાપી નીરજ સિંઘલ માઉન્ટ આબુમાં મોર્ડન કંપનીમાં કામ કરે છે. ગ્વાલિયર મોતી ઝિલની પૂનમ, તેના પિતા તારાચંદ અને તેની બહેનના સસરા ગુડ્ડન જે જયપુરમાં રહે છે. તે 15 વર્ષથી અમારી સાથે રહેતો હતો અને ખોટું બોલતો હતો. અમે કોઈ ભૂલ કરી નથી. અમારા તમામ નાણાં કેન્દ્રના નિર્માણમાં ખર્ચવામાં આવ્યા છે. અમને હંમેશા કહેવામાં આવતું કે ચિંતા ન કરો, હું બધું સંભાળી લઈશ. મને કોઈ નુકસાન ન પહોંચાડી શકે, મારા પિતા તારાચંદ વકીલ છે. તે મને કંઈ થવા દેશે નહીં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ