બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:37 PM, 13 April 2025
યુપીના બરેલીમાં રહેતા સરકારી શાળાના શિક્ષક પુષ્પેન્દ્ર ગંગવાર છેલ્લા ચાર દિવસથી ગુમ છે. કહેવામાં આવી રહ્યું છે કે તેને ઓનલાઈન ગેમ્સની લત લાગી ગઈ હતી, જેથી તેને ઘણું દેવું લીધું હતું. પછી માનસિક તણાવમાં તે અચાનક ઘર છોડીને ક્યાંક ચાલ્યો ગયો. આ ઘટના બાદ તેના પરિવારમાં સોપો પડી ગયો છે. સૌથી ખરાબ હાલત તેની પત્નીની છે, જે રડી રહી છે અને તેના પતિને ઘરે પાછા આવવા માટે વિનંતી કરી રહી છે.
ADVERTISEMENT
આ મામલો જિલ્લાના ઇઝ્ઝતનગર પોલીસ સ્ટેશન વિસ્તારની ત્રિલોક બિહાર કોલોનીનો છે. હકીકતમાં પુષ્પેન્દ્ર ગંગવાર બુધવારે સાંજે અચાનક ઘરેથી નીકળી ગયો હતો. અને જ્યારે તે મોડી રાત સુધી પાછો ન આવ્યો ત્યારે પરિવારના સભ્યો ચિંતા કરવા લાગ્યા. ઘણી શોધ્યા બાદ પણ જ્યારે તેની કોઈ જાણ ન થઈ, ત્યારે પરિવારે ઇઝ્ઝતનગર પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી. પોલીસે મામલો નોંધીને તેની શોધ શરૂ કરી છે. પરિવારજનોનું કહેવું છે કે તેનો મોબાઈલ ફોન પણ બંધ છે, જેના કારણે તેનો સંપર્ક કરવો અશક્ય બની ગયો છે.
<blockquote class="twitter-tweet"><p lang="hi" dir="ltr">पुष्पेंद्र गंगवार जी घर से बाहर निकले थे फिर वापस घर नहीं आए उनका फ़ोन भी घर पर ही है उनकी ही वाइफ की वीडीओ है ये, मझगवा ब्लॉक बरेली जिला के शिक्षक है। इस वीडियो का सभी लोग शेयर करो जिससे बहन की पूरी मदद हो सके।आप बहन परेशान ना हो हम सब और पूरा प्रशासन आपकी मदद में लगें है।… <a href="https://t.co/qUN1G3Q9Pe">pic.twitter.com/qUN1G3Q9Pe</a></p>— Abhijay Singh Patel (सोनू) (@abhijayApnaDalS) <a href="https://twitter.com/abhijayApnaDalS/status/1910590270481060080?ref_src=twsrc%5Etfw">April 11, 2025</a></blockquote> <script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>
ADVERTISEMENT
ઓનલાઈન ગેમિંગની લતે બગાડી જિંદગી
પરિવારજનોએ જણાવ્યું કે પુષ્પેન્દ્રને છેલ્લા અમુક સમયથી ઓનલાઇન ગેમ્સ રમવાની લત હતી. શરૂઆતમાં બધાને લાગ્યું કે તે માત્ર ટાઈમપાસ માટે રમી રહ્યો છે. પણ ધીમે ધીમે આ વ્યસન વધવા લાગ્યું. તેને ગેમિંગમાં એટલા બધા પૈસા ગુમાવ્યા કે તે દેવામાં ડૂબી ગયો. દેવાની ચિંતા, આર્થિક મુશ્કેલીઓ અને માનસિક તણાવે કદાચ તેને આ પગલું ભરવા માટે મજબૂર કર્યો હશે.
વધુ વાંચો: આંધ્રમાં ફટાકડાની ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટ, 8 ના મોત ફેક્ટરીનો કાટમાળ અડધો કિલોમીટર દુર પડ્યો
પત્નીની વિનંતી-બાળકો તમારી વિના નથી રહી શકતા
પુષ્પેન્દ્રની પત્નીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે જેમાં તે રડી રહી છે અને તેના પતિને ઘરે આવવાની અપીલ કરી રહી છે. તે કહે છે. મને ખબર નથી કે તમે કઈ સ્થિતિમાં છો, પણ તમે જ્યાં પણ હોવ, ઘરે પાછા આવો. હું અને બાળકો તમારા વગર રહી નથી શકતા. બધા લોકો ખૂબ પરેશાન છે. તેની આંખોમાં ભય અને ચિંતા સ્પષ્ટ દેખાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.