બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / આંધ્રમાં ફટાકડાની ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટ, 8 ના મોત ફેક્ટરીનો કાટમાળ અડધો કિલોમીટર દુર પડ્યો
Last Updated: 06:11 PM, 13 April 2025
આંધ્રપ્રદેશના અનાકાપલ્લે જિલ્લામાં એક ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટ થયો છે. જેમાં 8 કામદારોના મોત થયા અને અનેક ઘાયલ થયા છે. વિસ્ફોટથી ફેક્ટરી સંપૂર્ણપણે નાશ પામી છે. મુખ્યમંત્રીએ રાહત કાર્ય ઝડપી બનાવવા સૂચના આપી છે અને ઘાયલોને સારી સારવાર મળી રહે તે માટે આદેશ આપ્યા છે.
ADVERTISEMENT
આંધ્રની બિનકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ
આંધ્રપ્રદેશના અંકાપલ્લે જિલ્લામાં ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવતી ફટાકડાની ફેક્ટરીમાં રવિવારે એક મોટી દુર્ઘટના બની હતી. બપોરે અચાનક ફેક્ટરીની અંદર વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટોમાં 8 કામદારોના મોત થયા હતા. આ ઘટના અનાકાપલ્લે જિલ્લાના કોટાવુરુટલામાં બની હતી. માહિતી મળતાં પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ભારે મુશ્કેલી બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. ઘટનાની માહિતી મળતાં, સીએમ ચંદ્રા બાબુ નાયડુએ જિલ્લા કલેક્ટર, પોલીસ અધિક્ષક સાથે વાત કરી અને તેમને રાહત કાર્ય ઝડપી બનાવવા જણાવ્યું હતું.
ADVERTISEMENT
રાજ્યના ગૃહમંત્રીની સતત નજર
રાજ્યના ગૃહમંત્રી અનિતા આ ઘટના પર નજર રાખી રહ્યા છે. ગૃહમંત્રીએ આ અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ કામદારોને સારી સારવાર આપવાના નિર્દેશો આપ્યા છે. આ જ ક્રમમાં, તેમણે આ અકસ્માતમાં મૃત્યુ પામેલા અને ઘાયલ થયેલા કામદારોને આર્થિક મદદ કરવાની પણ ખાતરી આપી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે અન્ય બે ઘાયલોને હોસ્પિટલમાં લઈ જતી વખતે મૃત્યુ પામ્યા હતા.
ADVERTISEMENT
કાટમાળ અડધો કિલોમીટર દૂર પડ્યો
ઘટનાસ્થળે પહોંચેલા પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઘટના પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. અંદાજ છે કે, અકસ્માત સમયે ફેક્ટરીમાં કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન, ફેક્ટરીમાં રાખેલા ગનપાઉડરના ઢગલામાં આગ લાગી અને વિસ્ફોટ છયો અને ત્યાર બાદ શ્રેણીબદ્ધ રીતે વિસ્ફોટો થવા લાગ્યા. જેના કારણે ફેક્ટરીની છત ધરાશાયી થઈ ગઈ. કાટમાળ હવામાં ઉડ્યો અને અડધો કિલોમીટર દૂર પડ્યો. આ અકસ્માતમાં છ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં વધુ બે લોકોના મોત થયા.
ADVERTISEMENT
20 થી વધુ કામદારોને બચાવી લેવામાં આવ્યા
અધિકારીઓના જણાવ્યા અનુસાર, અકસ્માત સમયે ફેક્ટરીની અંદર 30 થી વધુ કામદારો કામ કરી રહ્યા હતા. માહિતી મળ્યા બાદ પહોંચેલી રાહત ટીમે 20 થી વધુ લોકોને બચાવ્યા છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય સાથે શોધખોળ કામગીરી હજુ પણ ચાલુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ મધ્યપ્રદેશ અને ગુજરાતમાં કાર્યરત ફટાકડાની ફેક્ટરીઓમાં મોટા વિસ્ફોટ થયા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.