બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / વિશ્વ / USA Swaminarayan Temple khalistani supporters wrote anti India Slogans on the wall
ADVERTISEMENT
ભારતને અમેરિકાનાં કેલિફોર્નિયામાં સ્થિત એક પ્રમુખ હિંદૂ મંદિરમાં ખાલિસ્તાન સમર્થક નારેબાજી અને ભારત વિરોધી ચિત્રોની સાથે થતી તોડફોડ પર કડકાઈ દાખવતાં સંપૂર્ણ મામલામાં તપાસ કરવાની માંગ કરી છે. આ ઘટના ત્યારે સામે આવી જ્યારે હિંદૂ-અમેરિકન ફાઉંડેશન દ્વારા સોશિયલ મીડિયા પર ઘટના સંબંધિત ફોટોઝ શેર કરવામાં આવી. આ ફોટોમાં ન્યૂયોર્કનાં સ્વામીનારાયણ મંદિર વાસણા સંસ્થાની દીવાલો પર ભારત અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરોધી નફરતભર્યા નારાઓ લખેલા જોવા મળ્યાં.
#Breaking: Swaminarayan Mandir Vasana Sanstha in Newark, California was defaced with pro-#Khalistan slogans.@NewarkCA_Police and @CivilRights have been informed and full investigation will follow.
— Hindu American Foundation (@HinduAmerican) December 22, 2023
We are insisting that this should be investigated as a hate crime. pic.twitter.com/QHeEVWrkDj
ADVERTISEMENT
વિદેશમંત્રી એસ.જયશંકરનું નિવેદન
આ મામલા અંગે પ્રતિક્રિયા આપતાં વિદેશમંત્રી એસ.જયશંકરે કહ્યું કે આવા ચરમપંથીઓને જગ્યા જ ન આપવી જોઈએ. તેમણે જણાવ્યું કે સેન ફ્રાંસિસ્કોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસે પહેલા જ આ મામલાને અમેરિકી અધિકારીઓ સમક્ષ રજૂ કર્યો છે અને તપાસ ચાલી રહી છે. તેમણે કહ્યું કે, "મેં સમાચાર જોયા..જેવું કે તમે જાણો છો કે અમે આ વિષયે ચિંતિત છે. ભારતની બહાર ચરમપંથીઓ અને અલગાવવાદી શક્તિઓને જગ્યા ન મળવી જોઈએ. જે કંઈપણ થયું તે બાબતે આપણાં વાણિજ્ય દૂતાવાસે અમેરિકી સરકાર અને ત્યાંની પોલીસની પાસે આ અંગે ફરિયાદ નોંધાવી છે."
ADVERTISEMENT
#WATCH | On Swami Narayan temple in Newark, US defaced with pro-Khalistani slogans, EAM Dr S Jaishankar says, "I have seen it. Extremists, separatists and such forces should not be given space. Our Consulate there complained to the government and the police and an inquiry is… pic.twitter.com/dfEzsfeeT8
— ANI (@ANI) December 23, 2023
ADVERTISEMENT
તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ
સેન ફ્રાંસિસ્કોમાં ભારતીય દૂતાવાસે પણ આ ઘટનાને લઈને નિંદા કરી અને કહ્યું કે," તેનાથી ભારતીય સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચી છે. અમે આ મામલામાં અમેરિકન અધિકારીઓ દ્વારા તોડફોડ કરનારાઓની સામે તાત્કાલિક તપાસ અને તાત્કાલિક કાર્યવાહી કરવા માટે દબાણ કર્યું છે." મંદિર પ્રશાસન અનુસાર આ સંપૂર્ણ ઘટના ગુરુવાર રાતની છે. મંદિરનાં પ્રવક્તા ભાર્ગવ રાવલે કહ્યું કે મંદિરનાં નજીક રહેનારા ભક્તોમાંથી એકએ મંદિરની દીવાલ પર કાળી સહીમાં હિંદૂ અને ભારત વિરોધી ભીંતચિત્રો જોયાં અને સ્થાનીય પ્રશાસનને તાત્કાલિક આ અંગે જાણ કરી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.