બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / મનોરંજન / સ્પોર્ટસ / બોલિવૂડ / Cricket / Urvashi Rautela was asked, Naseem Shah of Pakistan said - I don't know who she is?

ક્રિકેટ / 'કોઇ મને પસંદ કરે એ સારી વાત પણ હું નથી ઓળખતો', VIDEO શેર કરનારી ભારતીય એક્ટ્રેસને લઇને પાક. બોલરનું નિવેદન

Megha

Last Updated: 06:06 PM, 10 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

'આવો કોઈ પ્લાન નથી. મને તમારો પ્રશ્ન સાંભળીને હસું આવે છે કારણ કે મને નથી ખબર કે ઉર્વશી કોણ છે અને શું છે. - નસીમ શાહ

  • ઉર્વશી કોણ છે? બોલ્યા નસીમ શાહ 
  • મારામાં કંઈ ખાસ નથી પરંતુ લોકો પ્રેમ કરે છે તે એક સારી વાત છે.'

બૉલીવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલાનું નામ આજકાલ પાકિસ્તાની ક્રિકેટર નસીમ શાહ સાથે જોડાઈ રહ્યું છે. હાલમાં જ એશિયા કપમાં ભારત સાથે પાકિસ્તાનનો મેચ ઉર્વશી જોવા માટે પંહોચી હતી. અને એ સમયે ઉર્વશી રૌતેલાએ તેના ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક રોમૅન્ટિક એડિટેડ વીડિયો શેર કર્યો હતો, જેમાં તે પાકિસ્તાની ક્રિકેટર નસીમ શાહ સાથે જોવા મળી રહી હતી અને આ કારણે તે ટ્રોલ થઈ હતી. 

ઉર્વશીએ જે વીડિયો પોતાની ઇન્સ્ટા સ્ટોરી પર શેર કર્યો હતો, તે કોઇ સોશિયલ મીડિયા યુઝરે બનાવ્યો હતો. આ વીડિયો એડિટેડ હતો, જેમાં આપહેલા જ્યાં પાકિસ્તાની ક્રિકેટર નસીમ શાહ જોવા મળે છે તો પછી ઉર્વશીનાં અમુક કેન્ડીડ સ્માઇલ કરતાં સિન્સ પણ છે. વીડિયોને એ પ્રકારે એડિટ કરવામાં આવ્યો છે કે લાગી રહ્યું છે કે ઉર્વશી અને નસીમ એકબીજાને જોઈને  સ્માઇલ આપી રહ્યા છે. 

ઉર્વશી કોણ છે? બોલ્યા નસીમ શાહ 
નસીમના એક ઇંટરવ્યૂમાં એમને ઉર્વશી અને તેના રિલેશન વિશે અને તેના શેર કરેલ વિડીયો વિશે પૂછવામાં આવ્યું હતું ત્યારે નસીમ શાહે કહ્યું હતું, 'આવો કોઈ પ્લાન નથી. મને તમારો પ્રશ્ન સાંભળીને હસું આવે છે કારણ કે મને નથી ખબર કે ઉર્વશી કોણ છે, શું છે મને નથી ખબર. તે કેવા પ્રકારના વીડિયો શેર કરે છે એ પણ મને નથી ખબર. મારો એવો કોઈ પ્લાન પણ નથી અત્યારે મારુ ફોકસ માત્ર ક્રિકેટ પર છે. બસ સારું ક્રિકેટ રમવું છે..' 

કોઈ મને પસંદ કરે છે એ સારી વાત છે 
પાકિસ્તાની યુવા ફાસ્ટ બોલરે કહ્યું હતું કે, 'સાચું કહું તો મને આ વિશે કંઈ ખબર નથી. હું મેદાન પર મારી રમત રમું છું એ પછી બહાર શું થાય છે એ કોઈ ખ્યાલ નથી. જેઓ મેદાનમાં આવીને મેચ જુએ છે, એ મને ગમે છે. જો કોઈ પણ મને પસંદ કરે છે તો તે એક સારી વાત છે. મને મેચ રમતા જોવા આવે છે એ એક સારી વાત છે. હું કયા કોઈ આકાશમાંથી આવ્યો છું? મારામાં કંઈ ખાસ નથી પરંતુ લોકો પ્રેમ કરે છે તે એક સારી વાત છે.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ