બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Update PAN card address absolutely easily through Aadhaar at home

કામની વાત / ઘરે બેઠાં આધાર દ્વારા બિલકુલ સરળતાથી અપડૅટ કરો PAN કાર્ડ એડ્રેસ, બસ ફૉલો કરો આ પ્રોસેસ

Priyakant

Last Updated: 12:43 PM, 3 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા આ 10 અંકના આલ્ફાન્યૂમેરિક કોડ તમારા તમામ નાણાકીય વ્યવહારો પર નજર રાખવામાં મદદ કરે છે. આ માત્ર ટેક્સ સંબંધિત બાબતો સુધી જ મર્યાદિત નથી.

  • પાન કાર્ડ એડ્રેસને ઓનલાઇન અપડેટ કરવાનું સરળ છે
  • પેન્શન, બેંક ખાતા અને સરકારી યોજનાના લાભ માટે પાન કાર્ડ જરુરી છે
  • અપડેટની પુષ્ટિનો એક ઈમેલ અને એસએમએસ મળશે

જો તમે સરકારને ટેક્સ ચૂકવો છો તો તમે કદાચ પાન કાર્ડના મહત્વને સમજી શકો છો. ઈનકમ ટેક્સ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા   આ 10 અંકના આલ્ફાન્યૂમેરિક કોડ તમારા તમામ નાણાકીય વ્યવહારો પર નજર રાખવામાં મદદ કરે છે. આ માત્ર ટેક્સ સંબંધિત બાબતો સુધી જ મર્યાદિત નથી, પરંતુ મોટી ખરીદી, પેન્શન, બેંક ખાતા અને અલગ-અલગ સરકારી યોજનાઓ હેઠળ લાભ મેળવવા માટે પણ જરૂરી છે.

જ્યારે બીજી તરફ આધાર કાર્ડ એક 12 આંકડાનો ઓળખ નંબર છે જે ભારતીય નાગરિકો માટે   એક વિશિષ્ટ ઓળખના પુરાવા તરીકે કામ કરે છે. સરકારે દેશના તમામ વ્યક્તિઓ માટે જો તેમની પાસે માન્ય આધાર હોય તો તેમના પાન કાર્ડનું એડ્રેસ બદલવા અથવા તો તેને અપડેટ કરવાનું સરળ બનાવ્યું છે. 

  • આધાર સાથે તમારા પાન કાર્ડના એડ્રેસને અપડેટ કરવા માટે તમારે યૂટીઆઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ટેક્નોલોજી એન્ડ સર્વિસ લિમિટેડ પોર્ટલ પર જવુ પડશે. 
  • તમારો પાન કાર્ડ નંબર, આધાર નંબર, ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર દાખલ કર્યા બાદ 'આધાર ઈ-કેવાયસી એડ્રેસ અપડેટ'   પર ક્લિક કરો. કેપ્ચા ભરો, નિયમ અને શરતો સાથે સહમત થાઓ અને સબમિટ બટન પર ક્લિક કરો. 
  • બાદમાં તમને તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી પર એક OTP પ્રાપ્ત થશે જેને તમારે પોર્ટલ પર દાખલ કરવાની જરૂર પડશે.
  • એકવાર તમે આવુ કરશો તો તમારી આધાર વિગતોનો ઉપયોગ તમારા પાન કાર્ડના એડ્રેસને અપડેટ કરવા માટે કરવામાં આવશે.
  • તમને અપડેટની પુષ્ટિનો એક ઈમેલ અને એસએમએસ મળશે. 

જણાવી દઈએ કે આધાર કાર્ડ ભારતીય નાગરિકો માટે તેમના પાન કાર્ડ એડ્રેસને ઓનલાઇન અપડેટ કરવાનું સરળ બનાવે છે. તે એક ઝડપી અને કુશળ પ્રક્રિયા છે જે સુનિશ્ચિત કરે છે કે તમારું પાન કાર્ડ તમારું વર્તમાન એડ્રેસને ચોક્કસ રીતે દર્શાવે છે કે નહી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ