બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / Unseasonal rain again in the state

માવઠું / ડાંગમાં વરસાદી ઝાપટું, અરવલ્લી, અમદાવાદ, સાબરકાંઠાના વાતાવરણમાં પલટો, જાણી લો હવામાન ખાતાની આગાહી

Dinesh

Last Updated: 07:39 PM, 7 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે અરવલ્લી, રાજકોટ અને નવસારી સહિતના જિલ્લામાં વરસાદ નોંધાયો છે તો સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદના ઝાપટા પડ્યા છે

  • રાજ્યમાં ફરી કમોસમી વરસાદ
  • અરવલ્લી,રાજકોટ,નવસારીમાં વરસાદ
  • વરસાદ થતા ખેડૂતો થયા ચિંતિત


રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ છવાયો છે. આજે અરવલ્લી, રાજકોટ અને નવસારી સહિતના જિલ્લામાં વરસાદ નોંધાયો છે. આજે અરવલ્લીના માલપુરમાં કમોસમી વરસાદ વરસ્યો તો બીજી તરફ રાજકોટના જેતપુરમાં સતત પાંચમી વખત વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત નવસારીના ડાંગ, આહવા અને સાપુતારામાં કમસોમી વરસાદ પડ્યો છે. જેના કારણે ખેડૂતોની ચિંતા વધી છે.  તૈયાર કરાયેલા પાકમાં નુકસાન થાય તેવી ખેડૂતોને ભીતિ સેવાઈ રહી છે.

વાતાવરણમાં પલટો 
હવામાન વિભાગે વરસાદની નહીવત શક્યતા વ્યક્ત કરી છે. તેમ છતા હજુ સુધી રાજ્યના કેટલાક જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા અને મહીસાગના વાતાવરણમાં પલટો આવ્યો છે. ત્રણેય જિલ્લામાં સવારથી વાદળછાયુ વાતાવણ છવાયું છે. વરસાદી વાતાવરણના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખેડૂતોએ તૈયાર કરાયેલ પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.

સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ
સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદના ઝાપટા પડ્યા છે. રાજકોટ જિલ્લાના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. વહેલી સવારે અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યાં છે. ઘઉં, લસણ અને ડુંગળીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. સતત પાંચમી વખત કમોસમી વરસાદથી ખેડૂતોની મુશ્કેલી વધી છે. કમોસમી વરસાદથી કેરી સહિતના પાકને નુકસાન ભીતિ સેવાઈ રહી છે. ગોંડલ, લોધીકા અને કોટડા સાંગાણી સહિતના વિસ્તારોમાં માવઠું  પડ્યો છે

કમોસમી આફત
ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટો  આવ્યો છે. આહવા અને સાપુતારા વિસ્તારમાં વરસાદ પડ્યો છે. પવન સાથે વરસાદ પડતાં ખેડૂતોની ચિંતા વધી છે. કમોસમી વરસાદને કારણે પાકને  નુકસાની થઇ છે. અચાનક કમોસમી વરસાદ પડતાં ખેડૂતો ચિંતામાં વધારો થયો છે.

અમદાવાદના વાતાવરણમાં પલટો
અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ભર ઉનાળે શહેરમાં વાદળછાયું વાતાવરણ સર્જાયો છે. તમને જણાવી દઈએ કે, હવામાન વિભાગે છુટા-છવાયા વરસાદની આગાહી કરી છે. 

2 દિવસમાં તાપમાન 40 ડિગ્રીએ પહોંચવાની આગાહી
હવામાન વિભાગે આગામી 2 દિવસમાં અમદાવાદનું તાપમાન 40 ડિગ્રીએ પહોંચવાની આગાહી કરી છે. ગતરોજ હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, આવતીકાલથી કમોસમી વરસાદથી આંશિક રાહત મળશે. આવતીકાલથી તાપમાનનો પારો ઉંચકાવાની શરૂઆત થશે.

'મોટાભાગના શહેરમાં 3થી 4 ડિગ્રી તાપમાન વધશે'
ડૉ. મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, આવતીકાલથી રાજ્યના મોટાભાગના શહેરમાં 3થી 4 ડિગ્રી તાપમાન વધશે. આગામી દિવસોમાં તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં તીવ્ર ગરમીનો અનુભવ થઈ શકે છે. 

ક્યાં કેટલી ગરમી?
હવામાન વિભાગના આંકડાઓ મુજબ, ગુરુવારે અમદાવાદનું મહત્તમ તપમાન 37.9 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે સુરેન્દ્રનગરનું મહત્તમ તાપમાન 38.0, વડોદરા 37.4, અમરેલી 37.4, ગાંધીનગર 37.2, રાજકોટ 37.2, મહુવા 37.2, કેશોદ 37.0 અને ભુજમાં 36.8 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ