બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / અમદાવાદ / અન્ય જિલ્લા / Unjha MLA Asha Patel on venti letter at hospital

ચિંતા / ઉંઝાના ધારાસભ્ય ડો.આશા પટેલની તબિયત લથડી, સ્થિતિ ગંભીર થતા વેન્ટિલેટર પર

Mehul

Last Updated: 10:54 PM, 10 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉંઝાના ભાજપના ધારાસભ્ય ડો.આશા પટેલની તબિયત લથડતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. ધારાસભ્ય આશાબહેન પટેલનું લીવર ડેમેજ થતા સ્થિતિ વિકટ

  • ઊંઝાના ધારાસભ્ય આશા પટેલ વેંટી લેટર પર 
  • ડેન્ગ્યુ પછી લીવર ડેમેજ થતા હોસ્પિટલમાં 
  • ઉત્તર ગુજરાત અને ભાજપમાં ચિંતાની લહેર 

ઉંઝાના ભાજપના ધારાસભ્ય ડો.આશા પટેલની તબિયત લથડતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. ધારાસભ્ય આશાબહેન પટેલનું લીવર ડેમેજ થતા સ્થિતિ વિકટ બની છે. અગાઉ થયેલા ડેન્ગ્યુના કારણે તેના લીવર પર અસર જોવા મળી હતી. હોસ્પિટલમાં સારવાર અર્થે ગયેલા આશા પટેલને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.  
 
ધારાસભ્ય ડો. આશા પટેલ 

2017માં કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર બની ઊંઝા બેઠક પર વિધાનસભા ચૂટણી લડીને જીતેલા આશા પટેલે કોંગ્રેસ છોડીને 2019માં  ભાજપમાં પ્રવેશ કર્યો હતો.  કોંગ્રેસમાં કહેવાતી અવગણનાથી તેઓ નારાજ હતા. કોંગ્રેસમાં આંતર વિગ્રહ,જૂથવાદથી કંટાળીને તેમણે કોંગ્રેસને અલવિદા કહ્યું હતું. પાછળથી ભાજપે ઊંઝાથી જ ડો.આશા પટેલને ટીકીટ આપી અને તેઓ ચૂંટાઈ આવ્યા હતા. બાદમાં APMC ઊંઝામાં પણ તેઓએ દબદબો બનાવવામાં સફળતા મેળવી હતી. 
 

ઉત્તર ગુજરાતના પાટણની હેમચંદ્રાચાર્ય યૂનિવસિટીમાંથી વિજ્ઞાનમાં અનુસ્નાતક અને કેમેસ્ટ્રીમાં Ph.d થયેલા ડો.આશા પટેલ ખેતી વ્યવસાય સાથે જોડાયેલા છે. ઊંઝાના ધારાસભ્ય ડો.આશા પટેલની નાદુરસ્ત તબિયતથી મત વિસ્તાર ઊંઝા જ નહિ પણ,સમગ્ર ઉત્તર ગુજરાતમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. તેઓની ખબર-અંતર માટે સતત લોકો પૃચ્છા કરી રહ્યા છે.  

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ