બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ભરૂચમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની દાદાગીરી, વિપક્ષના કાર્યકરો અને મીડિયાકર્મી સાથે કરી બબાલ

logo

રામ મોકરિયાની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા

logo

ગુજરાતના અનેક મતદાન મથકો પર તંત્રની બેદરકારી,EVMમાં મત આપતા ફોટો-વિડીયો વાયરલ

logo

શક્તિસિંહ ગોહિલે બુથમાં ઉપસ્થિત ભાજપ કાર્યકરને લઇ ઉઠાવ્યો વાંધો

logo

ગુજરાતમાં 11 વાગ્યા સુધીમાં 24.35 ટકા મતદાન

logo

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિહનું મોટું એલાન, કહ્યું 'આ મારી છેલ્લી ચૂંટણી હશે..'

logo

AAPના ચૈતર વસાવાએ મતદાન કર્યું

logo

અખિલેશ યાદવે કહ્યું,'ભાજપે લોકોને પરેશાન કરવા જાણીજોઈને ઉનાળામાં મતદાન ગોઠવ્યું!'

logo

વડાપ્રધાન મોદીની મધ્યપ્રદેશમાં જાહેર રેલી, કહ્યું 'આ તો ટ્રેલર છે,હજુ ઘણું બાકી છે..'

logo

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટકમાં કર્યું મતદાન

VTV / Politics / union ministers to visit jammu kashmir will submit report to pmo and home ministry

મુલાકાત / મોદી સરકારનો મોટો પ્લાન : 70 કેન્દ્રીય મંત્રીઓ જશે જમ્મુ-કાશ્મીર, આવીને આપવો પડશે આ રિપોર્ટ

Mayur

Last Updated: 02:39 PM, 4 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોદી સરકારના 70 કેન્દ્રીય પ્રધાનો જમ્મુ કશ્મીરની મુલાકાતે જવાનાં છે અને તેઓ મુલાકાત અંગે PMO અને ગૃહ મંત્રાલયને રિપોર્ટ સબમિટ કરાવશે.

જમ્મુ-કાશ્મીરમાં ફરી ચૂંટણીથી માંડીને પૂર્ણ રાજ્યનો દરજ્જો મેળવવા સુધી, એવા ઘણા મુદ્દાઓ છે જેની હવે ખુલ્લેઆમ ચર્ચા થઈ રહી છે. ઘાટી પર મોદી સરકારની રણનીતિ પર પણ રાજકીય કોરિડોરમાં ચર્ચા થઈ રહી છે. આવી જ એક ચર્ચા કેન્દ્રીય મંત્રીઓની જમ્મુ-કાશ્મીરની મુલાકાત વિશે છે.
મીડિયા રિપોર્ટ અનુસાર,  10 સપ્ટેમ્બરથી 70 કેન્દ્રીય પ્રધાનો જમ્મુ-કાશ્મીરની મુલાકાતે જઈ રહ્યાં છે. વડાપ્રધાન મોદીએ તમામને દૂરદૂરના વિસ્તારોમાં જઈને લોકો સાથે સંવાદ સાધવાનો સ્પસ્ટ આદેશ આપ્યો છે.  આ ઉપરાંત જમ્મુ-કાશ્મીરમાં કેન્દ્રના વિકાસ કાર્યોની પણ સમીક્ષા થવાની છે.

શું છે મોદી સરકારનો પ્લાન?

અહેવાલો મુજબ દર અઠવાડિયે 8 મંત્રીઑ જમ્મુ અને કાશ્મીર જશે. જે પૈકી ચાર જમ્મુ અને ચાર કાશ્મીરમાં જશે. કેટલાક વરિષ્ઠ કેન્દ્રીય મંત્રીઓ પણ આ અભિયાનનો હિસ્સો બનશે. જે મંત્રી પાસે જે મંત્રાલય છે ટે પોતાના મંત્રાલય સાથે જોડાયેલી વાતો નોંધીને ફરી પરત આવીને ગૃહ મંત્રાલય અને PMO ને રિપોર્ટ સોંપશે. PMO માં કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ આ આખી ક્વાયતને લઈને MHA (ગૃહ મંત્રાલય) સાથે કો-ઓર્ડિનેટ કરશે. 

2020 માં જે કેન્દ્રીય મંત્રી જમ્મુ કાશ્મીરના પ્રવાસે ગયા હતા તેઓએ પણ પાછા આવીને રિપોર્ટ આપ્યા હતા. અને હવે સપ્ટેમ્બરમાં ફરી આઅ કવાયત હાથ ધરવામાં આવી રહી છે. અગાઉ આઅ જુલાઇ કે ઓગસ્ટ મહિનામાં જ કરવાનું પ્લાનિંગ હતું પણ સંસદના મોન્સુન સત્ર અને સ્વાતંત્ર્ય દિવસના કારણે આ પ્લાન રોકી રાખવામાં આવ્યો હતો. 

મોદી જશે કે નહીં? એ હજુ પ્રશ્ન 
કેન્દ્રીય મંત્રી પરિષદમાં કુલ 78 પ્રધાનો છે અને તેમાંથી 70 મંત્રીઓ આ કાર્યક્રમમાં ભાગ લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ જમ્મુ -કાશ્મીરની મુલાકાત લેશે કે નહીં તે અંગે હજુ સુધી કંઈ નક્કી કરવામાં આવ્યું નથી.  
બંધારણની કલમ 370 માં ફેરફાર કર્યા બાદ, ત્યાંના લોકોને સીધા મળવા માટે કેન્દ્ર સરકારની આ બીજી કવાયત હશે. ગયા વર્ષે 18-24 જાન્યુઆરી વચ્ચે 36 કેન્દ્રીય મંત્રીઓએ જમ્મુ-કાશ્મીરની મુલાકાત લીધી હતી. હવે ફરી 10 સપ્ટેમ્બરથી કેન્દ્રીય પ્રધાનોની મુલાકાતો શરૂ થશે તેવા અહેવાલ છે. જનતાને મળવા ઉપરાંત મંત્રી વહીવટ અને પંચાયતી રાજ સંસ્થાઓના લોકોને પણ મળશે. 

લોકસભાના સ્પીકર પણ કરી આવ્યા મુલાકાત 
લોકસભા સ્પીકર ઓમ બિરલા શુક્રવારે જ જમ્મુ અને કશ્મીરના પ્રવાસેથી પરત ફર્યા હતા. છેલ્લા કેટલાક મહિનામાં કેન્દ્રીય મંત્રીઓ લેહનો પ્રવાસ કરીને આવ્યા હતા. આઅ સિવાય સંસદની 13 સ્ટેન્ડિંગ કમિટી પણ જમ્મુ અને કશ્મીર તેમજ લદ્દાખના પ્રવાસે જઈ આવી છે. આઅ સમિતિઓમાં 300 થી વધારે સાંસદો હતા જ્યારે છ સમિતિઓનો પ્રવાસ હવે થોડા દિવસોમાં થવા જઈ રહ્યો છે. 

70 કેન્દ્રીય મંત્રીઓની મુલાકાત

આ તમામ જવાબદારીઓ આ 70 કેન્દ્રીય મંત્રીઓને સોંપવામાં આવી છે, જેમણે કેન્દ્રના આ મિશનને 9 અઠવાડિયાની અંદર સફળ બનાવવું પડશે. આ અંગે ભાજપના નેતા રવિન્દ્ર રૈનાએ વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું કે ૭૦ કેન્દ્રીય પ્રધાનો આવશે અને અંતરિયાળ વિસ્તારોની મુલાકાત લેશે. જનતા દરબાર દરેક જગ્યાએ યોજાશે. દરેક ત્યાં એક્સેસ ડેવલપમેન્ટ વર્કની સમીક્ષા પણ કરશે. વડાપ્રધાન મોદી પણ ખીણની મુલાકાત કરી શકે છે. પરંતુ આ અંગે હજુ કોઈ અધિકૃત નિવેદન આવ્યું નથી. 

તાલિબાનના ખતરાને જોતા મહત્વની  મુલાકાત 
ભારત માટે, જમ્મુ અને કાશ્મીરમાં જોખમ પાકિસ્તાન તેમજ અફઘાનિસ્તાનથી નોંધપાત્ર રીતે વધ્યું છે. તાલિબાને એક દિવસ પહેલા જ કહ્યું છે કે તે કાશ્મીરમાં મુસ્લિમોનો અવાજ બુલંદ કરશે. અત્યાર સુધી તાલિબાને આ મુદ્દામાં દખલ કરવાનું ટાળ્યું હતું. ઘણા નિષ્ણાતોએ ભય વ્યક્ત કર્યો છે કે પાકિસ્તાની આતંકવાદીઓ તાલિબાન સાથે મળીને કાશ્મીરમાં પાયમાલી સર્જી શકે છે. આવા સમયે, કેન્દ્રીય પ્રધાનોની જમ્મુ-કાશ્મીરની મુલાકાત સરકારને સ્થાનિક લોકો અને વાતાવરણ સાથે પ્રથમ રીતે સંપર્કમાં લાવશે. કાશ્મીરીઓ તાલિબાન વિશે શું વિચારે છે અને સુરક્ષાની કેવી કેવી ચિંતા ઊભી કરી શકે છે તેના પર મંત્રીઓ ચોક્કસપણે તેમના અહેવાલોમાં માહિતી આપશે.

2020 માં 36 કેન્દ્રીય મંત્રીઓ જમ્મુ કાશ્મીરની મુલાકાતે ગયા હતા
2020 માં પણ 36 કેન્દ્રીય મંત્રીઓ જમ્મુ કાશ્મીરની મુલાકાતે ગયા હતા જોકે આ વખતે મંત્રીઓની સંખ્યા વધારીને 70 કરાઈ છે. મોદી સરકારે જમ્મુ કાશ્મીરના લોકો સાથે સીધો સંવાદ સાધવાની પહેલ શરુ કરી છે જેથી કરીને ત્યાંના લોકોને કેન્દ્રની યોજનાઓનો લાભ મળે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ